Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : રાજકોટમાંથી બે વર્ષ પહેલા ઝડપાયેલા 3 આતંકીને કોર્ટે ફટકારી આકરી સજા

એટીએસએ (Gujarat ATS) વર્ષ 2023 માં સોની બજારમાંથી આ ત્રણેય આતંકવાદીઓને ઝડપી પાડ્યા હતા.
rajkot   રાજકોટમાંથી બે વર્ષ પહેલા ઝડપાયેલા 3 આતંકીને કોર્ટે ફટકારી આકરી સજા
Advertisement
  1. Rajkot માંથી ઝડપાયેલા ત્રણ આતંકીને આકરી સજા ફટકારાઈ
  2. સેશન્સ કોર્ટે ત્રણ આતંકીને અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારાઈ
  3. સોની બજારમાંથી ઝડપાયા હતા અલકાયદાનાં ત્રણ આતંકી
  4. અબ્દુલ શકુર અલી, અમન સિરાજ મલિક અને સાફન શહીદને સજા

Rajkot : રાજકોટમાંથી ઝડપાયેલા 3 આતંકીઓને કોર્ટે આકરી કેદની સજા ફટકારી છે. સેશન્સ કોર્ટે (Rajkot Sessions Court) આતંકવાદીઓને અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારી છે. એટીએસએ (Gujarat ATS) વર્ષ 2023 માં સોની બજારમાંથી આ ત્રણેય આતંકવાદીઓને ઝડપી પાડ્યા હતા. આતંકવાદીઓ અલકાયદાનો (Al-Qaeda) પ્રચાર, મોબાઇલનાં ઉપયોગથી ભારત વિરૂદ્ધ દ્વેષ ફેલાવતા હોવાનું તપાસમાં ખુલ્યું હતું.

આ પણ વાંચો - Ahmedabad : વટવા GIDC માં ગરબા આયોજકે ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર!

Advertisement

Rajkot માં રહી આતંકી સંગઠન અલકાયદા માટે કરતા હતા કામ!

માહિતી અનુસાર, ગુજરાતનાં રાજકોટ શહેરમાંથી (Rajkot) જુલાઈ 2023 માં ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વાડ (ATS) દ્વારા ત્રણ આતંકીઓને પકડવામાં આવ્યા હતા, જે આતંકી સંગઠન અલકાયદા (Al-Qaeda) સાથે જોડાયેલા હોવાનું જણાવાયું હતું. આ ત્રણેય આરોપીઓ પશ્ચિમ બંગાળનાં રહેવાસી હતા અને રાજકોટનાં સોની બજારમાં સોનાનાં પોલિશિંગનાં કામે રોકાયેલા હતા. દરમિયાન, ATS ને મળેલી ગુપ્ત માહિતીનાં આધારે તેમને પકડવામાં આવ્યા હતા.

Advertisement

આ પણ વાંચો - Surendranagar : સરા-ધ્રાંગધ્રા રોડ પર મોડી રાતે સર્જાયો ગોઝારો અકસ્માત, 3 નાં મોત

ત્રણ આતંકીઓને અંતિમ શ્વાસ સુધીની સજા કોર્ટે ફટકારી

રિપોર્ટ મુજબ, રાજકોટમાં આ ત્રણેય આતંકવાદી અબ્દુલ શકુર અલી, અમન સિરાજ મલિક અને સાફન શહીદ ઘણા મહિનાઓથી રહેતા હતા અને મોબાઇલના ઉપયોગથી ભારત વિરૂદ્ધ દ્વેષ ફેલાવતા અને અલકાયદાનો પ્રચાર કરતા હતા. આ ત્રણેયને સેશન્સ કોર્ટમાં રજૂ કરી કેસ ચાલી જતાં તમામ પુરાવા, દલીલોનાં આધારે કોર્ટે આકરી સજા ફટકારી છે. કોર્ટે આતંકવાદીઓને અંતિમ સ્વાસ સુધીની સજા ફટકારી છે.

આ પણ વાંચો - Rupal માં વરદાયિની માતાજીની પલ્લી : 5000 વર્ષ જૂની પરંપરા, લાખો ભાવિકોની હાજરી

Tags :
Advertisement

.

×