Rajkot Heavy Rain : પોપટપરા ગરનાળામાં પાણી ભરાતા અનેક વાહનો ફસાયા, Gujarat First ના રિપોર્ટરે આ રીતે કરી મદદ!
- Rajkot Heavy Rain
- હવામાન વિભાગની આગાહી પગલે રાજકોટમાં ધોધમાર વરસાદ
- વહેલી સવારથી રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ
- શહેરના મોટાભાગના વિસ્તારમાં ધોધમાર વરસાદ
- ધોધમાર વરસાદથી પોપટપરા ગળનાળામાં પાણી ભરાયું
- અનેક વાહનો પાણીના પ્રવાહમાં ફસાયા
- Gujarat First ના રિપોર્ટર રહીમ લાખાણીએ વાહનો બહાર કાઢવા હિંમત આપી
Rajkot Heavy Rain : રાજ્યમાં સતત વરસતા વરસાદે લોકોને ભારે મુશ્કેલીમાં મૂક્યા છે. હાલ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, જેના માટે હવામાન વિભાગે અગાઉથી જ ચેતવણી આપી હતી. સૌરાષ્ટ્રના રાજકોટમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં સતત વરસી રહેલા વરસાદે એક તરફ ઠંડકનો માહોલ સર્જ્યો છે, તો બીજી તરફ જનજીવનને અસર કરી અનેક સ્થળોએ તંત્રની ખામીઓ પણ બહાર લાવી છે. રાજકોટમાં ધોધમાર વરસાદ (Rajkot Heavy Rain)ને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ છે.
શહેરભરમાં જળબંબાકાર
રાજકોટ શહેરમાં આજે વહેલી સવારથી શરૂ થયેલા વરસાદે ટૂંકા સમયમાં જ શહેરને પાણી-પાણી કરી દીધું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના મોટાભાગના મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ટ્રાફિક અને સામાન્ય અવરજવર પર મોટી અસર થઈ છે. આ સિઝનનો અણધાર્યો વરસાદ ખેડૂતો માટે બેવડી મુશ્કેલી લઈને આવ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર, ખેતરોમાં તૈયાર ઊભા પાકને નુકસાન થયુ છે જેના કારણે ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે. કમોસમી વરસાદે પાકને મોટું નુકસાન પહોંચાડ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
Rajkot : ધોધમાર વરસાદથી વાહનો પાણીના પ્રવાહમાં ફસાયા | Gujarat First
રાજકોટમાં ધોધમાર વરસાદથી પોપટપરા ગરનાળામાં પાણી ભરાયા
પોપટપરા ગરનાળામાં અનેક વાહનો પાણીના પ્રવાહમાં ફસાયા
પોપટપરા ગરનાળામાંથી 10 જેટલા વાહનો બહાર કાઢવામાં આવ્યા
ગુજરાત ફર્સ્ટની ટીમે ગરનાળામાંથી વાહનો બહાર… pic.twitter.com/OoiBnxJpI6— Gujarat First (@GujaratFirst) November 1, 2025
ધોધમાર વરસાદથી પોપટપરા ગળનાળામાં પાણી ભરાયા (Rajkot Heavy Rain)
જણાવી દઇએ કે, રાજકોટ શહેરમાંથી પણ એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં પોપટપરા ગરનાળામાં ધોધમાર વરસાદને કારણે ભારે માત્રામાં પાણી ભરાયું હતું અને જોતજોતામાં અહીં પાણીનો પ્રવાહ એટલો વધી ગયો કે અનેક વાહનો આ પ્રવાહમાં ફસાઈ ગયા. અહીં પાણીના જોરદાર પ્રવાહની વચ્ચે અનેક કાર, બાઇક અને ઓટો રિક્ષા ફસાઈ ગયા હતા. આ વાહનોમાં સવાર લોકોને મદદની તાતી જરૂરિયાત હતી, અને તેઓ ભયભીત હાલતમાં મદદની રાહ જોઈ રહ્યા હતા.
ગુજરાત ફર્સ્ટના રિપોર્ટરની હિંમત અને માનવતા
આ મુશ્કેલ પરિસ્થિતિમાં જ્યારે તંત્રની હાજરી ક્યાંય જોવા મળી નહોતી, ત્યારે ગુજરાત ફર્સ્ટના રિપોર્ટર રહીમ લાખાણીએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ગુજરાત ફર્સ્ટના રિપોર્ટર રહીમ લાખાણીએ માત્ર રિપોર્ટિંગ કરવાને બદલે, પાણીના પ્રવાહમાં ફસાયેલા લોકોને હિંમત આપી અને તેમને બહાર કાઢવાનું શરૂ કર્યું. તેમની હિંમત જોઈને અન્ય સ્થાનિક લોકો પણ આ બચાવકાર્યમાં જોડાયા. આ સામૂહિક પ્રયાસના કારણે લગભગ 10 જેટલા લોકો અને તેમના વાહનોને પાણીના પ્રવાહમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. જે લોકોના વાહનોને બહાર કાઠવામાં મદદ કરી તેમાંના એક ઓટો રિક્ષા ચાલકે ભાવુક થઈને કહ્યું કે, "સગો બાપ ન કરે એવું કામ તમે કર્યું છે."
આ પણ વાંચો : Gujarat Rain Alert : રાજ્યમાં હજુ 3 દિવસ હાહાકાર મચાવશે માવઠું, હવામાન વિભાગની આગાહી


