Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot BJP: શહેર ભાજપમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ સર્જાઈ

Rajkot BJP માં થતા મહિલાઓના અપમાન મુદ્દે મહિલાઓ વિફરી મહિલાઓ દ્વારા લખવામાં આવેલ લેટર બોમ્બ બની સામે આવશે ? અમિતભાઈ શાહને મળવા માટે મહિલા મોરચાએ સમય માંગ્યો Rajkot BJP: રાજકોટ શહેર ભાજપમાં જાણે બરોબર ના ચાલતું હોય તેમ એક...
rajkot bjp  શહેર ભાજપમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ સર્જાઈ
Advertisement
  • Rajkot BJP માં થતા મહિલાઓના અપમાન મુદ્દે મહિલાઓ વિફરી
  • મહિલાઓ દ્વારા લખવામાં આવેલ લેટર બોમ્બ બની સામે આવશે ?
  • અમિતભાઈ શાહને મળવા માટે મહિલા મોરચાએ સમય માંગ્યો

Rajkot BJP: રાજકોટ શહેર ભાજપમાં જાણે બરોબર ના ચાલતું હોય તેમ એક બાદ એક વિવાદ સામે આવી રહ્યા છે. ભાજપમાં ચાલતા જૂથવાદથી શહેર આખુ ચર્ચામાં છે. પણ ભાજપમાં હવે મહિલાઓના અપમાનની વાતની ચર્ચાએ જોર પકડ્યું છે. રાજકોટ મનપા મેયર નયનાબેન પીઠડીયા દ્વારા અગાઉ તેમની જાસૂસીનો આરોપ લગાવ્યો હતો. બાદમાં શાસકપક્ષના નાતે લીલાબેન જાદવ પણ તેના પ્રવાસને લઈ ચર્ચામાં આવ્યા હતા. તેમજ ભાજપના એક જૂથ દ્વારા ચર્ચામાં લાવ્યા હોવાના આરોપ લાગ્યા હતા.

અમિત શાહની રાજકોટ મુલાકાત દરમિયાન મહિલા મોરચો લેટર બોમ્બ ફોડશે?

રાજકોટ શહેર ભાજપ નારાજ મહિલા મોરચામાંથી 12 જેટલી મહિલાઓ એક જૂથ થઈ એક પત્ર તૈયાર કરવા આવ્યો છે. જેમાં 6 પાનાનો પત્ર તૈયાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. તથા પત્રમાં કોંગ્રેસમાંથી આવેલા ભાજપમાં ભળેલા નેતાઓ મહિલાઓનું અપમાન કરે છે અને સાથે ભાજપમાં સક્રિય મહિલાને સાઇડ લાઇન કરવાના ગંભીર આરોપો સાથે કરવામાં આવ્યા છે. આ પાત્ર કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહને આપવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.

Advertisement

Rajkot BJP: અમિત શાહના સમયને લઈ પણ ચર્ચા તેજ બની

એકબાજુ ભાજપમાં ચાલતા જૂથવાદ વચ્ચે મહિલા મોરચો માંડ્યો છે, ત્યારે ભાજપના નેતાઓ મૂંઝવણમાં મુકાયા હોવાનું સામે આવ્યું છે. રાજકોટ આવતા કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહનો સમય કોણે લઈ દીધો છે. મહિલાઓ કેન્દ્રિય મંત્રી અમિતભાઈ શાહને કયા મળવાના છે જેમાં સમગ્ર મામલે ભાજપના નેતા તપાસ કરવા લાગ્યા છે. તાજેતરમાં આવતી મનપાની ચૂંટણીમાં કેટલી અસર થશે તે મોટો સવાલ થઈ રહ્યો છે. એકબાજુ રાજકોટ મનપા ચૂંટણી નજીક આવી રહી છે અને બીજી બાજુ કોંગ્રેસ અને આપ બન્ને પાર્ટીના કાર્યકતાઓ કામે લાગી ગયા છે તેની વચ્ચે ભાજપમાં ચાલતો જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે.

Advertisement

આ પણ વાંચો: World First AI Minister: અલ્બેનિયાના પ્રથમ AI મંત્રીએ સંસદમાં જોરદાર ભાષણ આપ્યું

Tags :
Advertisement

.

×