ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot : અમિત ખૂંટ કેસમાં દુષ્કર્મનો ભોગ બનેલ સગીરાએ ગોંડલ કોર્ટમાં નોંધાવી ફરિયાદ

ફરિયાદમાં આરોપ કર્યો છે કે DCP એ સગીરાને 'તૂં 5 ફૂટની છો અને મોડલ બનવું છે ? હાક થૂં' કહ્યું હતું.
05:36 PM Jun 20, 2025 IST | Vipul Sen
ફરિયાદમાં આરોપ કર્યો છે કે DCP એ સગીરાને 'તૂં 5 ફૂટની છો અને મોડલ બનવું છે ? હાક થૂં' કહ્યું હતું.
AmitK_Gujarat_first
  1. ગોંડલનાં રીબડાના અમિત ખૂંટ કેસમાં મોટા સમાચાર (Rajkot)
  2. પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા, ગણેશ જાડેજા સામે ગંભીર આક્ષેપ
  3. 6 PI સહિત કુલ 28 લોકો સામે સગીરાએ નોંધાવી ફરિયાદ
  4. 'તૂં 5 ફૂટની છો અને મોડલ બનવું છે ? હાક થૂં' DCP એ કહ્યું હોવાનો ઉલ્લેખ

રાજકોટનાં (Rajkot) ગોંડલ તાલુકામાં (Gondal) રીબડાનાં યુવક અમિત ખૂંટ કેસમાં (Amit Khunt Case) મોટા સમાચાર આવ્યા છે. દુષ્કર્મનો ભોગ બનેલ સગીરાએ ગોંડલ કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા (Jayrajsinh Jadeja), તેમના પુત્ર ગણેશ જાડેજા, 6 PI સહિત કુલ 28 લોકો સામે નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં ગંભીર આક્ષેપ કરાયા છે.

આ પણ વાંચો - Sabarkantha : ઈડર માર્કટયાર્ડનાં સત્તાવાળાઓ સામે કાયદાની લટકતી તલવાર! વધુ એક તપાસનો આદેશ

દુષ્કર્મનો ભોગ બનેલ સગીરાએ ગોંડલ કોર્ટમાં નોંધાવી ફરિયાદ

રાજકોટ જિલ્લાનાં (Rajkot) ગોંડલ તાલુકાનાં રીબડાનાં યુવક અમિત ખૂંટ કેસમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. માહિતી અનુસાર, દુષ્કર્મનો ભોગ બનનારી સગીરાએ ગોંડલ કોર્ટમાં (Gondal Court) ફરિયાદ નોંધાવી છે. સગીરાએ પોતાની ફરિયાદમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, તેમના પુત્ર ગણેશ જાડેજા (Ganesh Jadeja), 6 PI સહિત કુલ 28 લોકો સામે ગંભીર આક્ષેપ કર્યા છે. પોલીસ દબાણ કરી ખોટી રીતે 6 લોકોનાં નામ આપવા દબાણ કરતી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. સાથે જ સગીરાએ DCP ઝોન 2 જગદીશ બાંગરવા સામે પણ ગંભીર આરોપ લગાવ્યા છે.

આ પણ વાંચો - Amit Khunt Case : આરોપી પૂજા રાજગોરની કોર્ટમાં પોલીસકર્મીઓ સામે ફરિયાદ, કહ્યું- હોટેલમાં એક દિવસ..!

'તૂં 5 ફૂટની છો અને મોડલ બનવું છે ? હાક થૂં' DCP એ કહ્યું હોવાનો ઉલ્લેખ

માહિતી મુજબ, સગીરાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપ કર્યો છે કે DCP એ સગીરાને 'તૂં 5 ફૂટની છો અને મોડલ બનવું છે ? હાક થૂં' કહ્યું હતું. આ સમગ્ર મામલે SMC ને તપાસ સોંપવામાં આવે તેવી ફરિયાદમાં માંગ કરાઈ છે. કોર્ટ દ્વારા 1 જુલાઈ, 2025 સુધીમાં CCTV ફૂટેજ રજૂ કરવા પોલીસને નિર્દેશ કર્યો છે. તેમ ફરિયાદી સગીરાનાં વકીલ ભૂમિકા પટેલે (Bhumika Patel) મીડિયાને જણાવ્યું છે.

આ પણ વાંચો - Amit Khunt Case : કોર્ટમાં 17 વર્ષીય સગીરાએ ગંભીર આક્ષેપો સાથે નિવેદન નોંધાવ્યું, કહ્યું- અમિત ખુંટે મારી સાથે..!

Tags :
Amit Khunt CaseBhumika PatelCrime NewsDCP Zone 2 Jagdish BangarwaGanesh JadejaGondalGondal CourtGondal PoliceGUJARAT FIRST NEWSMLA Jayrajsinh JadejaRAJKOTRibdaSMCTop Gujarati News
Next Article