ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot: RTOની ફાસ્ટટ્રેક કામગીરીમાં ફેસલેસ સેવાનો 1.34 લાખ લોકોએ લાભ લીધો

રોડ અને ટ્રાન્સપોર્ટેશન વિભાગ દ્વારા મહત્તમ કામગીરી ફેસલેસ કરવામાં આવી
11:17 PM Jan 08, 2025 IST | SANJAY
રોડ અને ટ્રાન્સપોર્ટેશન વિભાગ દ્વારા મહત્તમ કામગીરી ફેસલેસ કરવામાં આવી
Rajkot RTO @ Gujarat First

Rajkot: 21 મી સદીમાં પરિવહન એ અતિ આવશ્યક સેવા છે. આપણી આસપાસ રોજબરોજ સતત માણસો અને સામાનનુ પરિવહન કરતા અનેક વાહનો જોવા મળે છે. જેને નિયંત્રિત કરતી ડ્રાઈવિંગ અને વાહન સંબંધી કામગીરી રિજિયોનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ એટલે કે આર.ટી.ઓ. દ્વારા કરવામાં આવે છે. ‘ડિજિટલ ઈંડિયા’ એ પ્રધાનમંત્રી નરેદ્ર મોદીનું વિઝન છે, જેમાં સરકારની અનેકવિધ સેવાઓને ડિજિટલ બનાવી સમય શક્તિ બચાવનો મુખ્ય હેતુ રહેલો છે. રોડ અને ટ્રાન્સપોર્ટેશન વિભાગ દ્વારા મહત્તમ કામગીરી ફેસલેસ કરવામાં આવી છે.

લાઇસન્સ અને વ્હીકલ સંબંધી સેવાઓનો ઘર બેઠા બહોળા પ્રમાણમાં લાભ

મુખ્યત્વે લાઇસન્સ અને વ્હીકલ સંબંધી સેવાઓનો ઘર બેઠા બહોળા પ્રમાણમાં લાભ મળે છે. રાજકોટ આર.ટી.ઓ. વિભાગ હેઠળ વર્ષ –૨૦૨૪ માં લાઇસન્સ સંબંધી સેવાઓ જેવી કે લર્નિગ લાઇસન્સ, ડુપ્લીકેટ લાઇસન્સ, લાઇસન્સ રીન્યુઅલ, નામ સરનામું બદલાવ સહિતની ૭૬,૨૫૬ અરજીઓ પૈકી ૭૫,૪૨૩ જેટલી અરજીઓ જયારે વાહન સંબંધી સેવાઓમાં આર.સી.માં ડુપ્લીકેટ, ઓનરશિપ, નામ, સરનામામાં ફેરફાર , તેમજ પરમીટ સંબંધી ૫૯,૨૨૫ જેટલી અરજીઓ પૈકી ૫૮,૬૧૮ ઓનલાઇન અરજીઓના નિકાલ સાથે કુલ ૧.૩૪ લાખ થી વધુ લાભાર્થીઓને ઘેર બેઠા સેવાનો લાભ મળ્યો હતો, જે કુલ ૯૮ % કામગીરી હોવાનું આર.ટી.ઓ. કેતન ખપેડે જણાવ્યું છે. વધુ વિગત આપતા તેઓએ જણાવ્યું છે કે, આર.ટી.ઓ દ્વારા નવા વાહનની રજીસ્ટ્રેશન પ્રક્રિયા અંતર્ગત ટ્રાન્સપોર્ટ કેટેગરીમાં રીક્ષા, કાર, ટેક્ષી, મેક્ષી, ટ્રેકટર, બસ, એમ્બ્યુલન્સ સહીત ૧૦,૪૯૮ જયારે નોન ટ્રાન્સપોર્ટ કેટેગરીમાં હાર્વેસ્ટર, ટ્રેલર, ક્રેન, ટ્રેકટર, સહીત ૯૯,૭૩૮ વ્હીકલના રજીસ્ટ્રેશન કરવામાં આવ્યાં છે. જેમાં ૭૧,૭૯૫ ટુ-વ્હીલર અને ૨૭,૨૪૭ કારનો સમાવેશ થાય છે.

૨,૦૭,૯૮૮ જેટલી અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો

આર.ટી.ઓ દ્વારા ખાસ વાહન નંબર કે જેમાં ગોલ્ડ અને સિલ્વર કેટેગરી ઉપરાંત અન્ય ફેન્સી નંબર મેળવવા માટે ઓનલાઇન હરરાજી કરવામાં આવે છે, જેમાંથી ગત વર્ષે કુલ ૩૦,૮૩૭ વાહનોના નંબર માટે હરરાજી કરવામાં આવી હતી. જેમાં ટુ-વ્હીલર કેટેગરીમાં રૂ. ૧૮,૮૩,૫૦૦ તેમજ ફોર-વ્હીલર કેટેગરીમાં રૂ.૭૪,૯૩૦૦૦ મળીને આર.ટી.ઓને કુલ રૂ. ૧૫,૧૮,૪૫,૫૦૦ રૂ. ની આવક થઈ હોવાનું જણાવ્યું છે. ફેસલેસ સિવાય અન્ય કામગીરી માટે આર.ટી.ઓ. ખાતે રૂબરૂ જરૂરી સેવાઓ પુરી પાડવામાં આવે છે. જેમાં આર.સી. કેન્સલેશન, વ્હીકલ કન્વર્ઝન, ફિટનેસ સર્ટી, હાયપોથેકસન, એન.ઓ.સી. નવું રજીસ્ટ્રેશન, ઓનરશિપ ટ્રાન્સફર, ફ્રેશ પરમીટ સહીત વિવિધ સેવાઓ માટે ૨,૦૮,૫૬૧ જેટલી અરજીઓ પૈકી ૨,૦૭,૯૮૮ જેટલી અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે.

લોકોના જાનમાલનું રક્ષણ કરવા પણ કટિબદ્ધ હોવાનું કેતન ખપેડે જણાવ્યું

વર્ષ ૨૦૨૪ માં આર.ટી.ઓ. કચેરી દ્વારા વ્હીકલ એક્ટ અંતર્ગત વાહન ઓવરલોડ, ઓર ડાયમેન્શન, રિફ્લેકટર, ડાયમંડ પટ્ટી, વાઈટ લાઈટ એલ.ઇ.ડી., થર્ડ પાર્ટી વીમા, બેફામ ઝડપે ભયજનક રીતે વાહન ચલાવવું, પી.યુ.સી., ફિટનેસ, હેલ્મેટ, સીટ બેલ્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ સહિત ભંગ બદલ કુલ ૧૩,૦૧૨ કેસ કરવામાં આવ્યાં હોવાનું તેમજ રૂ. ૫,૪૫,૦૩,૯૫૮ નો દંડ વસુલવામાં આવ્યો છે. વ્હીકલ સંબંધી સેવાઓનો ઝડપી અને સરળ ઉકેલ આવે તે માટે રાજકોટ આર.ટી.ઓ. ની ટીમ સતત કાર્યશીલ રહી આવનારા સમયમાં પણ આ જ પ્રકારે ઉત્કૃષ્ટ કામગીરી કરી પરિવહન સેવાને વધુ સુગમ બનાવવા પ્રતિબંધ છે ત્યારે, આર.ટી.ઓ. દ્વારા રોડ સેફટી અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમો સહીત આનુસંગિક કામગીરી દ્વારા લોકોના જાનમાલનું રક્ષણ કરવા પણ કટિબદ્ધ હોવાનું કેતન ખપેડે જણાવ્યું છે.

અહેવાલ: રહિમ લાખાણી, રાજકોટ

આ પણ વાંચો: Amreli: લેટર કાંડ પીડિતા પાયલ ગોટીના ન્યાયનો મામલો બિચક્યો, પરેશ ધાનાણી ઉપવાસ કરશે

 

Tags :
GujaratGujarat First RajkotGujarat NewsGujarati NewsGujarati Top NewsRTOTop Gujarati News
Next Article