Rajkot : જિ. પં.નું સ્થળાંતર શાસકોને ફળી ગયું? લાખોનો ખર્ચ બતાવ્યાનો વિપક્ષી નેતાનો આરોપ
- Rajkot જિલ્લા પંચાયતમાં કૌભાંડનો ગંભીર આક્ષેપ
- જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા મનસુખ સાકરિયાએ કર્યા આક્ષેપ
- "જિલ્લા પંચાયતની નવી બિલ્ડિંગનું ચાલી રહ્યું છે કામ"
- "શાસકોએ સ્થળાંતર માટે અંદાજિત 70 લાખનો ખર્ચ બતાવ્યો"
Rajkot : રાજકોટમાં જિલ્લા પંચાયતમાં કૌભાંડનો ગંભીર આક્ષેપ થયો છે. જિલ્લા પંચાયતનાં વિપક્ષ નેતા મનસુખ સાકરિયાએ (Mansukh Sakaria) આ આક્ષેપ કર્યા છે. તેમણે આરોપ કર્યો કે, જિલ્લા પંચાયતની નવી બિલ્ડિંગનું કામ ચાલતુ હોવાથી હાલ જૂની કોર્ટ ખાતે જિલ્લા પંચાયત કાર્યરત છે. જ્યારે શાસકોએ સ્થળાંતર માટે અંદાજિત રૂપિયા 70 લાખનો મસમોટો ખર્ચ બતાવ્યો છે. શું જિલ્લા પંચાયતનું સ્થળાંતર શાસકોને ફળી ગયું ? કોણ મલાઈ ખાઈ ગયું તે સૌથી મોટો સવાલ છે.
આ પણ વાંચો -Banaskantha : CM ભૂપેન્દ્ર પટેલ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે, સાંસદ ગેનીબેન ઠાકોરે કરી આ માગ
Rajkot જિલ્લા પંચાયતમાં કૌભાંડનો ગંભીર આરોપ
રાજકોટમાં જિલ્લા પંચાયતની નવી બિલ્ડિંગનું કામ ચાલતું હોવાથી હાલ જિલ્લા પંચાયત જૂની કોર્ટ ખાતે કાર્યરત છે. જો કે, જિલ્લા પંચાયતનાં આ કામમાં મસમોટું કૌભાંડ (Rajkot District Panchayat Scam) આચરવામાં આવ્યું હોવાનો ગંભીર આરોપ જિલ્લા પંચાયતનાં વિપક્ષ નેતા મનસુખ સાકરિયાએ કર્યા છે. તેમણે આરોપ લગાવી જણાવ્યું કે, જિલ્લા પંચાયતનાં સ્થળાંતર માટે શાસકોએ અંદાજિત રૂ. 70 લાખનો ખર્ચ બતાવ્યો છે, જે હેઠળ જિલ્લા પંચાયત દ્વારા કચરો સાફ કરવા રૂ. 12 લાખનો ખર્ચ બતાવ્યો છે. જ્યારે પ્રિન્ટર, રેકોર્ડ, કોમ્પ્યુટર સ્થળાંતર કરવા રૂ. 12.23 લાખનો ખર્ચ જણાવ્યો છે.
આ પણ વાંચો -Devayat Khavad : ડાયરા કલાકાર દેવાયત ખવડની મુશ્કેલીમાં વધારો, 7 દિવસના રિમાન્ડ મંજૂર
જિલ્લા પંચાયતનું સ્થળાંતર શાસકોને ફળી ગયું ? : મનસુખ સાકરિયા
વિપક્ષ નેતા મનસુખ સાકરિયાએ આક્ષેપ કરી જણાવ્યું કે, કોમન ટોયલેટ રિપેરિંગ-વોટરપ્રૂફિંગ માટે રૂ. 16.35 લાખનો ખર્ચ અને એલ્યુમિનિયમ સેક્શનનાં પડદા, ફર્નિચર રિપેરિંગ અને કલર કામ માટે રૂપિયા 12 લાખનો ખર્ચ બતાવ્યો છે. લોખંડની ગ્રિલ અને ગ્લાસ પાર્ટિશન માટે બીજા રૂ. 12.13 લાખનો ખર્ચ થયો હોવાનું જણાવ્યું છે. ઉપરાંત, GSWAN નાં રાઉટરનાં પ્લેટફોર્મ બનાવવા રૂ. 4.80 લાખનો ખર્ચની માહિતી આપી છે. વિપક્ષ નેતાએ ગંભીર આરોપ સાથે સવાલ કર્યો કે શું જિલ્લા પંચાયતનું સ્થળાંતર શાસકોને ફળી ગયું ? કોણ મલાઈ ખાઈ ગયું તે સૌથી મોટો સવાલ છે. જો કે, આ મામલે યોગ્ય અને નિષ્પક્ષ તપાસ થાય તો ચોંકાવનારા ખુલાસા થવાની વકી છે.
આ પણ વાંચો -Ahmedbad : બોપલમાં ગટરની સફાઈ કરતા 2 શ્રમિકનાં મોત મામલે મોટી કાર્યવાહી!