Ram Mokaria : સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ મુદ્દે સાંસદ રામ મોકરિયાની તડાફડી!
- Rajkot માં રાજ્યસભાનાં સાંસદ Ram Mokaria ની તડાફડી
- આરોગ્ય કમિશનરની હાજરીમાં અધિકારીઓનો ઉધડો લીધો
- સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ મુદ્દે ઉધડો લીધો
- એમ્બ્યુલન્સ સારી હોવા છતાં ખરાબ બતાવવાનો પ્રયાસ!
- ગુજરાત ફર્સ્ટનાં રિયાલિટી ચેકમાં એમ્બ્યુલન્સ સારી હાલતમાં!
Rajkot : રાજ્યસભાનાં સાંસદ રામ મોકરિયા (Ram Mokaria) ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) એમ્બ્યુલન્સનાં ઉપયોગ બાબતે સાંસદ રામ મોકરિયાએ તડફડી બોલાવી હતી અને આરોગ્ય કમિશનરની હાજરીમાં જ અધિકારીઓનો ઉધડો લીધો હતો. સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સ સારી કન્ડિશનમાં હોવા છતાં તેની હાલત ખરાબ બતાવવાનો પ્રયાસ કરાયો હતો. આ અંગે ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા પણ રિયાલિટી ચેક (Gujarat First Reality Check) કરવામાં આવ્યું હતું, જેમાં એમ્બ્યુલન્સ સારી હાલતમાં હોવાનું જણાયું. જો કે, ઘણા સમયથી ઉપયોગ ન થતાં તેનાં ટાયરની હવા નીકળી ગઈ છે અને વાહન પર ધૂળ જામી છે.
આ પણ વાંચો - અંબાજીમાં રૂ. 7 હજાર ભરેલુ કવર સાણંદના 10 વર્ષના બાળકને મળ્યુ, જાણો પછી તેણે શું કર્યું?
Ram Mokaria એ આરોગ્ય કમિશનરની હાજરીમાં અધિકારીઓનો ઉધડો લીધો!
રાજકોટમાં (Rajkot) રાજ્યસભાનાં સાસંદ રામભાઈ મોકરિયા તેમના બેબાક અંદાજ અને નિવેદનો માટે જાણીતા છે. ત્યારે ફરી એકવાર સાંસદ રામ મોકરિયાએ તડાફડી બોલાવી છે. સિવિલ હોસ્પિટલમાં ઘણા સમયથી ધૂળ ખાઈ રહી એમ્બ્યુલન્સ મામલે આરોગ્ય કમિશનરની હાજરીમાં સાંસદ રામ મોકરિયાએ અધિકારીઓનો ઉધડો લીધો હતો. રિપોર્ટ અનુસાર, સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સનાં ઉપયોગ અંગે જ્યારે સવાલ પૂછવામાં આવ્યો તો અધિકારીઓ દ્વારા ઘણી એમ્બ્યુલન્સ ખરાબ હાલતમાં હોવાનું કહેવાયું હતું. ટાયર પંચર અને ફાટેલા ટાયર બદલવાને બદલે કન્ડમ ગણાવી હતી.
આ પણ વાંચો - Bharuch Dudhdhara Dairy Election: ભાજપના કેટલાક નેતાઓ મેન્ડેટની કરી રહ્યા છે ઐસીતૈસી
ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકમાં પણ એમ્બ્યુલન્સ સારી હાલતમાં!
આથી, એમ્બ્લ્યુલન્સ સારી અવસ્થામાં હોવા છતાં તેને ખરાબ બતાવવાનો પ્રયાસ કરાતો હોવાથી સાંસદ રામ મોકરિયાએ (Ram Mokaria) અધિકારીઓનો ઉઘડો લીધો હતો. આ મામલે જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા રિયાલિટી ચેક (Gujarat First Reality Check) કરવામાં આવ્યું ત્યારે એમ્બ્યુલન્સ સારી કન્ડિશનમાં હોવાનું સામે આવ્યું હતું. માત્ર ઘણા સમયથી એમ્બ્યુલન્સનો ઉપયોગ ન થતા તેનાં ટાયર ખરાબ હાલતમાં અને વાહનમાં ધૂળ જામી હોવાનું જણાયું હતું. ઉલ્લેખનીય છે કે સિવિલ હોસ્પિટલમાં સરકારી એમ્બ્યુલન્સની સુવિધા હોવા છતાં દર્દીઓ પ્રાઇવેટ એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવા મજબૂર થયા છે. આ મામલે હવે આગળ શું પગલાં લેવાશે તેનાં પર સૌની નજર છે.
આ પણ વાંચો - Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 158 તાલુકામાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી


