Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : રાઇડ્સ વગર યોજાશે લોકમેળો ? જિલ્લા કલેક્ટર-રાઈડ્સ સંચાલકો વચ્ચે મહત્ત્વની બેઠક મળી

જિલ્લા કલેક્ટર અને રાઈડ્સ સંચાલકો વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લા કલેક્ટરનો રાઈડ્સ સંચાલકોને મહત્ત્વનો નિર્દેશ કરાયો છે.
rajkot   રાઇડ્સ વગર યોજાશે લોકમેળો   જિલ્લા કલેક્ટર રાઈડ્સ સંચાલકો વચ્ચે મહત્ત્વની બેઠક મળી
Advertisement
  1. રાજકોટમાં જન્માષ્ટમીનાં લોકમેળાને લઈને મોટા સમાચાર (Rajkot)
  2. મેળામાં યાંત્રિક રાઈડ્સને લઈને હજું પણ મડાગાંઠ યથાવત
  3. જિલ્લા કલેક્ટર અને રાઈડ્સ સંચાલકો વચ્ચે મહત્ત્વની બેઠક
  4. જિલ્લા કલેક્ટરનો રાઈડ્સ સંચાલકોને મહત્ત્વનો નિર્દેશ
  5. દરેક રાઈડ્સ સંચાલકોએ SOP નું કડક પાલન કરવું પડશે

Rajkot : રંગીલા રાજકોટમાં જન્માષ્ટમી મહોત્સવની (Janmashtami 2025) ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે. જન્માષ્ટમી નિમિત્તે રાજકોટમાં લોકમેળાઓનું (Lok Mela) આયોજન કરવામાં આવે છે, જેમાં શહેર-જિલ્લા અને અન્ય જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે અને વિવિધ રાઇડ્સની મજા માણતા હોય છે. પરંતુ, રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડની (Rajkot TRP Game Zone Fire Incident) ઘટના બાદથી રાજ્ય સરકાર દ્વારા ગેમઝોન અને રાઇડ્સ સંચાલકો માટે નવી SOP જાહેર કરવામાં આવી છે અને તમામ નિયમોનું પાલન કરવા સંચાલકોને આદેશ કરાયો છે. જો કે, આ SOP નાં કેટલાક નિયમો સામે રાઇડ્સ સંચાલકો દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો - Gandhinagar : SEOC ખાતે રાહત કમિશનર આલોકકુમાર પાંડેની અધ્યક્ષતામાં 'વેધર વોચ ગ્રૂપ' ની બેઠક યોજાઈ

Advertisement

જિલ્લા કલેક્ટર અને રાઈડ્સ સંચાલકો વચ્ચે મહત્ત્વની બેઠક મળી

માહિતી અનુસાર, રાજકોટમાં (Rajkot ) જન્માષ્ટમી નિમિત્તે યોજાનારા લોકમેળામાં યાંત્રિક રાઈડ્સને લઈને હજું પણ મડાગાંઠ યથાવત છે. આજે જિલ્લા કલેક્ટર અને રાઈડ્સ સંચાલકો વચ્ચે મહત્ત્વની બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લા કલેક્ટરનો રાઈડ્સ સંચાલકોને મહત્ત્વનો નિર્દેશ કરાયો છે. જિલ્લા કલેક્ટરે દરેક રાઈડ્સ સંચાલકોએ SOP નું કડક રીતે પાલન કરવું પડશે તેમ જણાવ્યું છે. 10 જુલાઈ એ ફોર્મ સ્વીકારવાની અંતિમ તારીખ છે. ફોર્મ નહીં ભરાય તો કોઈપણ પ્રકારની મુદ્દત નહીં વધારાય તેમ પણ જણાવ્યું છે.

Advertisement

આ પણ વાંચો - Jamnagar : છ સોસાયટીને જોડતો રોડ રીપેર કરવા રહીશોની માંગ

રાઈડ્સ સંચાલકો ભાગ નહીં લે તો વૈકલ્પિક વ્યવસ્થા કરાશે!

ઉપરાંત, બેઠકમાં ફાઉન્ડેશનને લઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માગ ફગાવાઈ છે. રાઈડ્સ સંચાલકો ભાગ નહીં લે તો વૈકલ્પિક વ્યવસ્થા કરાશે તેમ જાણવા મળ્યું છે. જણાવી દઈએ કે, રાજકોટ કલેક્ટર કચેરી ખાતે મેળા એસો.ની મહત્ત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં તમામ રાઇડ સંચાલકોનાં પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. ગાંધીનગરમાં (Gandhinagar) પદાધિકારીઓને મેળા આયોજકો દ્વારા રૂબરૂ રજૂઆત બાદ આજે મહત્ત્વની બેઠક યોજાઈ હતી.

આ પણ વાંચો - Sabarkantha : સાબરડેરીનો મહત્ત્વનો નિર્ણય, સાબરદાણનાં ભાવમાં કર્યો ઘટાડો, જાણો નવો ભાવ

Tags :
Advertisement

.

×