Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot: જેતપુરમાં પાલિકા ચૂંટણીમાં કાપા કાપી, પાલિકાના પૂર્વ પ્રમુખનું રાજકીય બલિદાન...

Rajkot: જેતપુર નગરપાલિકાની આગામી ચૂંટણીમાં ભાજપના પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલીયા અને મેન્ડેન્ટ ન આપતા પક્ષમાં ભારે ખળભળાટ મચ્યો હતો, આખરે આ ડેમેજ કંટ્રોલ થયો છે.
rajkot  જેતપુરમાં પાલિકા ચૂંટણીમાં કાપા કાપી  પાલિકાના પૂર્વ પ્રમુખનું રાજકીય બલિદાન
Advertisement
  1. પોતાની ટિકિટ કાપતા શું બોલ્યા સુરેશ સખરેલીયા
  2. જેતપુરનું રાજકારણ હવે પ્રદેશ લેવલ સુધી પહોંચ્યું
  3. જેતપુરમાં ભાજપ 42 સીટો પરથી લડશે ચૂંટણી

Rajkot: જેતપુર નગરપાલિકાની આગામી ચૂંટણીમાં ભાજપના પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલીયા અને મેન્ડેન્ટ ન આપતા પક્ષમાં ભારે ખળભળાટ મચ્યો હતો, આખરે આ ડેમેજ કંટ્રોલ થયો છે. જયેશ રાદડિયા પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલીયાને મનાવવામાં સફળ રહ્યા. જેતપુરમાં ભાજપ 42 સીટો પરથી લડશે ચૂંટણી. જેતપુરમાં ગઈકાલથી ભાજપમાં અપસેટ સર્જાયો હતો અને ભાજપમાં ભંગાણ સર્જવાની સ્થિતિ સર્જાય હતી. શનિવારના રોજ મામલતદાર ખાતે ભાજપના 44 સભ્યોએ ફોર્મ ભર્યું હતું અને જેમાંથી 42 ના જ મેન્ડેટ આવ્યા હતાં. જેમાં પૂર્વ પ્રમુખ સુરેશ સુરેશ સખેરેલીયા અને કલ્પેશ રાંકનું નામ કપાયું હતું. જે બાદ આ ઘટનાક્રમ બાદ પક્ષના 42 ઉમેદવારોએ સખરેલીયાને સમર્થન જાહેર કરી, પોતાની ઉમેદવારી પાછી ખેંચવાની ચીમકી ઉચ્ચારી હતી.

આ પણ વાંચો: ChhotaUdepur: નગરપાલિકાની ચૂંટણીમાં 142 ઉમેદવારો મેદાને, દરેકને છે જીતવાની આશા

Advertisement

14 ઉમેદવારો સાથે બંધ બારણે બેઠક યોજી

પરિસ્થિતિને કાબૂમાં લેવા ધારાસભ્ય જયેશ રાદડિયાએ ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ શરૂ કર્યો છે. તેમણે પોતાના નિવાસ સ્થાન બાદ પટેલ સમાજ વાડી ખાતે આજરોજ સખરેલીયા અને અન્ય આગેવાનો અને 14 ઉમેદવારો સાથે બંધ બારણે બેઠક યોજી હતી. જેમાં ડ્રેમેજ કંટોલ કર્યો હતો. જયેશ રાદડિયાએ નિવેદનમાં જણાવ્યું હતું કે.જેતપુરમાં ભાજપ પુરા ખતથી ચૂંટણી લડશે અને 42 સીટો પરથી ચૂંટણી લડશે. તેમજ વધુમાં જણાવ્યા હતું કે, ભાજપ પ્રદેશ દ્વારા મેન્ડેન્ટ આપવામાં આવેલા તમામ ઉમેદવારો ચૂંટણી લડશે અને તમેને નગરપાલિકા સુધી પહોંચાડી છું. રહી વાત પૂર્વ પ્રમુખની ટિકિટ કપાવાની જેમાં પ્રદેશથી આ ઘટના બની હોવાની સ્પષ્ટ વાત કરી હતી.

Advertisement

આ પણ વાંચો: રાજકોટ અને ખેડામાં આરોગ્ય વિભાગની તવાઈ! જાણીતી હોસ્પિટલો PMJAY માંથી સસ્પેન્ડ

ભાજપમાં જૂના-નવાના સમીકરણો બદલાવાની શક્યતા

સખરેલીયાએ આ મામલે ગંભીર આરોપ લગાવતાં જણાવ્યું કે, ભાજપ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોંરાટે અંગત રસ લઈ તેમની ટિકિટ કપાવી નાખી છે. તેમણે વધુમાં જણાવ્યું કે ધારાસભ્ય જયેશ રાદડિયા સાથેના તેમના નજીકના સંબંધોને કારણે તેઓ પ્રદેશ નેતૃત્વને ખટકતા હતા. જે બાદ સખરેલીયાએ સ્પષ્ટ કર્યું કે તેમને મેન્ડેટ ન મળ્યો તેનું દુઃખ નથી, પરંતુ તેઓ હજુ પણ ભાજપ અને રાદડિયા સાથે જોડાયેલા રહેશે. આગામી દિવસોમાં ચૂંટણી બાદ પ્રદેશ નેતૃત્વ વિરુદ્ધ ફરિયાદ કરવાની વાત કરતાં સખરેલીયાએ આરોપ મૂક્યો કે જેતપુરમાં ભાજપને નુકસાન પહોંચાડવા માટે આ ખેલ રચવામાં આવ્યો છે. આ ઘટનાક્રમથી જેતપુર ભાજપમાં જૂના-નવાના સમીકરણો બદલાવાની શક્યતા સર્જાઈ છે. આ ઘટનાક્રમે જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં રાજકીય માહોલ ગરમાવ્યો છે.અને આ વાત પ્રદેશ સુધી પહોંચી છે.

અહેવાલઃ હરેશ ભાલિયા, જેતપુર

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×