Rajkot : બી.એ. ડાંગર કોલેજમાં હોમિયોપેથીકનો અભ્યાસ કરતા વિદ્યાર્થીનો આપઘાત
- Rajkot માં વધુ એક વિદ્યાર્થીનો આપઘાતથી ચકચાર
- કોલેજ સંચાલકોનાં ત્રાસથી આપઘાત કર્યો હોવાનો આરોપ
- બી.એ. ડાંગર કોલેજમાં અભ્યાસ કરતો હતો વિદ્યાર્થી
- ઇન્જેક્શન લઈને આપઘાત કર્યો હોવાનો પરિવારનો આરોપ
Rajkot : રાજકોટમાં વધુ એક વિદ્યાર્થીનાં આપઘાતની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. બી.એ. ડાંગર કોલેજમાં (B.A. Dangar College) હોમિયોપેથીકનો અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા પરિવાર પર આભ ફાટ્યું છે. કોલેજ સંચાલકોનાં ત્રાસથી વિદ્યાર્થીએ ઇન્જેક્શન લઈને આપઘાત કર્યો હોવાનો પરિવારનો ગંભીર આરોપ છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Gandhinagar : ગણેશ ચતુર્થી પહેલા ST નિગમનાં કર્મીઓ માટે આનંદનાં સમાચાર, સરકારનો મોટો નિર્ણય
Rajkot ની બી.એ. ડાંગર કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો આપઘાત
પ્રાથમિક માહિતી અનુસાર, રાજકોટમાં (Rajkot) હચમચાવે એવી ઘટના બની છે. આવેલ બી.એ. ડાંગર કોલેજમાં હોમિયોપેથીકનો (Homeopathy) અભ્યાસ કરતા ધર્મેશભાઈ ધીરુભાઈ કળસરીયા નામના વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. જો કે, વિદ્યાર્થીએ કયા કારણોસર આત્મહત્યા કરી તે પાછળનું વાસ્તવિક કારણ હાલ સામે આવ્યું નથી. પરંતુ, આશાસ્પદ યુવકના મોતથી પરિવાર પર શોકનું મોજું ફરી વળ્યું છે.
આ પણ વાંચો - Kutch : સ્થાનિકોએ કહ્યું- અન્ન મૂક્યું છે, જળ મૂકવું પડશે તો એ પણ મૂકીશું..!
મૃતક વિદ્યાર્થીના પરિવારે કોલેજ સંચાલકો સામે કર્યા ગંભીર આરોપ
મૃતક વિદ્યાર્થીના પરિવારે કોલેજ સંચાલકો સામે ગંભીર આરોપ કર્યા છે. પરિવારજનોનો આક્ષેપ છે કે કોલેજ સંચાલકોના સતત ત્રાસથી કંટાળીને ધર્મેશ કળસરીયાએ આ પગલુંભર્યું છે. ધર્મેશે ઇન્જેક્શન લઈને જીવન ટુંકાવ્યું હોવાનો પરિવારનો આરોપ છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ પણ હોસ્પિટલ પહોંચી હતી અને વિદ્યાર્થીના મૃતદેહને પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે આ પહેલા પણ બી.એ. ડાંગર કોલેજ વિવાદમાં આવી ચૂકી છે.
આ પણ વાંચો - ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિયેશનની હડતાળ : જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલી સામે વકીલોનો આક્રોશ


