Rajkot LokMela : નવી SOP ની જાહેરાત બાદ રાઈડ સંચાલકો સાથે જિ. કલેક્ટર, ક્રાઇમ DCP ની બેઠક
- લોકમેળાની SOP માં ફેરફાર બાદ રાજકોટમાં રાઈડ સંચાલકો સાથે બેઠક (Rajkot LokMela)
- જિલ્લા કલેક્ટર, ક્રાઇમ DCP ની રાઈડ સંચાલકો સાથે બેઠક મળી
- 25 તારીખ સુધીમાં ફોર્મ ઉપાડવા મુદ્દત આપવામાં આવી: કલેક્ટર
- સેફ્ટી કમિટીના રિપોર્ટ બાદ પોલીસ લાઇસન્સ આપશે : DCP ક્રાઇમ
Rajkot LokMela : રંગીલા રાજકોટમાં જન્માષ્ટમી (Janmashtami 2025) નિમિત્તે વર્ષોથી ઊજવાતા લોકમેળા અંગે સરકાર દ્વારા નવી SOP જાહેર કરવામાં આવી છે, જેમાં નિયમોમાં થોડી છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે, નવી SOP ને લઈ આજે રાઈડ્સ સંચાલકો સાથે જિલ્લા કલેક્ટર, ક્રાઇમ DCP એ બેઠક યોજી હતી. આ બેઠકમાં ફોર્મ ઉપાડવા, ફોર્મ સ્વીકારવા, હરાજી સહિતનાં મુદ્દાઓ પર માહિતી આપવામાં આવી છે.
આ પણ વાંચો - Rajkot LokMela : ચકડોળે ચડેલા લોકમેળાને લઈ મોટા સમાચાર, રાઇડ્સ સંચાલકોને મોટી રાહત!
નવી SOP બાદ જિલ્લા કલેક્ટર, ક્રાઇમ DCP ની રાઈડ સંચાલકો સાથે બેઠક
રાજકોટમાં લોકમેળાને (Rajkot LokMela) લઈ સરકારે ગઈકાલે નવી SOP ની જાહેરાત કરી હતી. રાઇડ્સ સંચાલકોની સતત માગ બાદ નવી SOP માં નિયમો થોડા હળવા કરવામાં આવ્યા છે. નવી SOP ની જાહેરાત બાદ આજે રાઇડ્સ સંચાલકો સાથે જિલ્લા કલેક્ટર, ક્રાઇમ DCP એ બેઠક કરી હતી. આ બેઠક બાદ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ (Dr. Om Prakash) અને DCP ક્રાઇમ બ્રાન્ચ પાર્થરાજસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. દરમિયાન, જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, 25 જુલાઈ સુધીમાં ફોર્મ ઉપાડવા મુદ્દત આપવામાં આવી છે.
આ પણ વાંચો - Rajkot : નકલીની ભરમાર...હવે, ગોંડલમાં આખી તાલુકા પંચાયત કચેરી જ નકલી નીકળી
સેફ્ટી કમિટીનાં રિપોર્ટ બાદ નિયમ મુજબ લાઇસન્સ આપશે : DCP ક્રાઇમ
તેમણે વધુમાં માહિતી આપી કે, 28 જુલાઈ સુધીમાં ફોર્મ સ્વીકારવામાં આવશે. ત્યારબાદ હરાજીનો સમય આપવામાં આવશે. DCP ક્રાઇમ બ્રાન્ચ પાર્થરાજસિંહ ગોહિલે (DCP Crime Branch Partharajsinh Gohil) મીડિયાને જણાવ્યું કે, પહેલા હરાજી કામગીરી પૂર્ણ કરવામાં આવશે. રાઇડ્સ ફિટિંગ બાદ સેફ્ટી કમિટી દ્વારા તપાસ કરવામાં આવશે. સેફ્ટી કમિટીનાં રિપોર્ટ બાદ પોલીસ નિયમ મુજબ લાઇસન્સ આપશે.
આ પણ વાંચો - Amit Khunt Case : અમિત ખૂંટ કેસમાં પીડિતાની વકીલનો Video સંદેશ, ચોંકાવનારો ખુલાસો કર્યો!