ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot માં બિન્દાસ્ત દારૂનું વેચાણ, શાંતિથી બેસીને પીવાની પણ છે વ્યવસ્થા!

Rajkot : મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છંતા પણ રાજ્યના અનેક જિલ્લાઓના તાલુકામાં દેશી દારૂની હાટડીઓ ધમધમે છે. પોલીસતંત્રની રહેમનજરે આ દેશી દારૂના સ્ટેન્ડ ચાલી રહ્યા છે.
11:46 AM Mar 05, 2025 IST | Hardik Shah
Rajkot : મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છંતા પણ રાજ્યના અનેક જિલ્લાઓના તાલુકામાં દેશી દારૂની હાટડીઓ ધમધમે છે. પોલીસતંત્રની રહેમનજરે આ દેશી દારૂના સ્ટેન્ડ ચાલી રહ્યા છે.
People are openly drinking Desi Daru in Rajkot

Rajkot : મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છંતા પણ રાજ્યના અનેક જિલ્લાઓના તાલુકામાં દેશી દારૂની હાટડીઓ ધમધમે છે. પોલીસતંત્રની રહેમનજરે આ દેશી દારૂના સ્ટેન્ડ ચાલી રહ્યા છે. સુત્રોની માનીએ તો હપ્તા સિસ્ટમના કારણે આજે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં દેશી દારુ આસાનીથી મળી રહે છે. વિશ્વાસ ન આવે તો જોઇ લો રાજકોટ શહેરના માલવીયોનગર વિસ્તારને. જ્યા દારુ આસાનીથી મળી તો રહે જે છે પણ એક રીતે અહીં બાર જેવું વાતાવરણ ઉભુ કરી દેવામાં આવ્યું છે.

પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટરના અંતરે દારુનું વેચાણ?

રાજકોટ શહેરમાં ફરી એકવાર પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉભા થયા છે. શહેરના માલવીયા નગર વિસ્તારમાં એક દેશી દારૂનું બાર ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું છે, જે પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટરના અંતરે સ્થિત છે. આ બારમાં દેશી દારૂનું વેચાણ થવાની સાથે-સાથે લોકો માટે બેસીને પીવાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. આશ્ચર્યની વાત એ છે કે, કોઈપણ પ્રકારની રોકટોક વગર ખુલ્લેઆમ લોકો અહીં દારૂનું સેવન કરી રહ્યા છે. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેના કારણે પોલીસની કાર્યપદ્ધતિ પર અનેક સવાલો ઉઠવા લાગ્યા છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, પોલીસ સ્ટેશનની નજીક હોવા છતાં આવું ગેરકાયદેસર કૃત્ય નિર્ભયપણે ચાલી રહ્યું છે. આ ઘટનાએ લોકોમાં રોષ પેદા કર્યો છે. મળતી માહિતી અનુસાર, આ વીડિયો 15 દીવસ પહેલાં વાયરલ થયો હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી છે.

શું પોલીસની રહેમરાહ વિના દેશી દારુના અંડાઓ ચાલી શકે ખરા?

અગાઉ પણ રાજકોટમાં પાનના ગલ્લે દેશી દારૂ વેચાતો હોવાના વીડિયો સામે આવ્યા હતા, અને હવે આ દેશી દારૂના બારનો વીડિયો વાયરલ થતાં પોલીસની દેખરેખ અને દારૂબંધીના અમલીકરણની અસરકારકતા પર સવાલો ઉભા થયા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, આવી ઘટનાઓ નિયમિત બની રહી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાતાં નથી. સુત્રોની માનીએ તો આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ પર દબાણ વધ્યું અને તેમણે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરી યોગરાજસિંહ ગોહિલ નામના શખ્સ સામે ગુનો નોંધ્યો છે. જોકે, આ ઘટના ગુજરાતમાં દારૂબંધીના કાયદાના અમલીકરણની વાસ્તવિકતા પર પણ પ્રકાશ પાડે છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત કે જ્યા દારુબંધી હોવા છતા લોકોને આસાનીથી દેશી દારુ મળી રહે છે, જે ક્યાકને ક્યાક રાજ્યના તંત્ર પર સવાલ ઉઠાવે છે. શું પોલીસની રહેમરાહ વિના દેશી દારુના અંડાઓ ચાલી શકે ખરા? સમયાંતરે રાજ્ય સરકાર પર પણ આવા મામલે સવાલો ઉઠ્યા છે. ત્યારે શું આ પ્રકારનો વીડિયો સામે આવ્યા બાદ સરકાર કોઇ નક્કર પગલા લેશે કે નહીં તે હવે જોવું જ રહ્યું.

https://img.cdn.sortd.mobi/live-gujaratfirst-com-prod-sortd/media679ad1d0-f989-11ef-b5e5-014e5647282e.mp4

આ પણ વાંચો :  પ્રિન્સિપાલ દારુ પીને ઝંડો ફરકાવવા શાળાએ પહોંચ્યા, પોલીસે પકડ્યા તો કહ્યું આર્થિક સંકટમાં છું

Tags :
Alcohol Ban Controversy in GujaratDesi Liquor Consumption in RajkotDesi Liquor Sale in GujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat Prohibition Act LoopholesGujarat Prohibition Law FailureGujarati NewsHardik ShahIllegal Alcohol Trade in RajkotLiquor Ban Violation in GujaratLiquor Bar Near Police StationLiquor Cartels Operating in GujaratLiquor Mafia in GujaratPolice Corruption in Liquor TradeRAJKOTRajkot Illegal Liquor BarRajkot Malviyanagar Liquor DenRajkot NewsUnlicensed Alcohol Bars in IndiaViral Video of Illegal Liquor Bar
Next Article