Gopalbhai Italia : કોંગ્રેસ નેતાઓના નિવેદન સામે ગોપાલભાઈ ઇટાલિયાનો વળતો પ્રહાર!
- સરકારે જાહેર કરેલા રાહત પેકેજ પર AAP MLA Gopalbhai Italia ના પ્રહાર
- ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાએ રાહત પેકેજને મજાક ગણાવી
- "ખેડૂતોને ખર્ચો પણ ના નીકળે તે પ્રમાણે રાહત પેકેજ આપ્યું"
- કોંગ્રેસ નેતાઓના પ્રહાર સામે MLA ગોપાલભાઈ ઈટાલિયાનો વળતો પ્રહાર
- આવું કરવા કરતા ખેડૂતોના મુદ્દે લડાઈ લડવી જોઈએ : ગોપાલભાઈ ઇટાલિયા
Rajkot : કમોસમી વરસાદના કારણે પાક નષ્ટ થતાં ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. ત્યારે સરકારે ખેડૂતોની સ્થિતિ સમજી ગઈકાલે રૂ. 10 હજાર કરોડનાં રાહત પેકેજની (Farmer Relief Package) જાહેરાત કરી હતી. રાજ્ય સરકારની આ જાહેરાત બાદ વિપક્ષી પાર્ટીઓ કોંગ્રેસ (Congress) અને આમ આદમી પાર્ટી (AAP) નાં નેતાઓ દ્વારા સતત આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે. આ વચ્ચે આપ ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાની (Gopalbhai Italia) પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે આ રાહત પેકેજને માત્ર એક મજાક ગણાવી છે. તેમણે કહ્યું કે, ખેડૂતોનો ખર્ચો પણ ના નીકળે તે પ્રમાણે રાહત પેકેજ આપ્યું છે. આ સાથે ગોપાલભાઈ ઈટાલિયાએ કોંગ્રેસ પાર્ટી પર પણ નિશાન સાધ્યું હતું.
આ પણ વાંચો - રેશન દુકાનદારોનો રોષ ફાટ્યો ! પ્રહલાદભાઈ મોદી એ 50% સમિતિ હાજરી પરિપત્ર સામે આંદોલનની ચીમકી આપી
ખેડૂતોને ખર્ચો પણ ના નીકળે તે પ્રમાણે રાહત પેકેજ આપ્યું : Gopalbhai Italia
ગઈકાલે ગુજરાત રાજ્ય સરકારે માવઠાનો માર સહન કરી રહેલા ખેડૂતો માટે રાહત પેકેજની જાહેરાત કરી હતી. જે અંગે આપ નેતા અને વિસાવદર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની (Gopalbhai Italia) પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે, આ રાહત પેકેજને માત્ર એક મજાક ગણાવી હતી. તેમણે કહ્યું કે, ખેડૂતોને ખર્ચો પણ ના નીકળે તે પ્રમાણે રાહત પેકેજ આપ્યું છે. માત્ર 2 હેક્ટર નહીં, ખેડૂતોની તમામ નુકસાની આપવી જોઈએ. આ સાથે તેમણે કહ્યું કે, સરકારે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવા જોઈએ.
આ પણ વાંચો - CM પટેલ સરદારની 150મી જન્મજયંતીએ Junagadh થી કરશે યુનિટી માર્ચનો ધ્વજારોહણ !
'ગુજરાતના 54 લાખ ખેડૂત અમારા માં-બાપ છે'
બીજી તરફ કિસાન આક્રોશ રેલી દરમિયાન કોંગ્રેસનાં (Congress) નેતાઓ દ્વારા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા. જે અંગે પણ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ગુજરાતના 54 લાખ ખેડૂત અમારા માં બાપ છે. અમે ખેડૂતોના મુદ્દે લડાઈ લડવા માટે નીકળ્યા છીએ. હું ધારાસભ્ય બન્યો ત્યારથી કોંગ્રેસ મારી સામે પડી છે. આવું કરવા કરતા ખેડૂતોના મુદ્દે લડાઈ લડવી જોઈએ.
આ પણ વાંચો - Cyber Crime : ગુજરાત સાઇબર સેન્ટર ઓફ એક્સલન્સને મોટી સફળતા, પાક. એકાઉન્ટમાં 10 કરોડ ટ્રાન્સફર થયા!