Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Indranil Rajguru : પૂર્વ MLA ઇન્દ્રનીલ રાજયગુરૂ સાથે Gujarat first ની ખાસ વાતચીત

બંનેનાં રાજીનામાને લઈ ઇન્દ્રનીલ રાજયગુરૂ એ કહ્યું કે, કૂતરા ભસે છે કે સિંહની ડણક છે એ તો આગામી સમયમાં ખબર પડશે.
indranil rajguru   પૂર્વ mla ઇન્દ્રનીલ રાજયગુરૂ સાથે gujarat first ની ખાસ વાતચીત
Advertisement
  1. મોરબીમાં ચેલેન્જની રાજનીતિ મુદ્દે પૂર્વ ધારાસભ્ય Indranil Rajguru સાથે વાતચીત
  2. મોરબીમાં જે ચાલી રહ્યું છે તેને હલકી રાજનીતિ કહેવાય : ઇન્દ્રનીલ રાજયગુરૂ
  3. ચૂંટણીના ખર્ચમાં લોકોના નાણાં વેડફાય છે એનું શું?: ઇન્દ્રનીલ રાજયગુરૂ
  4. 'સૌરાષ્ટ્રમાં અનેક જગ્યા એ મેળા થાય તો રાજકોટમાં કેમ નહીં ?'

Rajkot : રાજકોટમાં ગુજરાત ફર્સ્ટની ટીમે (Gujarat first) કોંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરૂ (Indranil Rajguru) સાથે ખાસ વાતચીત કરી હતી. દરમિયાન, તેમણે મોરબીમાં (Morbi) ચેલેન્જની રાજનીતિ અને ચકડોળે ચડેલા રાજકોટ લોકમેળા (Rajkot Lok Mela) અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, મોરબીમાં જે ચાલી રહ્યું છે તેને હલકી રાજનીતિ કહેવાય. બંનેનાં રાજીનામાને લઈ ઇન્દ્રનીલ રાજયગુરૂ એ કહ્યું કે, કૂતરા ભસે છે કે સિંહની ડણક છે એ તો આગામી સમયમાં ખબર પડશે.

ભેંસાણ પહોંચવા માટે એકપણ રસ્તો સારો નથી તેની વાત કરો : ઇન્દ્રનીલ રાજયગુરૂ

રાજકોટમાં કોંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરૂ એ (Indranil Rajguru) ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત દરમિયાન મોટું નિવેદન આપ્યું. તેમણે મોરબીમાં ચાલી રહેલી ચેલેન્જ અને રાજીનામાની રાજનીતિ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, મોરબીમાં જે ચાલી રહ્યું છે તેને હલકી રાજનીતિ કહેવાય. આખા ગુજરાતનાં રસ્તાની વાત કરે છે અને મોરબીનાં રસ્તાનું શું ? ભેંસાણમાં રોડ-રસ્તાની હાલત જોવી જોઈએ. ભેંસાણ પહોંચવા માટે એકપણ રસ્તો સારો નથી તેની વાત કરોને...

Advertisement

આ પણ વાંચો - Morbi : ચેલેન્જ રાજનીતિ વચ્ચે કાંતિ અમૃતિયાનું વધુ એક નિવેદન, હવે વિકાસકામની Challenge!

Advertisement

'ગાડીનાં કાફલા લઈ રાજીનામા આપવા જવું એ માત્ર નાટક છે'

MLA કાંતિલાલ અમૃતિયા (MLA Kantilal Amrutiya) અને વિસાવદરનાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા (MLA Gopal Italia) નાં રાજીનામા અંગે ઇન્દ્રનીલ રાજયગુરૂએ કહ્યું કે, કૂતરા ભસે છે કે સિંહની ડણક છે એ તો આગામી સમયમાં ખબર પડશે. ચૂંટણીનાં ખર્ચમાં લોકોના નાણાં વેડફાય છે એનું શું? ગાડીનાં કાફલા લઈ રાજીનામા આપવા જવું એ માત્ર નાટક છે.

આ પણ વાંચો - Surat : સરાજાહેર જ્વેલર્સની દુકાનમાં 'લૂંટ વીથ મર્ડર' કેસમાં ઝડપાયેલા આરોપીનો વરઘોડો કઢાયો!

રાજકોટને ભાંગવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે :

આ સિવાય ચકડોળે ચડેલા રાજકોટ લોકમેળા (Rajkot Lok Mela) અંગે ઇન્દ્રનીલ રાજયગુરૂએ કહ્યું કે, રાજકોટને ભાંગવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં અનેક જગ્યા એ મેળા થાય તો રાજકોટમાં કેમ નહીં ? કોર્પોરેટરથી પાર્લામેન્ટ સુધી ભાજપના (BJP) જ માણસો છે. હું કલેક્ટરને વિનંતી કરીશ કે તકેદારી રાખી મેળાની મંજૂરી આપો. સાથે જ ભાજપના પ્રતિનિધિઓ પણ જાગે અને કલેક્ટરને સમજાવે. જણાવી દઈએ કે, રાજકોટ લોકમેળા માટે ફોર્મ ભરવાની ત્રીજી મુદત પણ પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે 238 પ્લોટમાંથી માત્ર 28 ફોર્મ ભરાઈને આવ્યા છે, જ્યારે એક પણ રાઇડ્સનું ફોર્મ ભરાયું નથી. રાજકોટમાં છેલ્લા 50 વર્ષનાં ઇતિહાસમાં આ પહેલીવાર છે.

આ પણ વાંચો - Bhavnagar : ઘર પાસે દારૂ પીવાની ના પાડતા ઇસમોએ મકાન પર પથ્થરમારો કર્યો, વાહનમાં તોડફોડ કરી