Gondal: Patidar અગ્રણી જીગીશા પટેલના વિરૂદ્ધમાં પત્ર વાયરલ, વાળ પકડીને સ્ટેજ પર લાવવાની ધમકી
- Gondal: સમગ્ર મુદ્દે જીગીશા પટેલે SPની મુલાકાત લઈ રજૂઆત કરી
- નનામી પત્રને લઈ જીગીશા પટેલે માંગ્યુ પોલીસ પ્રોટેક્શન
- ગોંડલમાં રાજુ સખીયાની ઓફિસે પત્ર મળ્યો છે
Gondal: પાટીદાર અગ્રણી જીગીશા પટેલના વિરૂદ્ધમાં પત્ર વાયરલ થયો છે. જેમાં જીગીશા પટેલના વાળ પકડીને સ્ટેજ પર લાવવાની ધમકી આપવામાં આવી છે. સમગ્ર મુદ્દે જીગીશા પટેલે SPની મુલાકાત લઈ રજૂઆત કરી છે. નનામી પત્રને લઈ જીગીશા પટેલે પોલીસ પ્રોટેક્શન માંગ્યુ છે. તેમજ જીગીશા પટેલે જણાવ્યું છે કે ગોંડલમાં રાજુ સખીયાની ઓફિસે પત્ર મળ્યો છે. નનામી પત્ર મુદ્દે કાયદાકીય પગલા ભરીશું. અમુક તત્વો દ્વારા મને ફોન કરી ધમકી આપવામાં આવે છે. SPને રજૂઆત કરી પ્રોટેક્શનની માંગ કરી તથા પ્રોટેક્શન ન મળે તો પણ હું આવા તત્વોથી ડરવાની નથી.
સર્વ જ્ઞાતિ સંમેલનના નામે રાજુ સખિયા સહિત કેટલાક પાટીદાર અગ્રણીઓને ચીમકી
ગોંડલમાં રાજુ સખિયાને મળેલા નનામા લેટર અંગે જિગીષા પટેલે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, લેટર લખનારમાં હિંમત હોય તો નામ અને એડ્રેસ તો લખાય. લેટર અંગે ફરિયાદ કેમ અને ક્યાંથી કરવી તે નક્કી કરાશે. તેમજ મે પોલીસ સુરક્ષા માંગી છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ગોંડલમાં હજુ પણ ગુંડારાજ છે. જેને નાબૂદ કરવું જોઈએ.
લેટરમાં જિગીષા પટેલનો ચોટલો પકડીને લાવવાની વાત
થોડા દિવસ અગાઉ પાટીદાર અગ્રણી રાજુ સખિયાને નનામો લેટર મળ્યો હતો. લેટરમાં જિગીષા પટેલનો ચોટલો પકડીને લાવવાની વાત છે. તેમજ સર્વ જ્ઞાતિ સંમેલનના નામે રાજુ સખિયા સહિત કેટલાક પાટીદાર અગ્રણીઓને ચીમકી ઉચ્ચારી છે.
Gondal: રાજુભાઈ સખીયાની ઓફીસે એક નનામો લેટર પણ આવેલ
પાટીદાર અગ્રણી જિગીષા પટેલે જણાવ્યું હતું કે, સાથે સાથે રાજુભાઈ સખીયાની ઓફીસે એક નનામો લેટર પણ આવેલ છે. એ લેટરમાં પાટીદાર સમાજ સિવાયના બીજા સમાજના લોકોને ભેગા કરી એક સંમેલન કરવાની વાત છે. એ સંમેલનની અંદર જીગીષા પટેલનો ચોટલો પકડી સ્ટેજ પર લાવવાના છીએ. એવી વાત છે. એ બાબતે અમે ફરિયાદ આપવા માટે ગયા હતા. એ ફરિયાદ માટે રાજુભાઈ સખીયા અરજી કરશે અથવા તો અમદાવાદથી હું પોતે ફરિયાદ કરીશ.
આગામી દિવસોમાં આ બાબતે અમે કાયદાકીય લડાઈ લડવાના છીએ
તેમજ આગામી દિવસોમાં આ બાબતે અમે કાયદાકીય લડાઈ લડવાના છીએ. આ નનામો જે લેટર આવેલ છે તે બાબતે હું લખનારને પણ કહું છું કે જો તમે એવા શૂરવીર હોવ તો કે તમે એક દીકરીનો ચોટલો પકડી બધા સમાજની વચ્ચે સ્ટેજ પર લાવી શકવાની તેવડ હોય તમારામાં તો તમારૂ એમાં નામ, એડ્રેસ, ફોન નંબર લખાય ને.
આ પણ વાંચો: Gujarat Rain: છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં 232 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ આ તાલુકામાં પડ્યો 8 ઇંચ વરસાદ


