Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : 13 વર્ષીય વિદ્યાર્થી મેળાની મજા માણવા અટલ સરોવર ગયો, હાર્ટ એટેક આવતા મોત!

હોસ્પિટલમાં તબીબે બાળકને મૃત જાહેર કર્યો છે. આ મામલે યુનિવર્સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
rajkot   13 વર્ષીય વિદ્યાર્થી મેળાની મજા માણવા અટલ સરોવર ગયો  હાર્ટ એટેક આવતા મોત
Advertisement
  1. ધોરણ 7 માં અભ્યાસ કરનાર વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત (Rajkot)
  2. 13 વર્ષીય ભાવેશ બાંભવા નામનાં વિધાર્થીનું મોત થયું
  3. અટલ સરોવર ખાતે મેળામાં ગયો, પાણી પીધા બાદ અચાનક ઢળી પડ્યો
  4. હોસ્પિટલ ખાતે તબીબે તપાસી બાળકને મૃત જાહેર કર્યો.

Rajkot : રાજ્યમાં હૃદય રોગનાં હુમલાથી મોતની (Heart Attack) ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આવી એક દુ:ખદ ઘટના રાજકોટમાંથી સામે આવી છે. અહીં, ધો. 7 માં અભ્યાસ કરનારા 13 વર્ષીય વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હોવાનો હચમચાવે એવો બનાવ બન્યો છે. વિદ્યાર્થી અટલ સરોવર (Atal Sarovar) ખાતે મેળામાં ગયો હતો. પાણી પીધા બાદ અચાનક જ વિદ્યાર્થી બેભાન થયો અને ઢળી પડ્યો હતો. હોસ્પિટલમાં તબીબે બાળકને મૃત જાહેર કર્યો છે. આ મામલે યુનિવર્સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Pharma Company Human Trafficking Racket: ફાર્મા કંપનીના માલિક માનવ તસ્કરી રેકેટ ચલાવતા હોવાના આક્ષેપથી ખડભડાટ

Advertisement

અટલ સરોવર ખાતે મેળામાં ગયો, પાણી પીધા બાદ ઢળી પડ્યો

પ્રાથમિક માહિતી અનુસાર, રાજકોટમાં (Rajkot) ધોરણ 7 માં અભ્યાસ કરતો 13 વર્ષીય ભાવેશ બાંભવાનું હોર્ટ એટેક આવવાથી દુ:ખદ અવસાન થયું છે. ભાવેશ અટલ સરોવર ખાતે મેળાની મજા માણવા માટે ગયો હતો. દરમિયાન, પાણી પીધા બાદ ભાવેશ બાંભવાને ચક્કર આવ્યા અને તે બેભાન થઈ ઢળી પડ્યો હતો. પરિવારજનો ભાવેશને તાત્કાલિક નજીકની હોસ્પિટલ સારવાર અર્થે લઈ ગયા હતા.

Advertisement

આ પણ વાંચો - Sanand News: દારૂની મહેફિલ માણતા નબીરાઓ ઝડપાયા, 39થી વધુ લોકોની અટકાયત

આશાસ્પદ દીકરાને ગુમાવતા પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો

હોસ્પિટલમાં ફરજ પરનાં તબીબે ભાવેશની તપાસ કરી તેને મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક તપાસ અનુસાર, ભાવેશનું મૃત્યુ હૃદયરોગનાં હુમલાનાં (Heart Attack) કારણે થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે, આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસને (University Police) જાણ થતાં ટીમ હોસ્પિટલ પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે મોકલીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. હસતા-રમતા આશાસ્પદ દીકરાને ગુમાવતા પરિવારજનો પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.

આ પણ વાંચો - VADODARA : સાવલીમાં ઇન્દિરા આવાસમાં મકાનનો સ્લેબ તૂટ્યો, 4 ઇજાગ્રસ્ત

Tags :
Advertisement

.

×