ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gondal તાલુકા પંચાયત સુલતાનપુર સીટ માટે યોજાશે પેટા ચૂંટણી, ત્રણ ઉમેદવારોએ ભર્યું ફોર્મ

Sultanpur Seat By-election, Gondal: રાજકોટ સહિત રાજ્યભરની સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થયું છે, ગોંડલ તાલુકા પંચાયતની છ બેઠકોની પેટા ચૂંટણી યોજાશે
07:22 PM Feb 01, 2025 IST | VIMAL PRAJAPATI
Sultanpur Seat By-election, Gondal: રાજકોટ સહિત રાજ્યભરની સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થયું છે, ગોંડલ તાલુકા પંચાયતની છ બેઠકોની પેટા ચૂંટણી યોજાશે
Gondal Taluka Panchayat
  1. ભાજપના ઉમેદવાર વર્ષાબેન હિતેશભાઈ ગોંડલીયાએ કર્યું નામાંકન
  2. ચાંદનિબેન ચિરાગભાઈ ગોળ દેરડી કુંભાજીએ પણ ભાજપમાંથી ફોર્મ ભર્યું
  3. નલીનાબેન ગોપાલભાઈ કુંજડિયાએ કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યું

Sultanpur Seat By-election, Gondal: રાજકોટ સહિત રાજ્યભરની સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થયું છે ત્યારે ગોંડલ તાલુકા પંચાયત (Gondal Taluka Panchayat)ની છ બેઠકોની પેટા ચૂંટણી (By-Election) પણ નગરપાલિકાઓની ચૂંટણીની સાથે જ યોજવાની છે તેની પણ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે જેમાં ગોંડલ તાલુકા પંચાયતની સુલતાનપુર બેઠક (Sultanpur Seat)ની પેટા ચૂંટણી યોજાશે. આજે ઉમેદવારી પત્ર રજૂ કરવાની અંતિમ તારીખ હોવાથી ગોંડલ તાલુકા પંચાયત સુલતાનપુર સીટ માટે ભાજપે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે અને શુભ મુહૂર્તમાં ફોર્મ ભર્યું છે તો બીજી તરફ કોંગ્રેસ તરફથી પણ એક જ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી છે.

આ પણ વાંચો: Gujarat: રાજ્યના 24 IAS અધિકારીઓને બઢતી અને બદલીના ઓર્ડર, વાંચો આ મોટા સમાચાર

ગોંડલ તાલુકા પંચાયતની સુલતાનપુર બેઠક કોણ જીતશે?

ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વર્ષાબેન હિતેશભાઈ ગોંડલીયા જાહેર થતા તેઓ ગોંડલ ધારાસભ્ય ગીતાબા જાડેજાના નિવાસ સ્થાને તિલક ઇન અને મીઠું મોઢું કરાવી ફોર્મ ભરવા રવાના થયા હતા. ચાંદનિબેન ચિરાગભાઈ ગોળ દેરડી કુંભાજીએ પણ ભાજપમાંથી ફોર્મ ભર્યું હતું. જ્યારે નલીનાબેન ગોપાલભાઈ કુંજડિયા શિવરાજગઢ વાળાએ કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યું છે.

આ પણ વાંચો: કેન્દ્રીય બજેટ 2025-26 ગુજરાત માટે કેટલું ફાયદાકારક? વાંચો અહેવાલ

આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં નામાકંન દાખલ કરાયું

વર્ષાબેન હિતેશભાઈ ગોંડલીયા એ ગોંડલ તાલુકા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ ઠુંમર તેમજ સુલતાનપુર ગામનાં આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં નામાકંન દાખલ કરવામાં આવ્યું હતું તેમજ અન્ય ઉમેવારોએ પણ ગોંડલ તાલુકા મામલતદાર આર. બી.ડોડીયાને વારાફરતી નામાંકરણ રજૂ કર્યું હતું. નોંધનીય છે કે, ફોર્મ ખેંચવાનું 4 ફેબ્રુઆરી બપોરે 3 વાગ્યા સુધીમાં છે. નોંધનીય છે કે, સુલતાનપુર બેઠક પર 2021 માં મંજુલાબેન દામજીભાઇ ગોંડલિયા સુલતાનપુરના સરપંચ તરીકે ચૂંટાયા હતા જેમણે હાલ તાલુકા પંચાયતની સીટમાંથી 2022માં રાજીનામુ આપ્યું હતું ત્યારથી તાલુકા પંચાયત સુલતાનપુરની સીટ ખાલી પડી હતી.

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
BJP vs congressby-electionschandaniben golgondal newsGondal taluka panchayatGujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsLatest Gujarati Newsnalinaben kumjadiyaSultanpur seatSultanpur Seat by-electionvarshaben Gondaliya
Next Article