Gujarat : આ શહેરમાં પહેલી સાયબર સેન્ટીનલ લેબનું નિર્માણ કરાયું
- પોલીસ દ્વારા લોક ભાગીદારીથી સાયબર સિક્યુરિટી સોસાયટી નામનું ટ્રસ્ટ બનાવવામાં આવ્યું
- આધુનિક સોફટવેરની મદદથી સાઇબર ગાઠિયા સામે થશે કાર્યવાહી
- આ લેબમાં સવા કરોડની કિંમતના 8 સોફ્ટવેર ખરીદવામાં આવ્યાં છે
Gujarat : આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી સાયબર ક્રાઈમની ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગુનેગારોને જાણે કોઈનો ડર ન હોય તેવુ લાગી રહ્યું છે. લોકોને સાયબર ક્રાઈમનો શિકાર બનાવવા માટે સાયબર માફિયાઓ અલગ અલગ મોડસ ઓપરેન્ડીઓ બનાવી રહ્યાં છે. ત્યારે આ સાયબર માફિયાઓ સુધી પહોંચવા માટે રાજકોટમાં ગુજરાતની પહેલી સાયબર સેન્ટીનલ લેબ તૈયાર કરવામાં આવી છે. જેની મદદથી ગુનેગારોને શોધવામાં મદદ મળશે.
શહેર એસીપી સાયબર ક્રાઇમ અને 8 ઉદ્યોગપતિઓનો સમાવેશ કરવામાં આવ્યો
રાજકોટ પોલીસ દ્વારા લોક ભાગીદારીથી સાયબર સિક્યુરિટી સોસાયટી નામનું ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે. જેમાં 12 ટ્રસ્ટીઓની નિયુક્ત કરાયા છે. જેમાં રાજકોટ શહેર પોલીસ કમિશનર, રાજકોટ શહેર જોઈન્ટ પોલીસ કમિશનર, રાજકોટ ડીસીપી ક્રાઇમ તેમજ રાજકોટ શહેર એસીપી સાયબર ક્રાઇમ અને 8 ઉદ્યોગપતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ લેબ બનાવવા માટે 4 કરોડ 26 લાખ 4 હજાર રૂપિયાનું ડોનેશન ભેગુ કરવામાં આવ્યું હતું અને આ ડોનેશનમાંથી આ લેબ બનાવવામાં આવી છે.
આ લેબમાં સવા કરોડની કિંમતના 8 સોફ્ટવેર ખરીદવામાં આવ્યાં છે
આ લેબમાં સવા કરોડની કિંમતના 8 સોફ્ટવેર ખરીદવામાં આવ્યાં છે. આ સોફ્ટવેરનો ઉપયોગ હાર્ડ ડિસ્કમાંથી ડેટા રિકવર કરાશે, મોબાઈલ ફોરેન્સિક અને સોશિયલ ડેટા મેળવવવા માટે ઉપયોગ કરવામાં આવશે. આ સોફ્ટવેરની મદદથી કોઈપણ ડિવાઈસનો ડેટા મેળવી શકાશે. આ 8 સોફ્ટવેર સિવાય પણ બીજા ઘણા સોફ્ટવેર ખરીદવામાં આવ્યાં છે. જેના થકી સાયબર ક્રાઇમને લગતુ રીસર્ચ અને ડેવલોપમેન્ટ, સાયબર ક્રાઈમના ગુના વિશે માહિતી મેળવી શકાશે.
આ લેબની મદદથી સાયબર માફિયાઓ સુધી પહોંચવામાં ખુબ જ મદદ મળશે
રાજકોટ સાયબર સેન્ટીનલ લેબમાં અત્યારે 14 લોકોની નિમણુક કરવામાં આવી છે. જેમાં 10 પોલીસ કર્મચારીઓ, એક પીઆઈ અને 3 પીએસઆઈનો સમાવેશ થાય છે સાથે 3 સાયબર એક્સપર્ટની પણ કોન્ટ્રાક્ટ પર ભરતી કરવામાં આવી છે. આ લેબમાં સ્માર્ટ રેક સર્વર રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. જેથી લેબની સિસ્ટમ હેક થવાની કે પછી વાયરસની શક્યતા ન રહે. આ લેબની વિશેષતાની વાત કરીએ તો આ લેબમાં ટેબ્લો પોર્ટેબલ ઇમેજર કીટ વસાવવામાં આવી છે. જેનું કામ ડેટા ક્લિનિંગ, હાઈસ્પીડ ડેટા ટ્રાન્સફર, ડેટા ઈન્ટિગ્રિટી અને હેશિંગ, મલ્ટિ-ઈન્ટરફેસસપોર્ટ અને લાઈવનું છે. આમ આ લેબની મદદથી સાયબર માફિયાઓ સુધી પહોંચવામાં ખુબ જ મદદ મળશે.
આ પણ વાંચો: Gujarat Local body election 2025: 215 બેઠકો બિનહરીફ જીતી, બાકીની બેઠકો માટે 16મીએ મતદાન


