Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Rain : રાજ્યમાં 24 કલાકમાં 148 તાલુકામાં મેઘમહેર, જાણો કયા કેટલો પડ્યો વરસાદ

24 કલાકમાં સૌથી વધુ ગોંડલમાં ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે આણંદના ખંભાતમાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો
gujarat rain   રાજ્યમાં 24 કલાકમાં 148 તાલુકામાં મેઘમહેર  જાણો કયા કેટલો પડ્યો વરસાદ
Advertisement
  • રાજકોટના ગોંડલમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો
  • ખંભાત, દસાડામાં 3-3 ઇંચ વરસાદ વરસ્યો
  • રાજકોટ, માંડલ, નડિયાદમાં અઢી ઇંચ વરસાદ

Gujarat Rain : ગુજરાત રાજ્યમાં 24 કલાકમાં 148 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં રાજકોટના ગોંડલમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે. ત્યારે ખંભાત, દસાડામાં 3-3 ઇંચ વરસાદ વરસ્યો છે. રાજકોટ, માંડલ, નડિયાદમાં અઢી ઇંચ વરસાદ પડ્યો છે. રાજ્યના 8 તાલુકામાં 2-2 ઇંચ વરસાદ વરસ્યો છે. તથા અન્ય તાલુકામાં અડધાથી દોઢ સુધીનો વરસાદ આવ્યો છે. રાજ્યમાં થન્ડરસ્ટ્રોર્મ એક્ટવિટિના ભાગ રૂપે કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે.

24 કલાકમાં સૌથી વધુ ગોંડલમાં ચાર ઈંચ વરસાદ વરસ્યો

ઉલ્લેખનીય છે કે 24 કલાકમાં સૌથી વધુ ગોંડલમાં ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે આણંદના ખંભાતમાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે રાજકોટના ગોંડલમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. આ સાથે ખંભાત અને સુરેન્દ્રનગરના દસાડામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. 24 કલાકના આંકડા પ્રમાણે આણંદના પેટલાદ, થાનગઢ, વસો, ધોળકા, નડિયાદ, રાજકોટમાં બે ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ 15 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે.

Advertisement

ગાજવીજ સાથે વરસાદ થતાં અનેક નીચાળવાળા વિસ્તાર જળમગ્ન

રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે. તથા સુરેન્દ્રનગરના દસાડામાં ત્રણ ઈંચ, રાજકોટ શહેરમાં પોણા ત્રણ ઈંચ, નડિયાદ અને થાનગઢમાં બે-બે ઈંચ વરસાદ વરસ્યો, અમદાવાદ જિલ્લાના ધોળકામાં બે ઈંચ, આણંદ જિલ્લાના પેટલાદમાં બે ઈંચ, વાંકાનેર, લખતર,વિરમગામમાં બે-બે ઈંચ,પાટણના સમી, રાજકોટના જેતપુરમાં પોણા બે ઈંચ અને ધંધુકા, ચોટીલા, બોટાદમાં સવા-સવા ઈંચ વરસાદ વરસ્યો છે. આ તમામ વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થતાં અનેક નીચાળવાળા વિસ્તાર જળમગ્ન થયા હતા.

Advertisement

આ પણ વાંચો: Billionaires List: આ 80 વર્ષીય વ્યક્તિ અબજોપતિઓની યાદીમાં ચમક્યા, વિશ્વના બીજા સૌથી ધનિક બન્યા

Tags :
Advertisement

.

×