Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal : પોલીસનો મોટો ખુલાસો! પૂર્વ MLA જયરાજસિંહ જાડેજાના ઘરના CCTV ફૂટેજ કર્યા જાહેર

મૃતક યુવકના પિતા રતનલાલ જાટ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેમના પુત્રને ઢસડીને ઘરમાં લઈ જઈ ઢોર માર મારવામાં આવ્યો હતો.
gondal   પોલીસનો મોટો ખુલાસો  પૂર્વ mla જયરાજસિંહ જાડેજાના ઘરના cctv ફૂટેજ કર્યા જાહેર
Advertisement
  1. Gondal માં રાજકુમાર જાટના મોત પર પોલીસનો વધુ એક ખુલાસો
  2. પોલીસે જયરાજસિંહ જાડેજાના ઘરના CCTV દ્રશ્યો જાહેર કર્યા
  3. CCTV માં માર મારવામાં ન આવ્યો હોવાનું સામે આવ્યું
  4. CCTV માં પિતા-પુત્ર જાતે જ અંદર આવતા હોવાનું સ્પષ્ટ જોવા મળ્યું

Rajkot : ગોંડલમાં (Gondal) પરપ્રાંતીય યુવક રાજકુમાર જાટનાં મોત મામલે પોલીસ દ્વારા વધુ એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. પોલીસે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના (Jayrajsinh Jadeja) ઘરનાં CCTV ફૂટેજ જાહેર કર્યા છે. આ CCTV ફૂટેજમાં મૃતક યુવકને માર મારવામાં ન આવ્યો હોવાનું જણાઈ રહ્યું છે. જો કે, પુત્રને ઢસડીને ઘરમાં લઈ ગયા હોવાનો મૃતકના પિતાએ આક્ષેપ કર્યો છે. જ્યારે CCTV ફૂટેજમાં પિતા-પુત્ર જાતે જ અંદર આવતા હોવાનું સ્પષ્ટ જોવા મળ્યું છે.

Advertisement

પોલીસે જયરાજસિંહ જાડેજાના ઘરનાં CCTV ફૂટેજ જાહેર કર્યા

રાજકોટ જિલ્લાનાં (Rajkot) ગોંડલમાં (Gondal) રાજકુમાર જાટનાં મોત મામલે પોલીસે હવે મોટો ખુલાસો કર્યો છે. પોલીસે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના (Jayrajsinh Jadeja) ઘરના CCTV ફૂટેજ જાહેર કર્યા છે, જેમાં તેમનાં પુત્ર ગણેશ જાડેજા ઊર્ફે ગણેશ ગોંડલ કે તેમના માણસો દ્વારા યુવકને કોઈ માર મારવામાં ન આવતો હોવાનું સામે આવ્યું છે. મૃતક યુવકના પિતા રતનલાલ જાટ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેમના પુત્રને ઢસડીને ઘરમાં લઈ આવવામાં આવ્યો હતો અને ઢોર માર મારવામાં આવ્યો હતો. જો કે, પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલ CCTV ફૂટેજમાં પિતા-પુત્ર જાતે જ અંદર આવતા હોય તેવું સામે આવ્યું છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો - Rajkot : ગોંડલમાં પરપ્રાંતીય યુવકના મોતના કેસ મામલે રાષ્ટ્રીય સ્તરે પડઘા પડ્યા

આ મામલે રાજસ્થાનનાં સાંસદના ટ્વીટ બાદ હડકંપ!

જણાવી દઈએ કે, ગોંડલમાં (Gondal) પરપ્રાંતીય યુવક રાજકુમાર જાટ (Rajkumar Jat Case) જે 7 દિવસથી ગુમ હતો, તેનો મૃતદેહ રાજકોટ-અમદાવાદ હાઈવે પરથી મળી આવ્યો છે. પહેલા કુવાડવા પાસે વાહનની અડફેટે યુવકનું મોત થયું હોવાનો દાવો કરાયો હતો. પરંતુ, આ મામલે રાજસ્થાનનાં (Rajsthan) નાગૌરનાં સાંસદ હનુમાન બેનીવાલ (Hanuman Beniwal) દ્વારા કરવામાં આવેલ ટ્વીટ બાદ ભારે હડકંપ મચી ગયો છે. સાંસદે યુવકની હત્યાનાં આરોપ સાથે CBI તપાસની માગ કરી છે. સાંસદ હનુમાન બેનીવાલે ટ્વીટમાં જણાવ્યું છે કે, પૂર્વ ધારાસભ્ય અને પરિવારનું હત્યાકાંડમાં નામ છે. તેમણે હત્યાકાંડ મામલે તાત્કાલિક ફરિયાદ દાખલ કરવાની માગ કરી છે.

આ પણ વાંચો - Rajkot : મૃતક રાજકુમારના પિતાએ વ્યક્ત કરી હત્યાની આશંકા, જાણો કોની તરફ ઉઠ્યા સવાલ

મૃતક રાજકુમારનાં પિતા અને બહેનનાં ગંભીર આરોપ

મૃતક યુવક રાજકુમારના પિતા રતનલાલ જાટનું (Ratanlal Jat) પણ નિવેદન સામે આવ્યું હતું. તેમણે આરોપ સાથે કહ્યું કે, રાજકુમાર UPSC પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. મારા દીકરાની હત્યા કરવામાં આવી છે. મારા દીકરાને મારીને ફેંકી દેવાયો છે. મારા દીકરાનો અકસ્માત નથી થયો. મારા દીકરાને ટોલનાકેથી ઉપાડીને માર મરાયો. ટોલનાકા બાદનાં ફૂટેજ નથી મળી રહ્યા. માર માર્યા બાદ બીજા કપડા પહેરાવી દીધા હતા. યોગ્ય તપાસ થાય તે જ મારી માગ છે. રતનલાલ જાટએ પણ કહ્યું હતું કે, જયરાજસિંહ (Jayrajsinh Jadeja) સાથે મારે કોઈ દુશ્મની નથી. હું 30 વર્ષથી ગોંડલમાં ધંધો કરી રહ્યો છું. હું એમને નથી જાણતો, એ પણ મને નથી જાણતા. ગણેશ જાડેજાને (Ganesh Jadeja) પણ મે ક્યારેય નથી જોયો. લોકોએ ફોટો બતાવીને કીધું ત્યારે મને ખબર પડી. હું કોઈના પર પણ આરોપ નથી લગાવતો. મારી બસ ન્યાયની માગ છે. જણાવી દઈએ કે, મૃતક રાજકુમાર જાટની બહેને પણ મોટો આરોપ કર્યો છે. તેમણે કહ્યું કે, પોલીસે સ્પષ્ટ સ્વીકાર્યું કે માર મરાયો છે. મારા ભાઈની હત્યા થઈ છે અને ન્યાય માટે હું લડીશ.

આ પણ વાંચો - Ahmedabad : ધંધુકાની હોસ્ટેલમાં વિદ્યાર્થી પર અત્યાચાર મુદ્દે DEO ની ટીમે શાળાને ફટકારી નોટિસ

Tags :
Advertisement

.

×