Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal: હડકાયા શ્વાનોએ મચાવ્યો આતંક, 22 થી વધુ લોકોને બચકા ભર્યા

Gondal: અહીંના જુદા-જુદા વિસ્તારોમાં બાળકોથી લઇને મહીલાઓ અને વૃદ્ધોને હડકાયા શ્વાનોએ બચકા ભરી લોહીલુહાણ કરી મુકતા
gondal  હડકાયા શ્વાનોએ મચાવ્યો આતંક  22 થી વધુ લોકોને બચકા ભર્યા
Advertisement
  1. હડકાયા શ્વાનોએ લઈને લોકોમાં ભયનો માહોલ છવાયો
  2. ઈજાગ્રસ્તોને સારવાર તેમજ ડોગ બાઈટના ઈન્જેકશન અપાયા
  3. તંત્રની હાલત ‘બંધેહાથ’ હોવાથી લોકો રામભરોસે

Gondal: છેલ્લા ત્રણ ચાર મહીનાથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં બાળકોથી લઇને મહીલાઓ અને વૃદ્ધોને હડકાયા શ્વાનોએ બચકા ભરી લોહીલુહાણ કરી મુકતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે. આજે નાનીબજાર, ભગવતપરા, કોર્ટ સહિતના વિસ્તારોમાં 22 જેટલા લોકોને બચકાભરી ઇજાગ્રસ્ત કરતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતાં. હડકાયા શ્વાનના આતંકના ભોગ બનનાર ઇજાગ્રસ્તોની સારવાર દરમિયાન શિવમ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઇ માધડ ખડેપગે રહ્યા હતા. ઇજાગ્રસ્તોને સારવાર તેમજ ડોગ બાઈટના ઈન્જેકશન આપવામાં આવ્યા હતા. નગરપાલિકા તંત્રની હાલત ‘બંધેહાથ’ હોવાથી લોકો રામભરોસે મુકાયા છે.

આ પણ વાંચો: નસબંધીનાં ઓપરેશનમાં મહિલાનું મોત, પરિવારે તબીબ પર લગાવ્યો આ ગંભીર આરોપ

Advertisement

ત્રણ મહિનામાં 500થી વધુ કેસ નોંધાયા

ગોંડલમાં છેલ્લા ત્રણ ચાર મહિનાથી શહેરના વિવિધ લતાવિસ્તારોમાં શ્વાન ટોળકીના તરખાટનો અંદાજે 500થી વધુ લોકો ભોગ બન્યા છે. બાઇક કે સ્કુટર ચાલકો પાછળ શ્વાન દોટ મુકી બચકા ભરવાની ઘટનાઓ રોજીંદી બની છે. રાત્રી દરમિયાન ઘર બહાર વોકિંગ કરતા વૃધ્ધો અને મહિલાઓ તેમજ ઘર પાસે રમતા બાળકોને હડકાયા શ્વાનના ભોગ બનતા હોય છે. કેટલાક વિસ્તારોમાં શ્વાનનાં ડરથી લોકો જવાનું ટાળી રહ્યા છે. એનિમલ એક્ટને લીધે તંત્ર લાચારી અનુભવી રહ્યુ છે. તો બીજી બાજુ પ્રજાનો આક્રોશ બોલી રહ્યો છે. અને યોગ્ય કાર્યવાહી કરવા તંત્ર પાસે માંગ ઉઠી હતી.

Advertisement

આ પણ વાંચો: Rajkot: યુવકે ઘરે જઈને મહિલા પર ફેંક્યું એસિડ, સોખડા ગામમાં બની હિચકારી ઘટના

એનિમલ એક્ટને લીધે તંત્ર લાચાર

આ પહેલા પણ અનેક રજૂઆતો કરવામાં આવી છે પરંતુ તેમ છતાં તંત્ર જાણે આંખ આડા કાન કરી રહ્યું છે. જેથી લઈને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા ચાર મહિનામાં એક બે નહીં પરંતુ 500 લોકો ભોગ બન્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, તંત્ર સત્વરે આ મામલે કાર્યવાહી કરે તેવી માંગણી કરી રહ્યાં છે. હવે જોવાનું એ રહે છે કે, તંત્ર દ્વારા ક્યારે અને કેવી કાર્યવાહી કરવામાં આવે છે.

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×