Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : લુખ્ખા તત્વોનો આતંક! નજીવી બાબતે પેટ્રોલ પંપનાં સ્ટાફ પર છરી વડે હુમલો

એક શખ્સે છરી વડે હુમલો કરતા પેટ્રોલ પંપના સ્ટાફની એક વ્યક્તિને ઇજા પહોંચી હતી.
rajkot   લુખ્ખા તત્વોનો આતંક  નજીવી બાબતે પેટ્રોલ પંપનાં સ્ટાફ પર છરી વડે હુમલો
Advertisement
  1. Rajkot માં અસામાજિક તત્વોનો આતંક આવ્યો સામે
  2. કોઠારિયા ગામ પાસે ધનલક્ષ્મી પેટ્રોલ પંપ સ્ટાફ પર હુમલો
  3. સિગારેટ પીવાની ના પાડતા અસામાજિક તત્વોએ હુમલો કર્યો
  4. પેટ્રોલ પંપના સ્ટાફ પર છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી

Rajkot : રંગીલા રાજકોટમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. કોઠારિયા ગામ પાસે આવેલા ધનલક્ષ્મી પેટ્રોલ પંપ પર સિગારેટ પીવાની ના પાડતા કેટલાક લોકો દ્વારા પેટ્રોલ પંપનાં સ્ટાફ સાથે માથાકૂટ કરવામાં આવી હતી. દરમિયાન, એક શખ્સે છરી વડે હુમલો કરતા પેટ્રોલ પંપના સ્ટાફની એક વ્યક્તિને ઇજા પહોંચી હતી. આ ઘટનાનાં CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. આ મામલે આજીડેમ પોલીસ મથકમાં (Ajidem Police Station) બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ થતા કાર્યવાહી હાથ ધરાઈ છે.

આ પણ વાંચો - Gujarat Police : ગ્રામ્ય સ્તરે ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા, 'ઓપરેશન સિંદૂર' સમયે પોલીસ સાથે સંકલન સરળ બન્યું

Advertisement

પેટ્રોલ પંપ પર સિગારેટ ન પીવા જેવી નજીવી બાબતે મારામારી કરી

રંગીલા રાજકોટમાં (Rajkot) લુખ્ખાતત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. આવા અસામાજિક તત્વોને જાણે પોલીસનો કોઈ ડર કે ખોફ ન રહ્યો હોય તેમ અવારનવાર તેમનાં આંતકની અને ગુનાહિત પ્રવૃત્તિઓની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે એવી જ એક ઘટના હવે કોઠારિયા ગામ (Kotharia Village) પાસે આવેલા પેટ્રોલ પંપ પર બની છે. ધનલક્ષ્મી પેટ્રોલ પંપ પર સિગારેટ પીવાની ના પાડતા લુખ્ખાતત્વો દ્વારા પેટ્રોલ પંપનાં સ્ટાફ સામે માથાકૂટ કરી મારામારી કરવામાં આવી હતી.

Advertisement

આ પણ વાંચો - Vadodara : કાળા કાચ વાળી સ્કોર્પિયોમાં નિયમો તોડીને કરેલી 'રીલબાજી' વાયરલ

Rajkot માં પેટ્રોલ પંપનાં સ્ટાફ પર છરી વડે હુમલો

દરમિયાન, એક શખ્સે પેટ્રોલ પંપનાં સ્ટાફની એક વ્યક્તિ પર છરી વડે હુમલો કરતા તે ઇજાગ્રસ્ત થઈ હતી. ઇજાગ્રસ્ત શખ્સને સારવાર અર્થે તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે, આ સમગ્ર ઘટના પેટ્રોલ પંપનાં CCTV કેમેરામાં પણ કેદ થઈ છે. આ મામલે આજીડેમ પોલીસ મથકમાં (Ajidem Police Station) અમનભાઈ ફિરોજભાઈ પઢીયાર નામનાં શખ્સે બે લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે CCTV ફૂટેજનાં આધારે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Junagadh : નશામાં ધૂત કારચાલકે અનેક વાહન-લોકોને અડફેટે લીધા! 10 કિમી ફિલ્મી ઢબે પીછો કરી પોલીસે ઝડપ્યો

Tags :
Advertisement

.

×