Rajkot : ઉપલેટામાં મકાન ધરાશાયી, એક મહિલાને ગંભીર ઇજાઓ, અન્ય એક કાટમાળમાં દબાઈ
- રાજકોટ જિલ્લાનાં ઉપલેટામાં મકાન ધરાશાયી થવાનો મામલો (Rajkot)
- એક મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી, બીજી મહિલા કાટમાળમાં દબાઈ
- NDRF ની ટીમે કાટમાળમાં દબાયેલ મહિલાનું રેસ્ક્યૂ કર્યું
- ઇજાગ્રસ્ત મહિલાઓને સારવાર અર્થે ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી
Rajkot : ઉપલેટામાં (Upleta) માર્કેટ વિસ્તારમાં રહેણાક મકાન ધરાશાયી થયું હોવાની ઘટના બની છે. મકાન ધરાશાયી થયા એક મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી છે, જ્યારે બીજી મહિલા કાટમાળમાં દબાઈ જતાં NDRF ની ટીમ દ્વારા મહિલાનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બંને મહિલાઓને સારવાર અર્થે ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. મહિલાઓ ખરીદી કરવા અર્થે બજારમાં નીકળી હતી તે સમયે ઘટના બની હતી.
આ પણ વાંચો - Gujarat Congess : પ્રદેશ પ્રમુખ પદ માટે જહેમત! મલ્લિકાર્જુન ખડગે સાથે MLA વિમલ ચુડાસમાની મુલાકાત
મકાન ધરાશાયી થતાં એક મહિલાને ગંભીર ઇજા, એક મહિલા દબાઈ
રાજકોટ જિલ્લાનાં (Rajkot) ઉપલેટામાં છેલ્લા બે દિવસમાં બે મકાન ધરાશાયી થયા હોવાની ઘટના બની છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આજે બે મહિલા ઘરેથી ખરીદી કરવા માટે માર્કેટ વિસ્તારમાં આવી હતી. દરમિયાન, ચોક ફળિયા વિસ્તારમાં રહેણાક મકાન ધરાશાયી થયું હતું. આ ઘટનામાં એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે. જ્યારે બીજી મહિલા કાટમાળમાં દબાઈ હતી. સ્થાનિકો દ્વારા ઘટનાની જાણ NDRF ને કરાતા ટીમ ત્યાં પહોંચી હતી.
આ પણ વાંચો - Rajkot : 'આનું પરિણામ જોવા જેવું આવશે..!' મંદિરમાં આરતી કરવાની ના પાડવાનો વિવાદ વકર્યો!
બંને મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત, સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ
NDRF ની ટીમ દ્વારા મકાનનાં કાટમાળ હેઠળ દબાયેલ મહિલાનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બંને ઇજાગ્રસ્ત મહિલાઓને સારવાર અર્થે ઉપલેટા સિવિલ હોસ્પિટલ (Upleta Civil Hospital) ખસેડવામાં આવી છે. ઘટનાને પગલે NDRF ની ટીમ, મામલતદાર ચીફ ઓફિસર, પોલીસ અધિકારીઓ, ઉપલેટા નગરપાલિકાનાં ફાયર વિભાગનાં કર્મચારીઓ (Upleta Municipality Fire Department) અને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચ્યા હતા. સ્થાનિકોનો આરોપ છે કે ઉપલેટા નગરપાલિકા દ્વારા જર્જરિત મકાનોને ઉતારવાની કાર્યવાહી ન કરવામાં આવતા આ પ્રકારની ઘટનાઓ બની રહી છે.
આ પણ વાંચો - Bhavnagar : પાનવાડી ચોકમાં ભયનો માહોલ! જાહેર માર્ગ પર તીક્ષ્ણ હથિયાર વડે 3-4 ઇસમોએ મારામારી કરી


