Rajkot : 15 વર્ષથી ખાલી પડેલા 1056 સરકારી આવાસોની થશે કાયાપલટ, માત્ર 2 લાખમાં મળશે 1BHK ફ્લેટ!
- Rajkot મનપાએ વર્ષો પહેલા બનાવેલા આવાસનું હવે રિનોવેશન
- છેલ્લા 15 વર્ષથી ખાલીખમ 1056 સરકારી આવાસોની કાયાપલટ થશે
- મનપા દ્વારા આગામી 10 મહિનામાં નવા આવાસ તૈયાર થશે
- 16 કરોડ 60 લાખનાં ખર્ચે રિનોવેશન કામગીરી હાથ ધરાશે
- PMJAY યોજના હેઠળ લોકોને આવાસ આપવામાં આવશે
Rajkot : રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા વર્ષો પહેલા બનાવેલા આવાસોનું રિનોવેશન કાર્ય કરવામાં આવશે. છેલ્લા 15 વર્ષથી ખાલી પડેલા 1056 સરકારી આવાસોને કોર્પોરેશન દ્વારા રિનોવેશન કરવામાં આવશે. આવતા 10 મહિનામાં મનપા દ્વારા આ આવાસોને નવી રીતે તૈયાર કરાશે. આ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 16 કરોડ 60 લાખનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. PMAY યોજના (PMAY Scheme) હેઠળ 1BHK ફ્લેટ માત્ર 2 લાખ રૂપિયા આપવામાં આવશે.
આ પણ વાંચો - Amit Shah : MLAs માટે 325 કરોડનાં ખર્ચે નિર્મિત લગ્ઝુરિયસ ફ્લેટનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ
Rajkot મનપાએ વર્ષો પહેલા બનાવેલા આવાસનું હવે રિનોવેશન
રાજકોટમાં છેલ્લા 15 વર્ષથી ખાલી પડેલા 1056 સરકારી આવાસોની હવે કાયાપલટ થશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ આવાસોનું રિનોવેશન કરવાનો નિર્ણય કરાયો છે. માહિતી અનુસાર, છેલ્લા 15 વર્ષથી ખાલી 1056 સરકારી આવાસોનું રાજકોટ મનપા દ્વારા આગામી 10 મહિનાની સમયમર્યાદા સાથે રિનોવેશન કરાશે. આ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 16 કરોડ 60 લાખ સુધીનો ખર્ચ કરાશે. આ આવાસનું રિનોવેશન (Renovation of Government Housing) થયા બાદ PMJAY યોજના હેઠળ લોકોને આવાસ આપવામાં આવશે.
આ પણ વાંચો - Vadodara : નશામાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો, પોલીસે બે અલગ-અલગ ગુના નોંધ્યા
3 લાખ કે તેનાથી ઓછી આવક ધરાવતા લોકોને આવાસ અપાશે
માહિતી મુજબ, PMAY યોજના (PMAY Scheme) હેઠળ 3 લાખ કે તેનાથી ઓછી આવક ધરાવતા લોકોને આવાસ આપવામાં આવશે. 1BHK ફ્લેટ રૂપિયા 2 લાખ આપવામાં આવશે. આ નિર્ણયથી ઓછી આવક ધરાવતા જે લોકો પાસે પોતાનું ઘર નથી તેમને પોતાનું ઘર મળી શકશે. નોંધનીય છે કે, છેલ્લા 15 વર્ષથી આ આવાસ ખાલીખમ પડ્યા હતા, જેનાં કારણે આ વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓ પણ વધી હતી. સ્થાનિકો દ્વારા આ અંગે અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી હતી. જો કે, હવે વર્ષોથી ખાલી પડેલા આવાસોનું રિનોવેશન થતાં સ્થાનિકોની મુશ્કેલીઓમાં પણ ઘટાડો થશે.
આ પણ વાંચો - Amit Shah : 805 કરોડનાં ખર્ચે તૈયાર થનારા 28 કિમી હાઈવેનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ખાતમુહૂર્ત