ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોનું ચિત્ર થયું સ્પષ્ટ, પહેલા તબક્કાની 89 બેઠકો માટે 788 ઉમેદવારો મેદાને
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોનું ચિત્ર થયું સ્પષ્ટપહેલા તબક્કાની 89 બેઠકો માટે ફાઇનલ રીતે 788 ઉમેદવારો મેદાનેપહેલા તબક્કાની 89 બેઠકો માટે કુલ 1362 ઉમેદવારી ફોર્મ ભરાયા હતાઉમેદવારી ફોર્મ ચકાસણી દરમિયાન 363 ઉમેદવારોના ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવ્યાઉમેદવારી પત્ર પરત ખેંચવા ના દિવસે 211 ઉમેદવારો એ ઉમેદવારી પરત ખેંચીજેથી પહેલા તબક્કાની 89 બેઠકો માટે પક્ષ અપક્ષ સહિત કુલ 788 ઉમેદવારો àª
Advertisement
- ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોનું ચિત્ર થયું સ્પષ્ટ
- પહેલા તબક્કાની 89 બેઠકો માટે ફાઇનલ રીતે 788 ઉમેદવારો મેદાને
- પહેલા તબક્કાની 89 બેઠકો માટે કુલ 1362 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા
- ઉમેદવારી ફોર્મ ચકાસણી દરમિયાન 363 ઉમેદવારોના ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવ્યા
- ઉમેદવારી પત્ર પરત ખેંચવા ના દિવસે 211 ઉમેદવારો એ ઉમેદવારી પરત ખેંચી
- જેથી પહેલા તબક્કાની 89 બેઠકો માટે પક્ષ અપક્ષ સહિત કુલ 788 ઉમેદવારો હવે મેદાને
- બીજા તબક્કાની 93 બેઠકો માટે પક્ષ અપક્ષ સહિત કુલ 1515 ફોર્મ ભરાયા
- બીજા તબક્કા માટે ના આજે ફોર્મ ચકાસણી અને આવતી કાલે ઉમેદવારી પરત ખેંચવાનો છેલો દિવસ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હવે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. આવતા મહિને યોજાવાની ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે 788 ઉમેદવારો ફાઈનલ થઇ ગયા છે. જોકે, પ્રથમ તબક્કાની બેઠકો માટે કુલ 1362 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા.
211 ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી
વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ચકાસણી દરમિયાન 363 ઉમેદવારોના ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવ્યા છે. ઉમેદવારી પત્ર પરત ખેંચવાના દિવસે 211 ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી હતી. જેથી પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે પક્ષ અપક્ષ સહિત કુલ 788 ઉમેદવારો હવે મેદાને જોવા મળશે. વળી બીજા તબક્કાની 93 બેઠકો માટે પક્ષ અપક્ષ સહિત કુલ 1515 ફોર્મ ભરાયા છે. બીજા તબક્કા માટેના આજે ફોર્મ ચકાસણી અને આવતીકાલે ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. વળી ત્યારે સ્પષ્ટ થઇ જશે કે આ ચૂંટણીમાં કુલ કેટલા ઉમેદવારો મેદાને છે.
ઉલ્લેખનીય છે કે, આજથી એટલે કે શુક્રવારથી ગુજરાતમાં ભાજપનો મેગા ચૂંટણી પ્રચાર શરૂ થવા જઈ રહ્યો છે. ભાજપ પ્રથમ તબક્કામાં તમામ 89 વિધાનસભા મતવિસ્તારોમાં 89 અગ્રણી નેતાઓ સાથે મળીને પ્રચાર કરશે. જેમાં પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરનો સમાવેશ થાય છે. આ મેગા અભિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રચાર અભિયાનમાં ઉતરતા પહેલા થઇ રહ્યો છે જેથી માહોલને ગરમ કરી શકાય.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


