ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot : જલારામ બાપા અંગે ટિપ્પણી વિવાદ થાળે પડ્યો! દેવસ્વરૂપ સ્વામી-લોહાણા સમાજ વચ્ચે સમજૂતી

આગામી સમયમાં મંદિર અને સમાજની અનુકૂળતા મુજબ જ્ઞાનપ્રકાશ સ્વામી પણ વીરપુર મંદિરે આવી પરિવારની માફી માંગશે.
07:39 PM Mar 04, 2025 IST | Vipul Sen
આગામી સમયમાં મંદિર અને સમાજની અનુકૂળતા મુજબ જ્ઞાનપ્રકાશ સ્વામી પણ વીરપુર મંદિરે આવી પરિવારની માફી માંગશે.
gyanprakash_Gujarat_first 2
  1. Rajkot-વીરપુર જલારામ વિવાદ મામલો થાળે પડ્યો
  2. વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનાં દેવસ્વરૂપ સ્વામી અને લોહાણા સમાજ વચ્ચે સમજૂતી
  3. દેવસ્વરૂપ સ્વામીએ લોહાણા સમાજની માફી માંગી લેતા વિવાદ શાંત થયો
  4. અનુકૂળતાએ જ્ઞાનપ્રકાશ સ્વામી પણ મંદિર અને પરિવારની માફી માંગશે

Rajkot : સ્વામિનારાયણ સંપ્રદાયનાં જ્ઞાનપ્રકાશ સ્વામી (Gyan Prakash Swami Controversy) દ્વારા જલારામ બાપા (Jalaram Bapa) અંગે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ બાપાના ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો છે. વીરપુરમાં (Virpur) આવીને સ્વામી માફી માગે તેવી માગ સાથે રઘુવંશી સમાજ (Raghuvanshi Samaj) દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. જો કે, આ વચ્ચે મોટા સમાચાર આવ્યા છે કે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનાં (Vadtal Swaminarayan sect) દેવસ્વરૂપ સ્વામી અને લોહાણા સમાજ (Lohana Samaj) વચ્ચે સમજૂતી થઈ છે.

આ પણ વાંચો - Gyan Prakash Swami એ 'શિવરાત્રિ' વ્રત અને 'ચારણ સમાજ' અંગે કરી હતી વિવાદિત ટિપ્પણી!

દેવસ્વરૂપ સ્વામીએ લોહાણા સમાજની માફી માંગી

પ્રાપ્ત અહેવાલ અનુસાર, જલારામ બાપા (Jalaram Bapa) અંગે વિવાદાસ્પદ ટિપ્પ્ણી મામલે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનાં દેવસ્વરૂપ સ્વામીએ (Devswaroop Swami) લોહાણા સમાજની માફી માગી લેતા મામલો થાળે પડ્યો છે. માહિતી અનુસાર, આગામી સમયમાં મંદિર અને સમાજની અનુકૂળતા મુજબ જ્ઞાનપ્રકાશ સ્વામી પણ વીરપુર મંદિરે આવી પરિવારની માફી માંગશે. લોહાણા સમાજનાં અગ્રણીઓએ કહ્યું કે, જ્ઞાનપ્રકાશ સ્વામીએ પોતાનાં ફોલોઅર્સ વધારવા માટે આ બફાટ કર્યો હતો.

આ પણ વાંચો - Virpur: જ્ઞાન પ્રકાશ સ્વામીને 24 કલાકમાં દંડવત રૂબરૂ માફી માંગવા અલ્ટીમેટમ, જો માફી નહીં માંગે તો...

જ્ઞાનપ્રકાશ સ્વામી પણ વીરપુર મંદિરે આવી માફી માગશે

લોહાણા સમાજનાં (Lohana Samaj, Rajkot) અગ્રણીઓ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી, જેમાં જણાવ્યું હતું કે, દેવસ્વરૂપ સ્વામીએ કહ્યું છે કે આ મામલે વડતાલ ટેમ્પલ બોર્ડ (Vadtal Temple Board) દ્વારા લેખિતમાં અને વીડિયો મારફત પણ માફી માંગવામાં આવશે. દેવસ્વરૂપ સ્વામીએ કહ્યું કે, આ બાબતે જ્ઞાનપ્રકાશ સ્વામીને પણ ઠપકો આપવામાં આવ્યો છે અને ભવિષ્યમાં આવી ઘટના ફરી વાર ન બને તેનું ધ્યાન રખાશે.

આ પણ વાંચો - Gandhinagar: શિક્ષણ મંત્રીની આરતી ઉતારી ટેટ-ટાટના ઉમેદવારોએ કર્યો અનોખો વિરોધ

Tags :
Devswaroop SwamiGUJARAT FIRST NEWSGyan Prakash Swami ControversyJalaram BapaLohana SamajRAJKOTSwaminarayan sectTop Gujarati NewsVadtal Swaminarayan SectVadtal Temple BoardVirpur
Next Article