Rajkot શહેર પોલીસે કરી 79 માં સ્વતંત્રતા પર્વની ઉજવણી, 16 અધિકારી-કર્મીને સન્માનિત કરાયા
- 79 માં સ્વતંત્રતા પર્વની Rajkot શહેર પોલીસ દ્વારા ઉજવણી
- પોલીસ હેડ ક્વાર્ટર ખાતે સ્વતંત્રતા પર્વની કરાઈ ઉજવણી
- પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો
- પોલીસના 16 અધિકારી અને કર્મચારીઓને સન્માનિત કરાયા
- છેલ્લા 1 વર્ષમાં કરેલી સારી કામગીરી બદલ સન્માનિત કરાયા
Rajkot : રાજકોટ શહેર પોલીસ (Rajkot City Police) દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આજે 79 માં સ્વતંત્રતા પર્વની (79th Independence Day) ઉજવણી કરાઈ. પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ (BrajeshKumar Jha) રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને 16 અધિકારી-કર્મચારીઓને છેલ્લા એક વર્ષની ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કર્યા હતા. દરમિયાન, તેમણે જણાવ્યું કે, સાઇબર ક્રાઇમ (Cybercrime) નિયંત્રણ માટે સાઇબર લેબ બનાવવામાં આવી છે અને રાજકોટ પોલીસે (Rajkot Police) સૌથી વધુ સાઇબર કેસોનું ડિટેક્શન કરી અરજદારોને તેમની રકમ પરત અપાવી છે.
આ પણ વાંચો - Surat: શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક માટે પસંદગી પામ્યા લોકપ્રિય શિક્ષક ચેતન હિરપરા
79માં સ્વતંત્રતા પર્વની Rajkot Police દ્વારા ઉજવણી | Gujarat First
પોલીસ હેડ ક્વાર્ટર ખાતે સ્વતંત્રતા પર્વની કરાઈ ઉજવણી
Police Commissioner Brajesh Kumar Jha એ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો
પોલીસના 16 અધિકારી અને કર્મચારીઓને સન્માનિત કરાયા
છેલ્લા 1 વર્ષમાં કરેલી સારી કામગીરી બદલ… pic.twitter.com/1G8lPpOAis— Gujarat First (@GujaratFirst) August 15, 2025
Rajkot પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ રાષ્ટ્રધ્વજ ફરકાવી પરેડનું નિરીક્ષણ કર્યું
આજે સમગ્ર દેશમાં 79માં સ્વતંત્રતા પર્વની (79th Independence Day) ઉજવણી કરવામાં આવી છે. આઝાદીનાં જશ્ન અને દેશભક્તિની ભાવનાને જીવંત રાખવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ત્યારે રાજકોટમાં પણ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે રાજકોટ શહેર પોલીસ (Rajkot Police) દ્વારા 79 માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ હતી. પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ રાષ્ટ્રધ્વજ ફરકાવી પરેડનું નિરીક્ષણ કર્યું હતું.
આ પણ વાંચો - Baroda Dairy Controversy : ડેરીની ચૂંટણી બની 'ચેલેન્જ'ની ચૂંટણી! એકનો વાર બીજાનો વળતો પ્રહાર!
16 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનિત કરાયા
આ કાર્યક્રમ દરમિયાન છેલ્લા એક વર્ષમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ 16 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનિત કરી પ્રોત્સાહિત કરાયા હતા. દરમિયાન, પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ જણાવ્યું કે, શહેરમાં સાઇબર ક્રાઇમનાં વધતા કેસોને નિયંત્રિત કરવા ટેક્નોલોજીથી સજ્જ સાઇબર લેબ બનાવવામાં આવી છે. રાજ્યમાં સૌથી વધુ સાઇબર કેસોનું ડિટેક્શન રાજકોટ પોલીસે કર્યું છે અને અરજદારોને તેમની રકમ પરત અપાવી છે.
આ પણ વાંચો - ગૃહમંત્રીની મોટી જાહેરાત, ગુજરાતમાં બનશે દેશનું પહેલું સાયબર ક્રાઇમ યુનિટ


