Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : પૂર્વ CM વિજય રૂપાણીના નિધન બાદ શાળા સંચાલકોનો મોટો નિર્ણય

રાજકોટ:પૂર્વ CM વિજય રૂપાણીના નિધનથી સ્વનિર્ભર શાળા સંચાલકોનો નિર્ણય આવતીકાલે રાજકોટની તમામ ખાનગી શાળાઓ રહેશે બંધ એક દિવસનું બંધ પાડીને પૂર્વ મુખ્યમંત્રીને શ્રધ્ધાંજલિ પાઠવશે. રાજકોટની 600થી વધારે શાળાઓ રહેશે બંધ.   Rajkot : અમદાવાદમાં ગતરોજ 12 જૂનના રોજ જે...
rajkot   પૂર્વ cm વિજય રૂપાણીના નિધન બાદ શાળા સંચાલકોનો મોટો નિર્ણય
Advertisement
  • રાજકોટ:પૂર્વ CM વિજય રૂપાણીના નિધનથી સ્વનિર્ભર શાળા સંચાલકોનો નિર્ણય
  • આવતીકાલે રાજકોટની તમામ ખાનગી શાળાઓ રહેશે બંધ
  • એક દિવસનું બંધ પાડીને પૂર્વ મુખ્યમંત્રીને શ્રધ્ધાંજલિ પાઠવશે.
  • રાજકોટની 600થી વધારે શાળાઓ રહેશે બંધ.

Rajkot : અમદાવાદમાં ગતરોજ 12 જૂનના રોજ જે પ્લેન ક્રેશની ( Ahmedabad plane crash)દુર્ઘટના ઘટી હતી તેમાં મોટી સંખ્યામાં મુસાફરોનાં મોત થયાં છે. સાથે જ આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું ( Vijay Rupani passes away)પણ નિધન થયું છે. જેથી તેમના નિધનને લઈને રાજકોટમાં શાળા સંચાલકો દ્વારા સ્વેચ્છાએ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલે રાજકોટની તમામ ખાનગી શાળાઓ (Rajkot school closure)બંધ રહેશે. જેમાં એક દિવસ શાળાઓ બંધ કરીને પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.

Advertisement

આવતીકાલે રાજકોટની 600થી વધારે સ્કૂલો બંધ રહેશે

આવતીકાલે રાજકોટની 600થી વધારે સ્કૂલો બંધ રહેવાની છે.જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વિજય રૂપાણીના નિધન બાદ રાજકોટ સહિત ગુજરાતભરમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. ત્યારે આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદની મુલાકાતે છે.આજે પીએમ મોદી વિજય રૂપાણીનાં પત્ની અંજલિબેન રૂપાણી તથા તેમના પરિવારને મળીને સાંત્વના આપી હતી.

Advertisement

આ પણ  વાંચો -Ahmedabad Plane Crash : પૂર્વ CM વિજય રૂપાણીના નિધનની તારીખને લઈ દુઃખદ સંયોગ! જુઓ છેલ્લી તસવીર-Video

અમદાવાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યુ

અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિધન પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરું છું. સૌમ્ય અને સંવેદનશીલ વ્યક્તિત્વ ધરાવતા વિજયભાઇએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં અને ત્યારબાદ પક્ષમાં કુશળ સંગઠક તરીકે વિવિધ જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવી હતી. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પારદર્શી અને નિર્ણાયક નેતૃત્વથી રાજ્યની સર્વાંગીણ વિકાસ યાત્રાને આગળ ધપાવવામાં તેમનું યોગદાન સદૈવ યાદ રહેશે.સુજલામ સુફલામ જળ અભિયાનથી લઈને શાળાઓમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ માટેના તેમના સફળ અને પરિણામદાયી પ્રયાસો અવિસ્મરણીય છે. ઈશ્વર સદ્‌ગતના આત્માને શાંતિ અર્પે અને તેમના સ્વજનો અને સમર્થકોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.

આ પણ  વાંચો -Vijay Rupani passes away : અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ CM વિજય રૂપાણીનું અવસાન, જાણો તેમની રાજકીય કારકિર્દી

લંડનથી અમદાવાદ આવ્યાં  હતા

વિજય રૂપાણી જ્યારે અમદાવાદથી લંડન જઈ રહ્યા હતા, ત્યારે જ ટેકઓફ વખતે આ ગોઝારી ઘટના બની હતી. આ દુર્ઘટના સમયે અંજલિબેન રૂપાણી તેમની દીકરીના ઘરે લંડન હતાં. આ ઘટના બાદ તેઓ લંડનથી અમદાવાદ આવ્યાં છે. આજે તેઓ પરિવાર સાથે પીએમ મોદીને મળ્યાં હતાં.

PM મોદી પરિવારજનોને મળી સાંત્વના પાઠવી

PM મોદી વિજયભાઈ રૂપાણીના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી. વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત મન માનવા તૈયાર નથી. વર્ષોથી મારે તેમની સાથે નાતો રહ્યો છે. કંઈ કેટલાય પડકારજનક સમયમાં અમે ખભે ખભા મિલાવીને કામ કર્યું છે. સરળ અને સાલસ સ્વભાવના વિજયભાઈ ખૂબ મહેનતુ હતા તથા પક્ષની વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધ હતા. એક પાયાના કાર્યકર તરીકે જાહેર જીવનમાં કારકિર્દીની શરૂઆત કરી તેઓ સંગઠનમાં વિવિધ જવાબદારીઓ નિભાવતા નિભાવતા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.

Tags :
Advertisement

.

×