Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Helmet News: હેલ્મેટની અમલવારીને લઈ સૌથી મોટા સમાચાર આવ્યા

Helmet News: રાજકોટ ભાજપ અગ્રણી અને પૂર્વ મંત્રી દ્વારા પત્ર લખવામાં આવ્યો
helmet news  હેલ્મેટની અમલવારીને લઈ સૌથી મોટા સમાચાર આવ્યા
Advertisement
  • Helmet News: રાજકોટ ભાજપ અગ્રણી અને પૂર્વ મંત્રી દ્વારા પત્ર લખવામાં આવ્યો
  • ગોવિંદભાઈ પટેલે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે
  • શહેરી વિસ્તારમાં હેલ્મેટના કાયદામાંથી મુક્તિ આપવામાં આવે

Helmet News: રાજકોટમાં હેલ્મેટની અમલવારીને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજકોટ ભાજપ અગ્રણી અને પૂર્વ મંત્રી દ્વારા પત્ર લખવામાં આવ્યો છે. તેમાં ગોવિંદભાઈ પટેલે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં શહેરી વિસ્તારમાં હેલ્મેટના કાયદામાંથી મુક્તિ આપવામાં આવે. તથા રાજ્યના મોટા શહેરોમાં 8 સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાતની અમલવારી કરવામાં આવશે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા હેલ્મેટની અમલવારી પહેલા પૂર્વમંત્રી દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે.

Biggest helmet drive in Ahmedabad on Navratri 2024 500 fine for leaving without helmet

Advertisement

રાજ્યમાં હેલ્મેટના કાયદાનો અમલ અલગ અલગ શહેરોમાં ફરજિયાત

રાજ્યમાં હેલ્મેટના કાયદાનો અમલ અલગ અલગ શહેરોમાં ફરજિયાત કરવામાં આવી રહ્યો છે, ત્યારે શહેરી વિસ્તારમાં આ કાયદાને રદ કરવા બાબતે અગાઉ પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. પત્રમાં તેમણે ગરમીના કારણે હેલ્મેટ પહેરીને વાહન ચલાવવું મુશ્કેલીરૂપ હોવાનું અને હેલ્મેટના કાયદાથી પ્રજા લૂંટાઈ રહી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ પોતાના પત્રમાં જણાવ્યું હતુ કે, શહેર વિસ્તારમાં હેલ્મેટ પહેરવું આરોગ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. તેમણે કારણ આપતા કહ્યું કે બપોરના સમયે જ્યારે 40 થી 45 ડિગ્રી તાપમાન હોય છે ત્યારે શહેરમાં કોઈપણ જગ્યાએ જવા માટે લોકોને 300 થી 400 મીટરના અંતરે ટ્રાફિક સિગ્નલો પર ઊભા રહેવું પડે છે. આ ગરમીમાં હેલ્મેટ પહેરવાથી તે જોખમકારક બની શકે છે.

Advertisement

Helmet News: પ્રજાની સુરક્ષાની વાતો કરનાર વ્યક્તિઓ એસી ચેમ્બરમાં બેસીને આ નિર્ણય લે છે

આ ઉપરાંત, ધીરુ ગજેરાએ પત્રમાં એમ પણ જણાવ્યું છે કે જો કોઈપણ મગજના ડોક્ટરનો અભિપ્રાય લેવામાં આવે તો તેઓ પણ કહેશે કે શહેર વિસ્તારમાં હેલ્મેટ પહેરવું જોખમી છે. તેમણે આ કાયદો બનાવનારા લોકો પર આક્ષેપ કરતા કહ્યું કે પ્રજાની સુરક્ષાની વાતો કરનાર વ્યક્તિઓ એસી ચેમ્બરમાં બેસીને આ નિર્ણય લે છે. જો તેઓ પોતે એક વખત ગરમીમાં જઈને આ પરિસ્થિતિનો અનુભવ કરે તો તેમને ખ્યાલ આવશે કે પ્રજા કેટલી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. પૂર્વ ધારાસભ્યએ પોતાના પત્રમાં વધુમાં ઉલ્લેખ કર્યો છે કે હેલ્મેટના નામે પ્રજા લૂંટાઈ રહી છે અને ગરમીમાં હેલ્મેટ પહેરવાથી લોકોને બીમારીઓનો પણ સામનો કરવો પડશે. એટલા માટે તેમણે મુખ્યમંત્રીને અપીલ કરી હતી કે આ નિર્ણય પર પુનર્વિચાર કરવામાં આવે અને શહેર વિસ્તારમાં હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપવામાં આવે.

આ પણ વાંચો: Surat News: એક જ રાતમાં 8 ગણેશ પંડાલમાં ચોરી, એક પંડાલમાં મૂર્તિને ખંડિત કરાતાં ભક્તોમાં રોષ

Tags :
Advertisement

.

×