Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot Atul Bakery: નાણાવટી ચોકમાં આવેલ અતુલ બેકરીનું આઉટલેટ વિવાદમાં આવ્યું

જો તમે બર્થ ડે, મેરેજ એનિવર્સરીના સેલિબ્રેશન માટે બજારમાંથી કેક ખરીદી રહ્યા હોય તો તમે સાવધાન થઈ જજો
rajkot atul bakery  નાણાવટી ચોકમાં આવેલ અતુલ બેકરીનું આઉટલેટ વિવાદમાં આવ્યું
Advertisement
  • બેકરીમાં વાસી કેક હોવાનો ગ્રાહકે વીડિયો બનાવ્યો હતો
  • સમગ્ર મામલે આરોગ્ય વિભાગ દ્વારા પણ હાલ તપાસ હાથ ધરવામાં આવી
  • કેકમાંથી દુર્ગંધ આવતી હોય તેમજ તે વાસી હોય તેવું સામે આવ્યું

Rajkot Atul Bakery: રાજકોટમાં નાણાવટી ચોકમાં આવેલ અતુલ બેકરીનું આઉટલેટ વિવાદમાં આવ્યું છે. જેમાં ગ્રાહકે વાસી કેકનો વીડિયો બનાવ્યો છે. જો તમે બર્થ ડે, મેરેજ એનિવર્સરીના સેલિબ્રેશન માટે બજારમાંથી કેક ખરીદી રહ્યા હોય તો તમે સાવધાન થઈ જજો. રાજકોટ શહેરના નાણાવટી ચોક પાસે આવેલી અતુલ બેકરીમાંથી જયદેવ નામના ગ્રાહકે સોમવારના રોજ અતુલ બેકરીમાંથી 799 રૂપિયાની કિંમતની કેક ખરીદી હતી.

સમગ્ર મામલે આરોગ્ય વિભાગ દ્વારા પણ હાલ તપાસ હાથ ધરવામાં આવી

ગ્રાહક જ્યારે પોતાના ઘરે કેક લઈ ગયો ત્યારે કેકમાંથી દુર્ગંધ આવતી હોય તેમજ તે વાસી હોય તેવું સામે આવ્યું હતું. ત્યારબાદ ગ્રાહક દ્વારા અતુલ બેકરી ખાતે તે કેક પરત આપી હતી. તેમજ કેકના બદલામાં અન્ય પ્રોડક્ટ બેકરીના સંચાલક દ્વારા ગ્રાહકને પધરાવવામાં આવી હતી. જોકે ગ્રાહકને ફરી પાછી પધરાવવામાં આવેલ ચોકો લાવા કેક પણ એક્સપાયરી થઈ ગઈ હોવાનું સામે આવ્યું હતું. ત્યારે સમગ્ર મામલે ગ્રાહક દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને પણ જાણ કરવામાં આવી છે. ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં ખુદ બેકરીના સંચાલકે કબૂલ્યું હતું કે, ઉતાવળમાં તેમના દ્વારા એક્સપાયર થઈ ચૂકેલી કેક આપવામાં આવી હતી. ત્યારે સમગ્ર મામલે આરોગ્ય વિભાગ દ્વારા પણ હાલ તપાસ હાથ ધરવામાં આવી છે.

Advertisement

કેક અને વસ્તુઓની ચકાસણી કરવામાં આવી

નાણાવટી ચોકમાં આવેલ અતુલ બેકરીનું આઉટલેટ વિવાદમાં આવ્યું હતું. બેકરીમાં વાસી કેક હોવાનો ગ્રાહકે વીડિયો બનાવ્યો હતો. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં વીડિયોમાં ગ્રાહકે આરોપ લગાવ્યો હતો કે અતુલ બેકરીએ એક્સપાઈરી ડેટ વાળી કેક આપી હતી. નાણા પરત માંગ્યા તો ગેરવર્તન કર્યાનો ગ્રાહકે આરોપ લગાવ્યો હતો. વીડિયો વાયરલ થતા આરોગ્ય વિભાગની ટીમ અતુલ બેકરીના આઉટલેટ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. આઉટલેટમાં રહેલ તમામ કેક અને વસ્તુઓની ચકાસણી કરવામાં આવી હતી.

Advertisement

આ પણ વાંચો: UP Minister Video: યુપીના મંત્રી કચરાના વાહનમાં બેસીને શેરી-શેરી ફરતા રહ્યા, કહ્યું- મને જે મળ્યું તે હું શેર કરી રહ્યો છું

Tags :
Advertisement

.

×