Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot માં પાટીદાર દિકરી ન્યાય માટે લગાવી રહી છે પુકાર

પાટીદાર દિકરી ન્યાય માટે પુકાર લગાવી રહી છે જેમાં પિતાના મોટાભાઇ મિલકત મામલે પરેશાન કરતા હોવાનો આક્ષેપ
rajkot માં પાટીદાર દિકરી ન્યાય માટે લગાવી રહી છે પુકાર
Advertisement
  • ભાજપ નેતા પર આરોપ લગાવનાર પીડિતાનું નિવેદન
  • પિતાના મોટાભાઇ મિલકત મામલે પરેશાન કરતા હોવાનો આક્ષેપ
  • ભાજપ નેતા હોવાથી પોલીસ ફરિયાદ ન લેવાતી હોવાનો આક્ષેપ

Rajkot News: પાટીદાર દિકરી ન્યાય માટે પુકાર લગાવી રહી છે. જેમાં પિતાના મોટાભાઇ મિલકત મામલે પરેશાન કરતા હોવાનો આક્ષેપ છે. તેમજ ભાજપ નેતા હોવાથી પોલીસ ફરિયાદ ન લેવાતી હોવાનો આક્ષેપ છે. ત્યારે પાટીદાર દિકરીએ વીડિયો બનાવી ફરિયાદ નોંધવા અપીલ કરી છે. મુંબઈથી દિકરીએ વીડિયોના માધ્યમથી પોલીસ પર પણ આક્ષેપ કર્યા છે.

પિતાના ભાઈએ મિલકત પડાવવા ઘરમાં ઘુસી હુમલો કર્યો

ઉલ્લેખનીય છે કે પાટીદાર દિકરીએ જણાવ્યું છે કે પિતાના ભાઈએ મિલકત પડાવવા ઘરમાં ઘુસી હુમલો કર્યો છે. પ્રોપર્ટી પડાવી લેવા માતા અને મને હેરાન કરવામાં આવે છે. મહિલાની જીંદગી જોખમમાં તેમ છતાં પોલીસ ફરિયાદ લેતી નથી. પિતાના ભાઈ ભાજપમાં છે તેથી પોલીસ ફરિયાદ લેતી નથી. બિપીન અમૃતિયા ભાજપના નેતા હોવાનો વીડિયોમાં ઉલ્લેખ કર્યો છે. દિકરીના પિતાના મૃત્યુ બાદ પિતાના ભાઈ પરેશાન કરે છે તેવા આક્ષેપ છે. પાટીદાર દિકરીની માતા રાજકોટમાં અને દિકરી મુંબઈમાં રહે છે. પરિવારના સભ્યો આવે છે તેના CCTV પણ દિકરીએ જાહેર કર્યા છે. એક તરફ પાટીદાર નેતાઓની સભા, બીજી તરફ દિકરી માગે ન્યાય!

Advertisement

ભાજપ નેતા પર આરોપ લગાવનાર દિકરીનું નિવેદન સામે આવ્યું

ભાજપ નેતા પર આરોપ લગાવનાર દિકરીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં દિકરીઓ જણાવ્યું છે કે દિનેશ અમૃતિયા જસદણ ભાજપના પ્રભારી છે. રાત્રે નોટિસ આપવાના નામે માતા પર હુમલો કર્યો છે. મારા પિતાની પ્રોપર્ટી પડાવવા કાવતરા કરી રહ્યા છે. મારી માતાની હત્યા કરી નાખવાનો ડર છે. અમને પોલીસ પ્રોટેક્શન જોઈએ. કાંતિ અમૃતિયા અને સાંસદ રૂપાલાને રજૂઆત પણ કરી છે. કોર્ટ કેસ ચાલુ છે કોર્ટ જે ચુકાદો આપશે તે અમને મંજૂર છે.

Advertisement

જાણો સમગ્ર મામલો શું છે

રાજકોટમાં એક પાટીદાર સમાજની વિધવા મહિલાને તેનાં જ પરિવારજનો દ્વારા હેરાનપરેશાન કરવામાં આવી રહી હોવાનો મામલો સામે આવ્યો છે. મુંબઈમાં રહેતી દીકરી ક્રિસ્ટીના પટેલે રડતાં રડતાં સોશિયલ મીડિયામાં વીડિયો અપલોડ કરી ન્યાયની માગ કરી છે. તેમજ આ અંગે રાજકોટ પોલીસ કમિશનરને અરજી પણ કરી છે. ક્રિસ્ટીનાના માતા અંજુબેન પરેશભાઈ અમૃતિયાએ પોલીસ કમિશનરને કરેલી અરજીમાં આનંદ દિનેશ અમૃતિયા, દિનેશ અમૃતભાઈ અમૃતિયા, બિપિન અમૃતિયા અને અશોક અમૃતિયાના નામ આપ્યા છે.

ક્રિસ્ટીનાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા વીડિયોમાં કહ્યું છે કે મોટા પપ્પા ભાજપમાં

ક્રિસ્ટીનાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા વીડિયોમાં કહ્યું છે કે મોટા પપ્પા ભાજપમાં છે, માટે પોલીસ ફરિયાદ નથી લેતી અને રાજકારણમાં હોય તો તમે શું કોઈને મારી પણ નાખી શકો છો.? રાજકારણનો આવો ખરાબ ફાયદો ન ઉઠાવવો જોઈએ, હવે તો મને એવું લાગી રહ્યું છે કે આ લોકોએ જ મારા પપ્પા (પરેશ અમૃતલાલ અમૃતિયા) ની હત્યા કરી નાખી હશે, હું શું કરું એ મને સમજ નથી આવતું. હું મુંબઈ રહું છું, મારી માતા રાજકોટ રહે છે. હું ગુજરાત પોલીસ પાસે એક્શનની અને મારી માતાની સલામતીની માગ કરું છું, આટલું તો પોલીસ કરી જ શકે.

આ પણ વાંચો: મુંબઈથી અમદાવાદ હવે માત્ર 2 કલાકમાં, Bullet Train અંગે રેલવે મંત્રીએ આપ્યું મોટું અપડેટ

Tags :
Advertisement

.

×