Rajkot : લલિત વસોયાએ ગોપાલ ઈટાલિયા પર 10 કરોડનો માનહાનિનો દાવો કર્યો
- Gopal Italia પર 10 કરોડનો માનહાનિનો દાવો કર્યો
- કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય Lalit Vasoya એ માનહાનિનો કર્યો દાવો
- સ્ટિંગ ઓપરેશનના છબી ખરડવાનો પ્રયાસ કરાયો - લલિત વસોયા
Rajkot : વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી હાઈવોલ્ટેજ પોલિટિકલ ડ્રામા બની હતી. જેમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા (Gopal Italia) નો ભવ્ય વિજય થયો હતો. આ ચૂંટણીના પ્રચાર દરમિયાન ગોપાલ ઈટાલિયાએ એક સ્ટિંગ ઓપરેશન પણ કર્યુ હતું. જેમાં ઉમેદવારોની ખરીદીનો આરોપ પણ લગાડવામાં આવ્યો હતો. આ સ્ટિંગ ઓપરેશન મુદ્દે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા (Lalit Vasoya) એ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર 10 કરોડની માનહાનિનો દાવો કર્યો છે.
છબી ખરડવાનો પ્રયાસ
વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી જીતવા માટે ભાજપ (BJP), કોંગ્રેસ (Congress) અને આમ આદમી પાર્ટી (Aam Adami Party) એ એડીચોટીનું જોર લગાવી દીધું હતું. જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ તો સ્ટિંગ ઓપરેશન કરીને ચૂંટણીમાં ઊભેલા ઉમેદવારોની ખરીદીના આરોપ પણ લગાવ્યા હતા. આ સ્ટિંગ ઓપરેશન મુદ્દે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ હવે માનહાનિનો દાવો કર્યો છે. લલિત વસોયાએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર કુલ 10 કરોડ રુપિયાનો માનહાનિનો દાવો કર્યો છે. લલિત વસોયાએ માનહાનિનો દાવા માટે ગોપાલ ઈટાલિયાને નોટિસ પણ ફટકારી છે. લલિત વસોયાનો આરોપ છે કે સ્ટિંગ ઓપરેશનના માધ્યમથી ગોપાલ ઈટાલિયાએ તેમની છબી ખરડવાનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચોઃ Gandhinagar : બાળકના મોત બાદ મનપાના સત્તાધીશોના ખોખલા દાવા, જાણો શું કહે છે મેયર
10 કરોડનો માનહાનિ દાવો કર્યો
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય વિસાવદર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી લડ્યા ત્યારે તેમણે એક સ્ટિંગ ઓપરેશન કર્યુ હતું. જેમાં તેમણે સાયોના હોટેલમાં રૂપિયાની લેતીદેતી કરીને ઉમેદવારોની ખરીદીનો આરોપ લગાવ્યો હતો. હવે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ જે નોટિસ ફટકારી છે તેમાં સ્ટિંગ ઓપરેશન નામે તેમની છબી ખરડવાનો પ્રયાસ કરાયો હોવાનું કારણ આપવામાં આવ્યું છે.
લલિત વસોયાના વકીલ એ માનહાનિ થઈ હોવાથી 10 કરોડ રુપિયા જેટલું માતબર વળતર ચૂકવવાનો ઉલ્લેખ કર્યો છે.
આ પણ વાંચોઃ Gujarat Rain: રાજ્યમાં વરસાદ બાદ ઠેર ઠેર રસ્તાઓ બિસ્માર, ખાડા રાજથી લોકો હેરાન પરેશાન


