Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : નકલીની ભરમાર...હવે, ગોંડલમાં આખી તાલુકા પંચાયત કચેરી જ નકલી નીકળી

ગુજરાતમાં નકલીની ભરમાર વધતી જાય છે. હવે, ગોંડલમાં આખી તાલુકા પંચાયત કચેરી (Taluka Panchayat Office) જ નકલી હોવાનું સામે આવ્યું છે. આ નકલી કચેરીએ સનદના નકલી હુકમો પણ આપ્યા હતા. વાંચો વિગતવાર.
rajkot   નકલીની ભરમાર   હવે  ગોંડલમાં આખી તાલુકા પંચાયત કચેરી જ નકલી નીકળી
Advertisement
  • નકલીની ભરમારમાં હવે વધુ એક નકલી સરકારી કચેરી સામે આવી
  • રાજકોટના ગોંડલમાં હવે નકલી તાલુકા પંચાયત કચેરી ઝડપાઈ
  • ડમી દસ્તાવેજો દ્વારા સરકારી જમીનની નકલી સનદનું કૌભાંડ આચર્યુ
  • ત્રાકુડા ગામે સરકારી જમીનના નકલી હુકમ-સનદ અપાયા
  • શંકા ન જાય એટલે પ્રતિ ચોરસ મીટરે રૂ. 300ની લાંચ પણ લીધી

Rajkot : ગુજરાતમાં નકલી વસ્તુ, અધિકારીઓ અને કચેરીઓની યાદી બનાવવા બેસીએ તો આખુ પુસ્તક બની જાય તેમ છે. નકલી પનીર-ઘી જેવી ખાદ્ય વસ્તુઓ, નકલી પોલીસ-વકીલ-જજ-કલેક્ટર જેવા અધિકારીઓ બાદ હવે આખી પંચાયત કચેરી જ નકલી નીકળી હોવાનું સામે આવ્યું છે. આ નકલી પંચાયત કચેરી (Fake Taluka Panchayat Office) ગોંડલમાં ધમધમતી હતી. આ નકલી કચેરી દ્વારા સનદના નકલી હુકમો પણ આપવામાં આવ્યા હતા. આ નકલી કચેરીમાં ડમી દસ્તાવેજો ઊભા કરીને સરકારી જમીનની નકલી સનદનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું.

કઈ રીતે ભાંડો ફુટ્યો ?

રાજકોટના ગોંડલમાં આખી તાલુકા કચેરી જ નકલી હોવાનું સામે આવ્યું છે. આ કચેરી દ્વારા ડમી દસ્તાવેજો ઊભા કરી સરકારી જમીનની નકલી સનદનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જેમાં ત્રાકુડા ગામે સરકારી જમીનના નકલી હુકમ-સનદ પણ આપવામાં આવ્યા હતા. સરકારી જમીનની હરાજી કરી નકલી સનદ અને હુકમ બનાવ્યા હતા. આરોપીઓએ કચેરી નકલી હોવાની શંકા ન જાય તે માટે પ્રતિ ચોરસ મીટરે રૂ. 300ની લાંચ પણ લીધી હતી. સરવે નંબર 91ની 5 એકર સરકારી જમીન પર ગેરકાયદેસર પ્લોટિંગ દર્શાવ્યું હતું. જો કે કચેરી દ્વારા આપવામાં આવેલા તમામ દસ્તાવેજ અને કાગળો નકલી હોવાનું સામે આવતા સમગ્ર ભાંડાફોડ થઈ હતી.

Advertisement

આ પણ વાંચોઃ  Rajkot : Gujarat First ના અહેવાલની ધારદાર અસર, મેડિકલ કોલેજમાં તપાસનો ધમધમાટ

Advertisement

સરકારી કર્મચારીઓની સંડોવણી હોવાની પ્રબળ સંભાવના

ગોંડલમાં નકલી પંચાયત કચેરી ઊભી કરીને સરકારી જમીન પર પ્લોટિંગ કરીને સનદ આપી દેવામાં આવી હતી. આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી ત્યારે સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી ગઈ છે. આ સમગ્ર કૌભાંડમાં કાગળ પર પ્લોટિંગ દર્શાવી લોકોને છેતરવામાં આવ્યા હતા. કોઈને શંકા ન જાય તે માટે આરોપીઓએ પ્રતિ ચોરસ મીટરે રૂ. 300ની લાંચ પણ લીધી હતી. આટલું જ નહિ સમગ્ર કૌભાંડમાં અસલ લેટરપેડ, સિક્કાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ બાબત પરથી કોઈ સરકારી કર્મચારી અને જાણભેદુએ સમગ્ર કૌભાંડને અંજામ આપ્યો હોવાની સંભાવના પ્રબળ બની છે. આ કૌભાંડ બાબતે તલાટીએ આવો કોઈ રેકર્ડ ગ્રામ પંચાયતમાં ઉપલબ્ધ ન હોવાનો દાવો કર્યો છે.

આ પણ વાંચોઃ Dahod : લીમખેડાની મોર્ડન સ્કૂલના વિદ્યાર્થીઓની હાજરીમાં ઝેરી સાપનું રેસ્કયૂ કરાતા હોબાળો મચ્યો

Tags :
Advertisement

.

×