Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat : લોકસાહિત્યકાર દેવાયત ખવડ પર હુમલાના કેસમાં નવો વળાંક

પોલીસે ફરિયાદ નહીં નોંધતા ખવડે હાઇકોર્ટમાં અરજી કરી
gujarat   લોકસાહિત્યકાર દેવાયત ખવડ પર હુમલાના કેસમાં નવો વળાંક
Advertisement
  • લોકસાહિત્યકાર દેવાયત ખવડ પહોંચ્યા હાઇકોર્ટના શરણે
  • પોલીસે ફરિયાદ નહીં નોંધતા ખવડે હાઇકોર્ટમાં કરી અરજી
  • મુદ્દામાલ શોધી, પરત કરવા પોલીસને નિર્દેશ આપવાની માગ

Gujarat : લોકસાહિત્યકાર દેવાયત ખવડ પર હુમલાના કેસમાં નવો વળાંક આવ્યો છે. જેમાં લોકસાહિત્યકાર દેવાયત ખવડ હાઇકોર્ટના શરણે પહોંચ્યા છે. જેમાં પોલીસે ફરિયાદ નહીં નોંધતા ખવડે હાઇકોર્ટમાં અરજી કરી છે. ત્યારે આરોપીઓ સામે ફરિયાદ નોંધવા ખવડે હાઇકોર્ટમાં અરજી કરતા ચર્ચાનો વિષય શરૂ થયો છે. અરજીમાં મુદ્દામાલ શોધી, પરત કરવા પોલીસને નિર્દેશ આપવાની માગ કરાઇ છે. કસૂરવાર પોલીસ અધિકારીઓ સામે પણ કાર્યવાહી થાય તેવી રજૂઆત કરી છે. આગામી દિવસોમાં ખવડની અરજી પર સુનાવણી હાથ ધરાશે.

અગાઉ ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડ વિવાદોમાં રહી ચુક્યા છે

અગાઉ ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડ વિવાદોમાં રહી ચુક્યા છે. ત્યારે લોકસાહિત્યકાર દેવાયત ખવડે એક જ દિવસમાં બે કાર્યક્રમ બૂક કરી લેતા બબાલ થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું હતુ. જો કે, તે મામલે ચોક્કસ કોઈ વિગતો સામે આવી નહોતી. પરંતુ એક કાર્યક્રમ બાદ બીજા કાર્યક્રમમાં ન જતા બબાલ થઈ હતી. એટલું જ નહીં પરંતુ દેવાયત ખવડની ગાડી પર હુમલો થયો હોવાનું પણ સામે આવ્યું હતી.

Advertisement

દેવાયત ખવડે એક જ દિવસમાં બે અલગ-અલગ કાર્યક્રમો માટે બૂક કરાયા

માહિતી પ્રમાણે, દેવાયત ખવડે એક જ દિવસમાં બે અલગ-અલગ કાર્યક્રમો માટે બૂક કરાયા હતા, જેના કારણે આ વિવાદ થયો હોવાનું સામે આવ્યું હતું. આ વિવાદને કારણે હવે તેમના પર આક્ષેપો થઈ રહ્યા છે. આ વિવાદ અંગે, ગુજરાત ફર્સ્ટ પાસે એક ઓડિયો ક્લિપ પ્રાપ્ત થયો છે, જેમાં આયોજક ભગવસિંહ ચૌહાણ દેવાયત ખવડ ઉપર ગંભીર આક્ષેપો લગાવતા બોલતા સાંભળાઈ રહ્યા છે.

Advertisement

દેવાયત ખવડની ગાડી પર હુમલાને આયોજકે નકાર્યો

આયોજક ભગવતસિંહ ચૌહાણે સનસનીખેજ આરોપ લગાવ્યો છે. ઓડિયોમાં આયોજકે ડાયરા સ્થળ પર જ 8 લાખ રુપિયા આપ્યાની વાત કરી છે. આયોજકે કહ્યું કે, મારા પિતાની પૂણ્ય તિથિ પર 21 તારીખે પ્રોગ્રામ રાખવાનો હતો. પરંતુ દેવાયત ખવડે પોતે 20 તારીખે ડાયરો રાખી દીધો, જેના કારણે તેમને દુશ્મનીનો સામનો કરવો પડ્યો. આ ઓડિયો ક્લિપમાં દેવાયત ખવડને આયોજકને ધમકી આપતા પણ સાંભળાય છે. તેમ છતાં, આયોજકએ દેવાયત ખવડના ગાડી પર થયેલા હુમલાને નકારી દીધું છે. દેવાયત ખવડે જણાવ્યું કે, “હું એફિડેવિટ કરેલો કાઠી દરબાર નથી,” વાયરલ ઓડિયો ક્લિપમાં સ્ટેજની ચિંતા ન કરવા પણ દેવાયત ખવડે આયોજકને ખાતરી આપી હતી.

આ પણ વાંચો: Somnath Jyotirling : મારી પાસે સોમનાથ શિવલિંગના અવશેષ - શ્રી શ્રી રવિશંકર

Tags :
Advertisement

.

×