UCC: ‘ગુજરાત સરકારના નિર્ણયને આવકારીએ છીએ’ UCC મુદ્દે ધારાસભ્ય ડૉ.દર્શીતા શાહનું નિવેદન
- ભાજપ શાસિત રાજ્યોમાં UCC લાગુ કરવામાં આવશે:ડૉ.દર્શીતા શાહ
- તમામ નગરિકોને સમાન હક્ક અને કાયદો લાગુ પડશે:ડૉ.દર્શીતા શાહ
- અશાંતધારાનો જે રીતે નિયમ છે તેની જરૂરીયાત મુજબ અમલવારી લાગશેઃ ડૉ.દર્શીતા શાહ
Uniform Ciivil Code: ગુજરાતમાં હવે UCC લાગુ કરવાની તમામ તૈયારી શરૂ થઈ ગઈ છે, ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે તેના માટે એક કમિટીની પણ રચના કરવામાં આવી છે. આ કમિટીના અધ્યક્ષ નિવૃત્ત સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ રંજના દેસાઈ રહેવાની છે. 5 સભ્યોની આ કમિટી 45 દિવસમાં રિપોર્ટ રજૂ કરશે, જેના આધારે રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય લેતી રહેશે. રસપ્રદ વાત એ છે કે, રંજના દેસાઈ પહેલાં ઉત્તરાખંડમાં પણ UCCની કમિટીમાં સામેલ હતાં. આ કમિટીમાં પૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકોર, પૂર્વ IAS અધિકારી સી.એલ મીણા, એડવોકેટ આર.સી કોડેકર, અને સામાજિક કાર્યકર ગીતા શ્રોફ પણ સામેલ થશે.
આ પણ વાંચો: Uniform Civil Code મુદ્દે ગુજરાત સરકારની મહત્વપૂર્ણ જાહેરાત
45 દિવસમાં આ કમિટી રિપોર્ટ રજૂ કરશેઃ ડૉ.દર્શીતા શાહ
મહત્વની વાત એ છે કે, UCC મુદ્દે ધારાસભ્ય ડૉ.દર્શીતા શાહનું નિવેદન સામે આવ્યું છે. ધારાસભ્ય ડૉ.દર્શીતા શાહે કહ્યું કે, ‘ગુજરાત સરકારના નિર્ણયને આવકારીએ છીએ’, વધુમાં કહ્યું કે, 45 દિવસમાં આ કમિટી રિપોર્ટ રજૂ કરશે, ભાજપ શાસિત રાજ્યોમાં UCC લાગુ કરવામાં આવશે અને તમામ નગરિકોને સમાન હક્ક અને કાયદો લાગુ પડશે. આ સાથે સાથે અશાંતધારાનો જે રીતે નિયમ છે તેની જરૂરીયાત મુજબ અમલવારી લાગશે.’ વધુમાં તેમણે કહ્યું કે, 18 વર્ષ કરતા નાની ઉંમરમાં લગ્ન થતા તેમાં આ કાયદાને કારણે સમાન થશે. આ સાથે બહુ પત્નીત્વ જેવા કાયદાને કારણે નારીઓનું શોષણ થતું અટકી જશે.
આ પણ વાંચો: UCC નવો કાયદો નહીં પરંતુ બંધારણની મૂળ ભાવનાનો અર્ક છે: હર્ષભાઇ સંઘવી
"તમામ નગરિકોને સમાન હક્ક અને કાયદો લાગુ પડશે:ડૉ.દર્શીતા શાહ
આ સાથે કમિટીની વાત કરવામાં આવે તો, યુસીસી કઇ રીતે લાગુ કરી શકાય કે જેથી કોઇની ભાવનાને નુકસાન ન પહોંચે અને સમગ્ર રાજ્યમાં કાયદો લાગુ કરી શકાય અને તેના કેવા નિયમો હોવા જોઇએ તે અંગે સરકાર દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીના વડા સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ રંજના દેસાઇનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સામાજિક તાણાવાણાને સમજવા માટે સામાજિક કાર્યકર ગીતા શ્રોફનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દક્ષેશ ઠાકર (પૂર્વ ચાન્સેલર), આર.સી કોડેકર (એડ્વોકેટ) અને સી.એલ મીણા (પૂર્વ આઇએએસ)નો સમાવેશ કરવામાં આવ્યો છે.
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


