Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : શહેરમાં ફરી બની આગની ઘટના, ગોપાલ બાદ કે.બી.ઝેડ કંપનીમાં લાગી આગ

નાકરાવાડી પાસે વેફર બનાવતી કંપનીમાં આગના કારણે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી
rajkot   શહેરમાં ફરી બની આગની ઘટના  ગોપાલ બાદ કે બી ઝેડ કંપનીમાં લાગી આગ
Advertisement
  • નાકરાવાડી પાસે વેફર બનાવતી કંપનીમાં લાગી આગ
  • આગના કારણે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી
  • બોઈલરમાં બ્લાસ્ટ થવાની આગ લાગ્યાનું અનુમાન

રાજકોટમાં ફરી એકવાર આગની ઘટના બની છે. જેમાં ગોપાલ બાદ કે.બી.ઝેડ કંપનીમાં આગ લાગી છે. નાકરાવાડી પાસે વેફર બનાવતી કંપનીમાં આગના કારણે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. તેમાં ચાર જેટલી ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી કામગીરી શરૂ કરી છે. જેમાં બોઈલરમાં બ્લાસ્ટ થવાની આગ લાગ્યાનું અનુમાન છે. તથા મામલતદાર સહિત અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા છે.

સવારે 9 વાગ્યે લાગેલી આગ હજુ પણ બેકાબુ

સવારે 9 વાગ્યે લાગેલી આગ હજુ પણ બેકાબુ છે. જેમાં ખાદ્યતેલનો જથ્થો હોવાના કારણે આગ વધુ પ્રસરી છે. KBZ કંપની આગ મામલે લોકોમાં ચર્ચા શરૂ થઇ છે. તેમાં કંપનીમાં લાગેલ આગને લઈ સવાલો ઉઠ્યા છે. તેમાં આગ લાગી કે લગાડવામાં આવી ? કંપની નુકસાનીમાં ચાલતી હોવાની વાત વહેતી થઈ છે. તેથી આગ પાછળ મોટા સવાલો ઉઠી રહ્યા છે. વાસ્તવમાં રાજકોટમાં નમકીનની કંપનીમાં કોઈ કારણોસર આગ લાગી હતી. પ્રાથમિક વિગતો મુજબ આગ એટલી વિકરાળ છે કે, તેને કાબુમાં લેવા માટે ફાયર વિભાગની 4 ગાડી ઘટનાસ્થળે દોડી આવી છે. આજે સવારે 9 વાગ્યા આસપાસ લાગેલ આગ હજી સુધી કાબુમાં આવી નથી. આ તરફ નમકીનની કંપનીમાં લાગેલ ભીષણ આગને લઈ 5 કિમી સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા હતા.

Advertisement

હજુ સુધી આગ પર કાબુ મેળવી શકાયો નથી

રાજકોટના નાકરાવાડી વિસ્તારમાં કંપનીમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. માહિતી પ્રમાણે તુકુલ કેબિનેટ ફૂડ ઇન્ડિયા નામની કંપનીમાં આગ લાગી હતી. વેફર, નમકીન બનાવતી કંપનીમાં આજે સવારે આગ લાગ્યા બાદ જોતજોતાંમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ તરફ આગ લાગ્યાની માહિતી મળતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. જેમાં હજુ સુધી આગ પર કાબુ મેળવી શકાયો નથી તથા ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો સતત શરૂ રખાયો છે.

Advertisement

આ પણ વાંચો: Gondal : રાજકુમાર જાટના મોત કેસમાં પિતાએ NC ફરિયાદ કરી

Tags :
Advertisement

.

×