Rajkot: રખડતા ઢોર બાદ હવે શ્વાનનો આતંક, બાળકને એટલા બચકા ભર્યો કે મોત થયુ
- Rajkot જિલ્લામાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો
- શ્રમિક પરિવારની 5 વર્ષ બાળકી વિરલ વીણામાનું મોત
- શાપર વેરાવળમાં શ્વાને વધુ એક માસૂમ બાળકીનો ભોગ લીધો
Rajkot: જિલ્લામાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. જેમાં શ્રમિક પરિવારની 5 વર્ષ બાળકી વિરલ વીણામાનું મોત થયુ છે. રાજકોટના શાપર વેરાવળમાં શ્વાને વધુ એક માસૂમ બાળકીને બચકા ભરતા મોત થયુ છે. પાંચ દિવસ પહેલા હજુ બાળકી દાદાને ઘરે આવી હતી. શ્રમિક પરિવારની બાળકી ઘરની બહાર રમતી હતી ત્યારે અચાનક શ્વાન આવી ગળાના ભાગે બચકા ભર્યા હતા.
રખડતા ઢોર બાદ હવે રખડતા શ્વાન (DOG)નો આતંક સામે આવ્યો
રખડતા ઢોર બાદ હવે રખડતા શ્વાન (DOG)નો આતંક સામે આવ્યો છે. તાજેતરમાં જ રાજકોટ જિલ્લાના જામકંડોરણા ગામના ઇન્દિરા નગર વિસ્તારમાં રહેતા ત્રણ બાળકો ઘરની પાસે જ આવેલ ખુલ્લા મેદાનમાં કુદરતી હાજતે ગયેલ ત્યારે ત્યાં શ્વાનોના ટોળાએ બાળકો પર હુમલો કરતા બે બાળકો નાસી ગયા હતા. જ્યારે એક બાળક શ્વાનની (DOG) ઝપટે ચડી જતા બાળકને શ્વાને એટલા બચકા ભર્યા કે બાળકને સારવાર મળે તે પૂર્વે જ તેનું મોત નીપજ્યું હતું.
શ્વાનના ટોળાએ આ ત્રણ ભાઈઓ પર હુમલો કર્યો
જામકંડોરણા ગામના ઇન્દિરા નગર વિસ્તારમાં શ્રમજીવીઓની વસાહત આવેલ છે. આ વસાહતમાં શ્રમજીવીઓ ઝુંપડા બાંધીને પરીવાર સાથે રહે છે. જેમાં ગતરોજ રામજીભાઈ રાઠોડ નામના શ્રમજીવીના ત્રણ પુત્રો યુવરાજ, રાજ અને રવિ ત્યાં બાજુમાં જ આવેલ ખુલ્લા મેદાનમાં કુદરતી હાજતે ગયેલ હતાં. ત્યારે આ ખુલ્લા પ્લોટમાં મૃત પશુઓની ખાલ ઉતારવાનો વ્યવસાય થતો હોવાથી અહીં 50થી 60 જેટલા શ્વાનો (DOG)પણ રહે છે. આ શ્વાનોમાંથી પાંચથી છ જેટલા શ્વાનના ટોળાએ આ ત્રણ ભાઈઓ પર હુમલો કર્યો. જેમાં યુવરાજ અને રાજ બંને ભાઈઓ ભાગવામાં સફળ થઈ ગયા જ્યારે રવિ શ્વાનના ટોળાની ઝપટે ચડી જતા રવીને શ્વાવાનોએ ચારે બાજુથી બચકા ભરવા લાગ્યા અને લોહીલુહાણ કરી દીધો હતો.
ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો
શ્વાવાનના હુમલાથી ભાગેલ બે ભાઈઓ ઘરે પહોંચી ઘરે વાત કરતા પરિવારજનો રવીને બચાવવા સ્થળ પર પહોચતા જોયુ કે શ્વાન રવીને બચકા ભરી રહ્યા હતા અને રવિ લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો. પરિવારજનોએ રવીને શ્વાનો પાસેથી ખેંચી લોહીલુહાણ હાલતમાં સારવાર માટે સરકારી હોસ્પિટલ લઈ જતા ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
આ પણ વાંચો: Rajkot: ગરબામાં છરીબાજી, શખસે છરી વડે હુમલો કરતા 3 લોકો ઈજાગ્રસ્ત


