Rajkot ભાજપમાં આંતરિક કલહ ચરમસીમાએ! એક નેતાની એન્ટ્રીથી જૂથવાદની આગ ભભૂકી, વાત દિલ્હી સુધી પહોંચી
- Rajkot શહેર ભાજપનો જૂથવાદ ઉભો થયો તેનું કારણ હાઈ કમાન્ડને મોકલાયું
- જનસંધથી રાજકોટનો કેસરિયો માહોલ આંતરિક જૂથબંધીમાં પરિવર્તિત
- શહેર ભાજપના સુકાનીના સિલેકશનથી આમત્રંણકાર્ડમાં નામ બાદબાકીનો ખેલ આ મહાશયના ઈશારે?
- રાજકોટ ભાજપના ઇતિહાસમાં ગણેશોત્સવના એક જૂથની ગેરહાજરીથી વાત દિલ્હી સુધી પહોંચી
- રાજ્યસભાના રાજકોટ નિવાસી સાંસદને રાજકોટના નહીં પોરબંદરમાં ગણવાની રાજકીય ચાલ આ નેતાને ઈશારે થયાની ચર્ચા
Rajkot : સૌરાષ્ટ્રનું પાટનગર તરીકે ખ્યાતિ પ્રાપ્ત રાજકોટ એટલે જનસંધ વખતથી કેસરિયો ગઢ એટલે કે વર્તમાનમાં ભાજપનો ગઢ ગણાય છે. પરંતુ છેલ્લા 2 વર્ષથી અહીં નવું જૂનું ભાજપ નહીં અહીં આ અમારું એ પહેલા ના જૂથવાદમાં પ્રચલિત થયું છે. રાજકોટ શહેર (Rajkot City) નો જૂથવાદ હવે ઢાંકયો ઢકાંય એવો નથી રહ્યો. એ જૂથવાદથી જૂના પાયાના નેતાઓ અને કાર્યકરો ખૂબજ વ્યથિત છે. એક તરફ અહીં આજ 2025ના વર્ષ અંતે ડિસેમ્બરમાં મહાનગર પાલિકાની ચૂંટણી છે, ત્યાં રાજકોટ શહેર ભાજપનો આંતરિક કલહના એક પછી એક પ્રકરણો પ્રિન્ટ હોય કે ઇલેક્ટ્રોનિક મીડિયામાં ચમકી રહ્યા છે.
*રાજકોટ ભાજપમાં આવું ન હતું! એક નેતા આવ્યાં અને "દાટ વાળ્યો"
રાજકોટ શહેર (Rajkot City) ભાજપના એક અડીખમ અગ્રણીએ નામ ન લખવાની શરતે સીધુંને સટ્ટ એવું જ કહ્યું કે ગામડા અને નગરના કહેવાતા ત્યાં પણ જૂથવાદમાં મોખરે રહેલા એક નેતાને રાજકોટ શહેર ભાજપની રખેવાળી સોંપી અને અહીં આ આપણા આ સામેના જૂથના ખેલ શરૂ કર્યાં છે. જૂથવાદના આ બીજ એટલે વધુ ફાલ્યા કે શહેર ભાજપના સુકાની પણ આ નેતાના ઈશારે એવું મહાનગર પાલિકામાં કેટલાક લોકો ગુરૂ કહે તેમજ કરવાનું નક્કી કર્યું અને પછી તો "મોરેમોરો"જેવું થયું અને જૂથ વાદ વકરતો રહ્યો. બીજા જૂથના નેતા કે એની સાથે રહેલા જન પ્રતિનિધિ દુઃખી કેમ થાય એવો ખેલ શરૂ થયો અને વકરતો રહ્યો. આજે એ સ્થિતિ છે શિસ્તબદ્ધ ગણાતા ભાજપ ખાસ રાજકોટ શહેર ભાજપ કીંગમેકર બનતા એ નેતાએ જૂથવાદની આગ લગાડી કે તાજેતરમાં રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરીયાની નામ બાદબાકી રાજકોટ ભાજપના ગણેશોત્સવમાં ભાજપનું એક જૂથ નારાજ બીજા ગણેશોત્સવમાં આરતીમાં હાજરી રાજકોટ ભાજપના રાજકારણ સૂચક ગણાઈ રહી છે.
Rajkot માં રખેવાળી સોંપી તે નેતાએ જ...
જો કે મોરેમોરોમાં સમય તો આવે એમ નારાજ જૂથ એ હાઈ કમાન્ડ સુધી રાજકોટ શહેર ભાજપનો આંતર કલહનો એક ધગધગતો રિપોર્ટ મોકલ્યો છે. તેમાં સ્પષ્ટ લખ્યું હોવાનું કહેવાય છે. રાજકોટમાં રખેવાળી સોંપી તે નેતાએ કરેલા જૂથવાદથી પાર્ટીને નુકસાન થાય છે અને ભૂતકાળમાં રામભાઈની જેમ આમંત્રણ કાર્ડમાંથી જૂના જોગીઓ છતાં બાદબાકી અને મહાનગરપાલિકામાં આવે નહીં તેવા આંતરિક ફરમાનના ખેલ કર્યાં છે. જેથી રાજકોટ શહેર ભાજપમાં બંન્ને જૂથપાસે કચ્ચા ચિઠ્ઠા છે, જે ખૂલે તો વ્યક્તિ કરતા પાર્ટી વધુ બદનામ થાય તેવી સ્થિતિ છે. જેથી નવરાત્રિ પહેલા રાજકોટમાં આંતર કલહની હોળી અને ભાજપ હાઈ કમાન્ડ સ્પેશિયલ ડ્રાઈ કરી મોટી સાફસૂફી કરે સાથે રાજકોટની રખેવાળી સોંપી તે નેતાને માપમાં રહેજો હવે હદ થઇ ગઇ તેવું કહેવાય તેવા સંકેત મળે છે.
અહેવાલ - ધર્મેશ વૈદ્ય, અમદાવાદ
આ પણ વાંચો : ribada : ક્ષત્રિય સમાજ સંમેલન ; અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી માટે સરકાર પાસે માંગ, પી.ટી.જાડેજા-કરણસિંહ ચાવડા હાજર


