Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : Gujarat First ના અહેવાલની ધારદાર અસર, મેડિકલ કોલેજમાં તપાસનો ધમધમાટ

Rajkot Medical College માં સરકારી ડોક્ટરની ખાનગી પ્રેક્ટિસના પ્રકરણમાં Gujarat First ના અહેવાલની ધારદાર અસર થઈ છે. વાંચો વિગતવાર.
rajkot   gujarat first ના અહેવાલની ધારદાર અસર  મેડિકલ કોલેજમાં તપાસનો ધમધમાટ
Advertisement
  • Gujarat First ના અહેવાલની ફરી એકવાર ધારદાર અસર
  • અહેવાલ બાદ મેડિકલ કોલેજમાં તપાસનો ધમધમાટ
  • 5 જેટલા ડોક્ટરોની ટીમ બનાવી તપાસ કરવામાં આવશે
  • 19માંથી 15 કરાર આધારિત ડોક્ટરોને ખાનગી પ્રેક્ટિસની મંજૂરી
  • 4 ડોક્ટરો મેળવતા હતા મેડિકલ નોન પ્રેક્ટિસ એલાઉન્સ

Rajkot : મેડિકલ કોલેજના 19 જેટલા ડોક્ટરો સરકારી પગાર લે છે અને પ્રેક્ટિસ ખાનગી હોસ્પિટલમા કરે છે. ડો. દોશીએ લખેલા પત્રથી ખળભળાટ મચી ગયો છે. લાખો રૂપિયા સરકારી પગાર લેવાનો અને ખાનગી હોસ્પિટલમાં ફુલ ટાઇમ પ્રેક્ટિસ કરતા હોવાનું સામે આવ્યુ છે. Gujarat First ને અમુક હોસ્પિટલ વેબસાઈટ પરથી ડોક્ટરો નામ અને ફોટા પણ મળી આવ્યા છે. ડોક્ટરની ડબલ પ્રેક્ટિસની ગાંધીનગર આરોગ્ય વિભાગમાં નોંધ લેવાઈ છે.

મેડિકલ કોલેજમાં તપાસનો ધમધમાટ

રાજકોટ મેડિકલ કોલેજ (Rajkot Medical College) માં સરકારી ડોક્ટર્સ ખાનગી પ્રેક્ટિસ કરીને બંન હાથમાં લાડવા લેતા હોવાનો ઘટસ્ફોટ Gujarat First દ્વારા કરવામાં આવ્યો હતો. મોટા સરકારી પગાર ઉપરાંત ખાનગી પ્રેક્ટિસ કરીને લાખોની કમાણી કરતા ડોક્ટર્સ પર હવે ગાંધીનગરના આરોગ્ય વિભાગ (Health Department) દ્વારા તવાઈ લાવવામાં આવી છે. આ સમગ્ર પ્રકરણની સઘન તપાસમાં 5 જેટલા ડોક્ટરોની ટીમ બનાવવામાં આવી છે.

Advertisement

Gujarat First ને મળી અતિ મહત્વની વિગતો

રાજકોટ મેડિકલ કોલેજના ડોક્ટર સરકારી ફરજ નિભાવવાને બદલે ખાનગી પ્રેક્ટિસ કરીને લાખોની કમાણી કરતા હોવાના કિસ્સામાં Gujarat First ને અતિ મહત્વની વિગતો મળી છે. જેમાં 19માંથી 15 કરાર આધારિત ડોક્ટરોને ખાનગી પ્રેક્ટિસની મંજૂરી આપવામાં આવી હતી. જ્યારે 4 ડોક્ટરો મેડિકલ નોન પ્રેક્ટિસ એલાઉન્સ મેળવતા હતા.

Advertisement

આ પણ વાંચોઃ Ahmedabad : અમદાવાદમાં ફેમિલી કોર્ટના જજ સાથે 94 હજારની ઓનલાઈન છેતરપિંડી થતા હડકંપ મચ્યો

15 ડોક્ટરોને બચાવવા કમિટીનું તરકટ કે પછી...?

રાજકોટ મેડિકલ કોલેજના સરકારી ડોક્ટરો સરકારી હોસ્પિટલમાં ગેરહાજર રહીને ખાનગી પ્રેક્ટિસ કરીને પોતાના ગજવા ભરવાના સમગ્ર કિસ્સામાં કમિટી રચવામાં આવી છે. જો કે સરકારી ડોક્ટર સિવિલ હોસ્પિટલ સિવાય ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ ના કરી શકે. જો તંત્ર 7 દિવસના ડ્યુટી સમયના સિવિલના CCTV ચકાસણી કરે તો ભાંડો ફૂટે તેવી સંભાવનાઓ છે. જો કે આ સમયે લાખોનો પગાર લેતા ડોક્ટરો સામે ખરા અર્થમાં કાર્યવાહી થશે ? બીજું આ કમિટી 15 ડોક્ટરોને બચાવવા તરકટ કરી રહી છે કે શું ? આ સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ  Gandhinagar : મુખ્યમંત્રી કાર્યાલય- CMO ને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, યુદ્ધના ધોરણે તપાસ શરુ

Tags :
Advertisement

.

×