રાજકોટ 70 દક્ષિણની બેઠક પર 1995થી રહ્યો છે ભાજપનો દબદબો
રાજકોટ 70 દક્ષિણ વિધાનસભા બેઠક પર 1995 થી ભાજપનો દબદબો રહ્યો છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે, આવો જોઈએ ભાજપ કોંગ્રેસનો કેવો છે પ્રચાર. રાજકોટ 70 દક્ષિણની બેઠકમાં શું છે જ્ઞાતિના સમીકરણો....રાજકોટ 70 દક્ષિણમાં છેલ્લી 3 ટર્મથી ગોવિંદ પટેલને ભાજપ મેદાને ઉતારતું આવ્યું છે. જેમાં ભાજપ દ્વારા આ ચૂંટણીમાં બદલાવ લાવવામાં આવ્યો છે, જેમાં ખોડલધામનà
05:14 AM Nov 18, 2022 IST
|
Vipul Pandya
રાજકોટ 70 દક્ષિણ વિધાનસભા બેઠક પર 1995 થી ભાજપનો દબદબો રહ્યો છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે, આવો જોઈએ ભાજપ કોંગ્રેસનો કેવો છે પ્રચાર. રાજકોટ 70 દક્ષિણની બેઠકમાં શું છે જ્ઞાતિના સમીકરણો....
રાજકોટ 70 દક્ષિણમાં છેલ્લી 3 ટર્મથી ગોવિંદ પટેલને ભાજપ મેદાને ઉતારતું આવ્યું છે. જેમાં ભાજપ દ્વારા આ ચૂંટણીમાં બદલાવ લાવવામાં આવ્યો છે, જેમાં ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળાને મેદાને ઉતાર્યા છે. મહત્વનું છે કે, રમેશ ટીલાળા ઉદ્યોગપતિ છે અને હાલ સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન પણ છે. જોકે, રમેશભાઈને ટિકિટ માટે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે પણ લોંબિંગ કર્યું હતું. જોકે, ટિકિટ મળી પણ નરેશ પટેલ પ્રચાર માટે મેદાને ઉતરવા સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. જોકે, ચૂંટણી વચ્ચે રમેશ ટીલાળા દ્વારા પ્રચાર પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવ્યો છે. રોજ અલગ-અલગ વિસ્તારમાં પગપાળા ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે તેમના ધર્મપત્ની પણ ચૂંટણી પ્રચારમાં જોડાયા છે. ત્યારે લોકોના ડોર ટુ ડોર પ્રચારમાં બહોળો પ્રતિસાદ મળતો હોવાનો રમેશ ટીલાળા કહી રહ્યા છે.
બીજી બાજુ કોંગ્રેસના ઉમેદવાર હિતેશ વોરા પણ પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. ત્યારે હિતેશ વોરાનું કહેવું છે.. કાકા અને ભત્રીજાની લડાઈ છે પણ સાથે વિચારધારાની પણ લડાઈ છે. રાજકારણમાં ભાઇ-ભાઈ અને પિતા પુત્ર પણ જોવા મળશે. કોને કોની વિચાર ધારા સાથે રહેવું છે બાદમાં તે પક્ષમાં જોડાય છે હું પણ પગપાળા યાત્રા કરી રહ્યો છું. લોકોના આશીર્વાદ મળી રહ્યા છે, લોકો મોઘવારીથી ત્રાહિમામ પોકારી ગયા છે. જેથી આ વખતે કોંગ્રેસનો વિજય નિશ્ચિત છે. લીડ નહીં કહું પણ જંગી લીડથી જીતવાની આશા વ્યક્ત કરી હતી. જોકે કાકા ભત્રીજાની રાજકીય લડાઈમાં જનતા કોને ચૂંટીને મોકલે છે એતો 8 ડિસેમ્બર મત ગણતરી બાદ જ ખબર પડશે. રાજકીય ખેલમાં કાકા મેદાન મારસે કે ભત્રીજો તે હવે જોવું રહ્યુ.
આ પણ વાંચો - ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોનું ચિત્ર થયું સ્પષ્ટ, પહેલા તબક્કાની 89 બેઠકો માટે 788 ઉમેદવારો મેદાને
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article