Gujarat: પનીર ચીલીમાં વંદો નીકળતા નડિયાદ કોર્પોરેશને હોટલ સીલ કરી
- Gujarat: વલ્લભનગર ચોકડી પાસે આવેલ રવિન્દ્ર નાનકિંગ નામની હોટલ સીલ
- પનીર ચીલીમાંથી વંદો નીકળવા ઉપરાંત હોટલમાં ગંદકી પણ મળી આવી
- ગ્રાહક દ્વારા ઓર્ડર કરવામાં આવેલ પનીર ચીલીમાં મરેલો વંદો મળ્યો હતો
Gujarat: પનીર ચીલીમાં વંદો નીકળતા નડિયાદ કોર્પોરેશને હોટલ સીલ કરી છે. જેમાં વલ્લભનગર ચોકડી પાસે આવેલ રવિન્દ્ર નાનકિંગ નામની હોટલ સીલ કરાઇ છે. પનીર ચીલીમાંથી વંદો નીકળવા ઉપરાંત હોટલમાં ગંદકી પણ મળી આવી હતી. તેમાં ગ્રાહક દ્વારા ઓર્ડર કરવામાં આવેલ પનીર ચીલીમાં મરેલો વંદો મળ્યો હતો. પેક કરાવેલ ઓર્ડર ઘરે જઈ ખોલતા અંદરથી મરેલો વંદો નિકળ્યો હતો.
કોર્પોરેશનની ટીમે તુરંત સ્થળ પર આવી તપાસ કરી હોટલ સીલ કરી
નડિયાદ નગર પાલિકાના પૂર્વ કારોબારી ચેરમેનના ભાઈના ઓર્ડરમાં જ આવી બેદરકારી સામે આવતા હોટલ માલિક પર ગાજ વરસી છે. જેમાં કોર્પોરેશનની ટીમે તુરંત સ્થળ પર આવી તપાસ કરી હોટલ સીલ કરી છે. નડિયાદ શહેરના વલ્લભનગર ચોકડી પાસે આવેલી જાણીતી હોટલ રવીન્દ્ર નાનકિંગ પર ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવા બદલ નડિયાદ નગરપાલિકાએ કડક પગલાં લીધાં છે અને હોટલને સીલ મારી દીધું છે. એક ગ્રાહકે ઓર્ડર કરેલી પનીર ચીલીની વાનગીમાં મરેલો વંદો નીકળતાં આ સમગ્ર બેદરકારીનો પર્દાફાશ થયો હતો.
રસોડામાં પણ અતિશય ગંદકી અને અસ્વચ્છતા જોવા મળી
ગ્રાહક દિવ્યેશ બ્રહ્મભટ્ટ દ્વારા આ હોટલમાંથી પનીર ચીલીનો ઓર્ડર પાર્સલ કરાવવામાં આવ્યો હતો. જ્યારે તેઓ ઘરે જઈને પાર્સલ ખોલ્યુ ત્યારે તેની અંદરથી મરેલો વંદો મળ્યો હતો, જેના પગલે તેઓ ચોંકી ઊઠ્યા હતા. ગ્રાહક દ્વારા આ અંગે તરત નગરપાલિકામાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ગ્રાહકની ફરિયાદ મળતાની સાથે જ નડિયાદ નગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ અને સેનિટરી ઇન્સ્પેક્ટર સ્થળ પર દોડી ગયા હતા. ટીમે હોટલના રસોડા અને અન્ય જગ્યાની તપાસ કરી હતી. જેમાં તપાસ દરમિયાન તેમને માત્ર વાનગીમાં વંદો જ નહીં, પરંતુ રસોડામાં પણ અતિશય ગંદકી અને અસ્વચ્છતા જોવા મળી હતી.
આ પણ વાંચો: Gujarat સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ-AAP ગઠબંધન નહીં કરે


