Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Groundnut Oil : મગફળીની મોટા પ્રમાણમાં આવક છતાં સિંગતેલમાં ભાવ વધારો

 Groundnut Oil: સિંગતેલના ભાવમાં પાંચ દિવસમાં 40 રૂપિયાનો વધારો થયો વરસાદના કારણે કાચા માલની અછતના પગલે ભાવ વધ્યાનું ઓઇલ મીલરોનું રટણ ખેડૂતોની મગફળી સસ્તા ભાવે વેચાઇ અને સિંગતેલના ડબ્બાના ભાવમાં વધારો  Groundnut Oil: રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં એક બાજુ મગફળીની...
groundnut oil   મગફળીની મોટા પ્રમાણમાં આવક છતાં સિંગતેલમાં ભાવ વધારો
Advertisement
  •  Groundnut Oil: સિંગતેલના ભાવમાં પાંચ દિવસમાં 40 રૂપિયાનો વધારો થયો
  • વરસાદના કારણે કાચા માલની અછતના પગલે ભાવ વધ્યાનું ઓઇલ મીલરોનું રટણ
  • ખેડૂતોની મગફળી સસ્તા ભાવે વેચાઇ અને સિંગતેલના ડબ્બાના ભાવમાં વધારો

 Groundnut Oil: રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં એક બાજુ મગફળીની મોટા પ્રમાણમાં આવક થઇ છે. જેમાં બીજી તરફ સિંગતેલના ભાવમાં પાંચ દિવસમાં 40 રૂપિયાનો વધારો થયો છે. ત્યારે વરસાદના કારણે કાચા માલની અછતના પગલે ભાવ વધ્યાનું વેપારીઓને ઓઇલ મીલરોનું રટણ છે.

Advertisement

પાંચ દિવસ પહેલા સિંગતેલના ભાવ રૂપિયા 2250 થી 2300 હતો

પાંચ દિવસ પહેલા સિંગતેલના ભાવ રૂપિયા 2250 થી 2300 હતો. જેમાં આજે સિંગતેલનો ભાવ વધીને 2220 2340 થયો છે. ખેડૂતોની મગફળી સસ્તા ભાવે વેચાઇ રહી છે તો બીજી તરફ સીંગતેલના ડબ્બાના ભાવમાં વધારો થઇ રહ્યો છે.

Advertisement

 Groundnut Oil: રોજ રૂપિયા 10 લેખે ચાર દિવસમાં રૂપિયા 40નો કૃત્રિમ વધારો

ગુજરાતમાં આ વર્ષે 22 લાખ હેક્ટરમાં વિક્રમી વાવેતરના પગલે મગફળીનો અંદાજે 66 લાખ ટનનો મબલખ પાક ઉતર્યો છે. જેમાં ખેડૂતો હાલ માર્કેટમાં નીચા ભાવે મગફળી વેચી રહ્યા છે. મગફળીના ભાવમાં પ્રતિ મણ આશરે રૂપિયા. 100થી 150 જેટલો વધુ ઘટાડો થયો છે ત્યારે બીજી તરફ તેલલોબીએ રોજ રૂપિયા 10 લેખે ચાર દિવસમાં રૂપિયા 40નો કૃત્રિમ વધારો નફાખોરી માટે વધારી દીધો છે.

opening Bhavnagar Marketing Yard huge income of groundnut good price among the farmers is happy

Gujarat: મગફળી સસ્તી થવા સાથે સિંગતેલ સસ્તુ થવું જોઈએ

રાજકોટ યાર્ડમાં 4 દિવસ પહેલા પ્રતિ મણ મગફળી રૂ.890થી 1300ના ભાવ ખેડૂતોને મળ્યા હતા. આ ભાવ ઘટીને રૂ. 721થી મહત્તમ રૂ. 1250 સુધી થયા છે. આમ, મગફળી સસ્તી થવા સાથે સિંગતેલ સસ્તુ થવું જોઈએ તેના બદલે ઉલ્ટુ તેમાં 4 દિવસથી કોઈ દેખીતા પરિબળો વગર ભાવ વધારો ઝીંકાઈ રહ્યો છે. દરમિયાન સૌરાષ્ટ્રમાં મગફળીના તૈયાર થયેલા પાક ઉપર જ્યાં સંગ્રવાની પુરતી સગવડ નથી ત્યાં મગફળીના પાથરા સતત વરસાદી માહૌલથી સડવા લાગ્યા છે. તે ઉપાડવા માટે મજુરનો ભાવ પણ વધી ગયો છે અને ડિઝલની મોંઘવારીથી થ્રેસરના ભાડા પણ વધ્યા છે.

આ પણ વાંચો: Australian Players: હોટેલનું ભોજન ખાધા પછી ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ બીમાર પડ્યા

Tags :
Advertisement

.

×