કેન્દ્રીય આરોગ્ય મંત્રીની મુલાકાત, ત્રીજી લહેર પર કહી દીધી મોટી વાત!
કેન્દ્રના આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ રાજકોટમાં AIIMSની મુલાકાત લીધી. કેબિનેટ કક્ષાના મંત્રી અને ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ મનસુખ માંડવિયા તથા પરશોત્તમ રૂપાલા 2
દિવસ ગુજરાતની મુલાકાતે છે.
કોરોનાના થર્ડ વેવનો ડાઉન ફોલ: મનસુખ માંડવિયા
પરાપીપળીયા ખંઢેરી ખાતે આવેલી એઈમ્સના કેમ્પસમાં મનસુખ માંડવિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, 'કોરોનાની
ત્રીજી લહેર હવે શાંત પડી રહી છે પરંતુ ત્રીજી લહેરમાં દવાની ખપત 4 ગણી વધી ગઈ છે, જેથી
હોસ્પિટલ સાથે દવાઓ અને વેક્સિન સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવાના પ્રયત્નો
હાથ ધરવામાં આવ્યા છે'.
કેન્દ્રીય આરોગ્ય મંત્રીની AIIMS મુલાકાત
હજુ 2 નવી વેક્સિન આવવાની શક્યતા હોવાનું પણ તેમણે જણાવ્યું
હતું. રાજકોટ એઈમ્સ હોસ્પિટલની મુલાકાતે આવેલા
આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ એઈમ્સના બાંધકામની પણ સમીક્ષા કરી હતી અને તેમની સાથે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા પણ હાજર હતા.
મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, 'દેશના 96 ટકા નાગરિકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે'. જો કે બીજી
લહેરમાં દવાની ખપત 3 ગણી હતી. એવી જ સ્થિતિ ત્રીજી લહેરમાં પણ ઉદભવી છે. પરંતુ તેને પહોંચી
વળવા માટે હવે વેક્સિન સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.'


