Rajkot LokMela : જામનગર, પોરબંદરમાં મંજૂરી મળે તો રાજકોટનાં મેળાને કેમ નહીં? : પરશોત્તમ રૂપાલા
- રાજકોટનાં લોકમેળા મુદ્દે સૌથી મોટા સમાચાર (Rajkot LokMela)
- રાજકોટનાં સાસંદ પરશોત્તમ રૂપાલાએ મંજૂરી મુદ્દે ઉઠાવ્યો અવાજ
- "જામનગર, પોરબંદરમાં મંજૂરી મળે તો રાજકોટનાં મેળાને કેમ નહીં?"
- રાજ્યનાં મેળા એસો. ને સાંસદ પરશોત્તમ રૂપાલાને કરી રજૂઆત
Rajkot LokMela : રાજકોટનાં લોકમેળા મુદ્દે સૌથી મોટા સમાચાર આવ્યા છે. રાજકોટનાં સાસંદ પરશોત્તમ રૂપાલાએ (Parshottam Rupala) મંજૂરી મુદ્દે અવાજ ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે, જામનગર, પોરબંદરમાં મંજૂરી મળે તો રાજકોટનાં મેળાને કેમ નહીં? રાજ્યનાં મેળા એસો. ને સાંસદ પરશોત્તમ રૂપાલાને મેળાઓને લગતી સરકારી SOP મુદ્દે રજૂઆત કરી હતી.
આ પણ વાંચો - Chaitar Vasava : "ચૈતર વસાવા માફી માગે તો કેસ પાછો લઈશ", ડેડિયાપાડા તા.પં. પ્રમુખનો પત્ર વાઇરલ!
સરકારીની SOP અંગે મેળા એસો.એ કરી રજૂઆત
રંગીલા રાજકોટમાં જન્માષ્ટમી (Janmashtami 2025) નિમિત્તે લોકમેળાઓનું (Lok Mela) આયોજન કરવામાં આવે છે, જેમાં શહેર-જિલ્લા અને અન્ય જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે અને વિવિધ રાઇડ્સની મજા માણતા હોય છે. પરંતુ, રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડની (Rajkot TRP Game Zone Fire Incident) ઘટના બાદથી રાજ્ય સરકાર દ્વારા ગેમઝોન અને રાઇડ્સ સંચાલકો માટે નવી SOP જાહેર કરવામાં આવી છે અને તમામ નિયમોનું પાલન કરવા સંચાલકોને આદેશ કરાયો છે. જો કે, આ SOP નાં કેટલાક નિયમો સામે રાઇડ્સ સંચાલકો દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે.
રાજકોટના લોકમેળા મુદ્દે સૌથી મોટા સમાચાર
રાજકોટના સાસંદ પરશોત્તમ રૂપાલાએ મંજૂરી મુદ્દે ઉઠાવ્યો અવાજ
"જામનગર, પોરબંદરમાં મંજૂરી મળે તો રાજકોટના મેળાને કેમ નહીં?"
રાજ્યના મેળા એસો.ને સાંસદ પરશોત્તમ રૂપાલાને કરી રજૂઆત@PRupala #Gujarat #Rajkot #Lokmela #ParshottamRupala #Jamnagar… pic.twitter.com/skNbd9cy4U— Gujarat First (@GujaratFirst) July 14, 2025
આ પણ વાંચો - GCCI : ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સનાં 3 હોદ્દેદાર બિનહરીફ ચૂંટાયા, મળી આ જવાબદારી
જામનગર, પોરબંદરમાં મંજૂરી મળે તો રાજકોટનાં મેળાને કેમ નહીં ? : પરશોત્તમ રૂપાલા
સરકારને રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા આખરે રાજ્યનાં મેળા એસોસિએશને સાંસદ પરશોત્તમ રૂપાલાને મેળાઓને (Rajkot LokMela) લગતી સરકારી SOP મુદ્દે રજૂઆત કરી હતી. આ મુદ્દે હવે સાસંદ પરશોત્તમ રૂપાલાની (Parshottam Rupala) પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે પ્રશ્ન કરતા કહ્યું કે, જામનગર, પોરબંદરમાં મંજૂરી મળે તો રાજકોટનાં મેળાને કેમ નહીં ? તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી તેમ જ કલેક્ટર, કમિશનર સાથે આ મુદ્દે ચર્ચા કરીશ. મેળો તો રાઇડ્સ સહિત જ થવો જોઈએ. જામનગર, પોરબંદર, વાંકાનેર, સિધ્ધપુર, સુરેન્દ્રનગર, સુરત, બરોડામાં મંજૂરી મળે તો રાજકોટમાં કેમ નહીં ?
આ પણ વાંચો - Chaitar Vasava : ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટથી મોટો ઝટકો! 'લાફાકાંડ' માં જામીન અરજી ફગાવી


