Rajkot : મારવાડી યુનિ. બાદ વધુ એક યુનિ.નાં વિદેશી વિદ્યાર્થીઓએ મચાવી ધમાલ!
- Rajkot માં મારવાડી યુનિવર્સિટી બાદ વધુ એક યુનિ. ના વિદેશી વિદ્યાર્થીઓએ મચાવી ધમાલ
- ત્રંબા ગામની ચા-પાનની હોટેલ પર આફ્રિકન વિદ્યાર્થી અને સ્થાનિકો વચ્ચે થઈ બબાલ
- આફ્રિકન વિદ્યાર્થીએ સ્થાનિક યુવકોને અપશબ્દો કહ્યા હોવાનો આરોપ!
- આફ્રિકન વિદ્યાર્થી અને સ્થાનિકો વચ્ચે થયેલ બબાલનો વીડિયો થયો વાઇરલ
Rajkot : મારવાડી યુનિવર્સિટી (Marwari University) બાદ હવે વધુ એક યુનિવર્સિટીનાં વિદેશી વિદ્યાર્થીઓએ ધમાલ મચાવી છે. ત્રંબા ગામની ચા-પાનની હોટેલ પર સ્થાનિકો અને આફ્રિકન વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. વીડિયોમાં આફ્રિકન વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકો વચ્ચે કોઈ બાબતે ઘર્ષણ થયું હોવાનું નજરે પડે છે. ઘટનાને પગલે પોલીસની ટીમ પણ ત્યાં પહોંચી હતી.
આ પણ વાંચો - Vadodara : ચડ્ડી-બંડીમાં હાથફેરા માટે ફરતી વડવા ગેંગના ખૌફનો અંત, ક્રાઇમ બ્રાન્ચે ચારને દબોચ્યા
Rajkot માં ત્રંબા ગામની હોટેલ પર આફ્રિકન વિદ્યાર્થી-સ્થાનિકો વચ્ચે બબાલ
રાજકોટમાં (Rajkot) વિદેશી વિધાર્થીઓનો ત્રાસ સતત વધી રહ્યો છે. અગાઉ મારવાડી યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ બાદ હવે આર.કે. યુનિવર્સિટીનાં (R.K. University) વિદેશી વિદ્યાર્થીઓની ધમાલનો વીડિયો સામે આવો છે. માહિતી અનુસાર, ત્રંબા ગામની ચા-પાનની હોટેલ પર સ્થાનિકો અને આફ્રિકન વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ બાબતે મારામારી થઈ હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વાઇરલ વીડિયોમાં વિદેશી વિદ્યાર્થીઓ અને સ્થાનિક યુવકો એક બીજા પર પથ્થરમારો કરતા નજરે પડે છે.
આ પણ વાંચો - LRD Exam : પોલીસ ભરતીમાં LRD નું DV લીસ્ટ જાહેર, 82 ઉમેદવાર ગેરલાયક
આફ્રિકન વિદ્યાર્થીએ સ્થાનિક યુવકોને અપશબ્દો કહ્યા હોવાનો આરોપ!
ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ પણ ત્યાં પહોંચી હતી અને બંને પક્ષને શાંત પાળી સ્થિતિ થાળે પાડવાની કોશિશ કરી હતી. આરોપ છે કે આફ્રિકન વિદ્યાર્થીઓએ (African Students) ગુસ્સે ભરાઈને સ્થાનિક યુવકોને ગુજરાતીમાં ગાળો ભાંડી હતી. આથી સ્થાનિક યુવકો પણ ઉશ્કેરાયા હતા અને બંને વચ્ચે ઘર્ષણ થયું હતું. સ્થાનિકોએ પણ હાથમાં જે આવ્યું એ વસ્તુનાં છુટા ઘા કર્યા હતા. આ મામલે વાઇરલ વીડિયોનાં આધારે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Amit Shah in Gujarat : 31 ઓગસ્ટે અમદાવાદ આવશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, જાણો કાર્યક્રમ


