Navratri 2025 : ગરબા આયોજકોને જ્યોતિર્નાથ બાપુની ચેતવણી! કહ્યું- વિધર્મીઓને..!
- સનાતન ધર્મ સમિતિનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યોતિર્નાથ બાપુનું નિવેદન (Navratri 2025)
- જ્યોતિર્નાથ બાપુએ ગરબા આયોજકોને આપી ચેતવણી!
- વિધર્મીઓને મંડપ કે અન્ય કોન્ટ્રાક્ટ ન આપવામાં આવે : જ્યોતિર્નાથ બાપુ
- પાસ વિતરણમાં આધારકાર્ડનું ચેકિંગ કરવામાં આવે : જ્યોતિર્નાથ બાપુ
- ગરબાની અંદર આવતા દરેક વ્યક્તિને તિલક કરવામાં આવે : જ્યોતિર્નાથ બાપુ
Rajkot : નવરાત્રિ પર્વને (Navratri 2025) લઈ ગરબા આયોજકોને સનાતન ધર્મ સમિતિનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યોતિર્નાથ બાપુએ (Jyotirnath Bapu) ચેતવણી આપી છે. જ્યોતિર્નાથ બાપુએ કહ્યું કે, વિધર્મીઓને મંડપ કે અન્ય કોન્ટ્રાક્ટ આપવામાં ન આવે. પાસ વિતરણમાં પણ આધારકાર્ડનું ચેકિંગ કરવામાં આવે. સાથે જ ગરબાની અંદર આવતા દરેક વ્યક્તિને તિલક કરવામાં આવે.
આ પણ વાંચો - Devayat Khavad : દેવાયત ખવડે બંદુક બતાવી કેસ ન કરવાની આપી ધમકીઃ ધ્રુવરાજસિંહ
સનાતન ધર્મ સમિતિનાં જ્યોતિર્નાથ બાપુની ગરબા આયોજકોને ચેતવણી!
નવરાત્રિ જેવા (Navratri 2025) પવિત્ર પર્વમાં વિધર્મીઓ પ્રવેશબંધીની માગ વચ્ચે સનાતન ધર્મ સમિતિનાં (Sanatan Dharma Samiti) રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યોતિર્નાથ બાપુનું મોટું નિવેદન સામે આવ્યું છે. જ્યોતિર્નાથ બાપુએ ગરબા આયોજકોને ચેતવણી આપતા કહ્યું કે, વિઘર્મીઓને મંડપ કે અન્ય કોન્ટ્રાક્ટ ન આપવામાં આવે. ગરબા માટેનાં પાસનું વિતરણ કરતી વખતે આધારકાર્ડનું ચેકિંગ કરવામાં આવે. સાથે જ ગરબાની અંદર આવતા દરેક વ્યક્તિને તિલક કરવામાં આવે. જ્યોતિર્નાથ બાપુએ કહ્યું કે, અગાઉથી ચેતવણી આપીએ છીએ બાદમાં ન કહેતા કે ચેતવણી આપી નથી. નવરાત્રીનાં ગરબામાં વિધર્મીઓ દીકરીઓ સુધી ન પહોંચે તે માટે તકેદારી રાખવામાં આવે તેમ તેમણે જણાવ્યું છે.
આ પણ વાંચો - Ahmedabad Hit and Run : ઝાંસી BRTS પાસે 'હિટ એન્ડ રન' કેસના આરોપીનો કોર્ટ પરિસરમાં જ ટપલીદાવ!
અગાઉ ગરબા ક્લાસીસ મામલે પાટીદાર સમાજ આવ્યો હતો મેદાને!
નોંધનીય છે કે, આ પહેલા ગરબા ક્લાસીસ (Garba Classes) મામલે પાટીદાર સમાજ મેદાને આવ્યો હતો. મોરબીની પાટીદાર જનક્રાંતિ સભામાં (Patidar Janakranti Sabha) પાટીદાર સમાજનાં આગેવાનો ગાજ્યા હતા અને સમાજની યુવતીઓને જાળમાં ફસાવતા તત્વોને અટકાવવા દાંડિયા કલાસ બંધ કરાવવા માંગ ઉચ્ચારી હતી. કાર્યક્રમમાં MLA કાંતિ અમૃતિયા (MLA Kantilal Amrutiya), મનોજ પનારા, જ્યોત્સના ભીમાણી (Jyotsana Bhimani) સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. ઉપરાંત, આ મામલે ભાજપ નેતા અને PAAS અગ્રણી અલ્પેશ કથીરિયા અને કોંગ્રેસ નેતા ગીતા પટેલનું પણ નિવેદન સામે આવ્યું હતું. પાટીદાર આગેવાનોએ સમાજની સંસ્થામાં જ દાંડિયા ક્લાસ શરૂ કરવા તૈયારી પણ બતાવી હતી. પાટીદાર દીકરીઓ સુરક્ષિત સ્થળે ગરબા ક્લાસ કરે તેવી અપીલ કરાઈ હતી.
આ પણ વાંચો - BZ Group Scam : ભૂપેન્દ્રસિંહ ઝાલાની નિયમિત જામીન અરજી પર સુનાવણી, બચાવ પક્ષની દલીલ


