Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : સોની બજારમાં 1 કરોડનાં સોનાની ચોરી કરનારી બંગાળી કારીગરની ટોળકી ઝડપાઈ

એક જ દિવસ નોકરી પર રહીને 1349.330 ગ્રામ સોનું ચોરીને આરોપી મેઘાલય (Meghalaya) ફરાર થયો હતો.
rajkot   સોની બજારમાં 1 કરોડનાં સોનાની ચોરી કરનારી બંગાળી કારીગરની ટોળકી ઝડપાઈ
Advertisement
  1. Rajkot-સોની બજારમાં 1 કરોડનાં સોનાની ચોરીનો મામલો
  2. સોનું તફડાવી ભાગી ગયેલા બંગાળી કારીગરની ટોળકી ઝડપાઈ
  3. પોલીસે 4 આરોપીઓને ઝડપી 85 લાખનું સોનું કબજે કર્યું
  4. એક જ દિવસ નોકરી પર રહીને સોનું લઈ મેઘાલય ભાગી ગયા હતા આરોપી
  5. બંગાળી કારીગર 1349.330 ગ્રામ સોનું લઇને થયા હતા ફરાર

Rajkot : રાજકોટમાં સોની વેપારીનું એક કરોડનું સોનું તફડાવી ભાગી ગયેલા બંગાળી કારીગરની (Gang of Bengali) ટોળકી આખરે ઝડપાઈ છે. એક જ દિવસ નોકરી પર રહીને 1349.330 ગ્રામ સોનું ચોરીને આરોપી મેઘાલય (Meghalaya) ફરાર થયો હતો. આ ચોરીનાં કાવતરામાં અન્ય લોકોની સંડોવણી બહાર આવતા પોલીસે અન્ય ત્રણય આરોપીઓની પણ ધરપકડ કરી છે અને કુલ 85 લાખનું સોનું કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Junagadh : વરસાદથી ખેડૂતોના માથે કહેર, મગફળીનો પાક ફેઈલ

Advertisement

એક જ દિવસ કામ કરનારો બંગાળી કારીગર રૂ.1 કરોડનું સોનું તફડાવી ગયો હતો

રાજકોટ શહેરનાં (Rajkot) સોનીબજારમાં પેઢી ધરાવતા તરૂણભાઇ પાટડિયાને ત્યાં એક જ દિવસ કામ કરનારો બંગાળી કારીગર રૂ.1 કરોડની કિંમતનું 1349.30 ગ્રામ સોનું તફડાવી ગયો હતો. આ મામલામાં ક્રાઇમ બ્રાંચ (Crime Branch) અને એ-ડિવિઝન પોલીસે (A-Division Police) કુલ 4 આરોપીને ઝડપી રૂ.85 લાખનું સોનું કબજે કર્યું છે. તરૂણભાઇની પેઢીમાંથી સોનું તફડાવી જનાર આરોપી જિન્નોત ઊર્ફે સફીફુલ શેખને પોલીસે મેઘાલયના ચેરાપુંજીથી ઝડપી પાડ્યો હતો અને 9 દિવસનાં રિમાન્ડ પણ મેળવી લીધા હતા.

Advertisement

આ પણ વાંચો - ગુજરાત ભાજપની પ્રદેશ અધ્યક્ષ ચૂંટણી પર Gopal Italia : "ચૂંટણીમાં માનતા નથી, તો આ ચૂંટણી ક્યાંથી આવી?"

અન્ય 3 શખ્સનું નામ ખુલતા Rajkot પોલીસે ધરરપકડ કરી

આરોપી જિન્નોત કેફિયતની પૂછપરછમાં જાણવા મળ્યું કે, ચોરીનું કાવતરું પશ્ચિમ બંગાળનાં (West Bengal) સહાજન જલીલ મંડલ, પિન્ટુ ઇર્શાદઅલી શેખ અને જાફર હુસેન શેખે સાથે મળીને રચ્યું હતું.પોલીસે ઉપરોક્ત 3 આરોપીની પણ ધરપકડ કરીને ચોરી થયેલા સોનામાંથી અત્યાર સુધીમાં રૂ.85 લાખનું સોનું કબજે કર્યું છે. જ્યારે અન્ય સોનું કોને વેચ્યું તે સહિતના મુદ્દે પોલીસે ચારેયની પૂછપરછ શરૂ કરી છે.

આ પણ વાંચો - ગુજરાત ભાજપનો નવો સુકાની કોણ ? OBC ચહેરો કે સરપ્રાઈઝ? રાજકીય રંગમંચ પર ચર્ચાઓનો ધમધમાટ

Tags :
Advertisement

.

×