Rajkot : MLA ગોપાલ ઈટાલિયાનો વાર તો ધારાસભ્ય ઉદય કાનગડનો વળતો પ્રહાર!
- Rajkot માં AAP ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાનાં ભાજપ પર વાર
- 30 વર્ષથી ગુજરાતમાં દાબ, દબાણ અને દંડાની સરકારી ચલાવીઃ ઈટાલિયા
- ઈટાલિયાના પ્રહારનો ઉદય કાનગડે આપ્યો જવાબ
- લોકોને ઉશ્કેરવા ખૂબ સહેલા હોય છેઃ ઉદય કાનગડ
Rajkot : રાજકોટમાં આમ આદમી પાર્ટી નેતા (AAP) અને વિસાવદરનાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ (Gopal Italia) આજે ખોડલધામનાં દર્શન કર્યા હતા. જ્યારે ગઈકાલે સામાકાંઠા વિસ્તારમાં એક જાહેર સભાને સંબોધિ હતી. રાજકોટમાં ગોપાલ ઇટાલિયાએ રાજ્યની ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની (BJP) સરકાર છે. તેઓ દાબ, દબાણ અને દંડાની સરકારી ચલાવી રહ્યા છે. ત્યારે ગોપાલ ઇટાલિયાનાં પ્રહાર પર ધારાસભ્ય ઉદય કાનગડે (Uday Kangad) પણ જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, લોકોને ઉશ્કેરવા ખૂબ સહેલા હોય છે.
આ પણ વાંચો - Surat : અમરોલીમાં નેઇલ પોલિશનાં કારખાનામાં લાગી ભીષણ આગ, વોચમેનનું મોત
Gopal Italia એ રાજકોટના ખોડલધામ કર્યા દર્શન
Gopal Italiaએ સમર્થકો સાથે મા ખોડલના દર્શન કર્યા
Khodaldham ટ્રસ્ટેએ ખેસ અને ફૂલહારથી ઈટાલિયાનું કર્યું સન્માન
MLAએ ખેડૂતો, પશુપાલકો, રત્ન કલાકારોની સમૃદ્ધિ માટે કરી પ્રાર્થના | Gujarat First#GopalItalia #Khodaldham #Rajkot… pic.twitter.com/mZ0BU6Ayq7— Gujarat First (@GujaratFirst) August 31, 2025
Rajkot માં AAP ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાનાં ભાજપ પર વાર
રાજકોટમાં AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની જાહેર સભા બાદ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં આજે ગોપાલ ઇટાલિયાએ સમર્થકો સાથે ખોડલધામ (Khodaldham) ખાતે મા ખોડલનાં દર્શન કર્યા હતા. જ્યારે ગઈકાલે સામાકાંઠા વિસ્તારમાં જાહેર સભા યોજી હતી, જેમાં તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે, રાજ્યમાં 30 વર્ષથી ભાજપની સરકાર છે. તેઓ દાબ, દબાણ અને દંડાની સરકારી ચલાવી રહ્યા છે. સામાન્ય વાત માટે જનતાએ કરગરવું પડે છે. અધિકારીઓ, નેતાઓનાં પગ પકડવા પડે છે. સરકારી તંત્ર સંવેદનહીન બની ગયું છે.
આ પણ વાંચો - Dwarka : એવું તો શું થયું કે વાડીનાર મરીન પોલીસ સ્ટેશનનો ક્ષત્રિય સમાજના યુવાનોએ ઘેરાવ કર્યો?
લોકોને ઉશ્કેરવા ખૂબ સહેલા હોય છેઃ ઉદય કાનગડ
ગોપાલ ઇટાલિયાના નિવેદન સામે હવે ધારાસભ્ય ઉદય કાનગડની પ્રતિક્રિયા આવી છે. તેમણે ગુજરાત ફર્સ્ટ (Gujarat first News) સાથે વાતચીત કરતા જણાવ્યું કે, ચૂંટણી આવે એટલે તમામ પાર્ટી સભાઓ કરતી હોય છે. વિધાનસભાની ચૂંટણી સમયે પણ AAP જીતનો દાવો કરતી હતી. પરંતુ, પરિણામ બધાને ખબર છે. તેમણે આગળ કહ્યું કે, મેં મારા વિસ્તારમાં 72 હજાર લોકોની સમસ્યાનું નિરાકરણ કર્યું છે. લોકોને ઉશ્કેરવા ખૂબ સહેલા હોય છે. લોકોની સાથે રહીને તેમની સમસ્યાનું સમાધાન કરવું જરૂરી છે. અમને તમામ સમાજના આશીર્વાદ મળતા રહ્યા છે. ગોપાલ ઇટાલિયાના આરોપો સામે ઉદય કાનગડની પ્રતિક્રિયાથી હવે રાજકોટમાં રાજકીય માહોલ ગરમાયો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો - Amit Shah in Gujarat : દેશમાં આજે ગુજરાત કાયદો-વ્યવસ્થા, રાષ્ટ્ર સુરક્ષામાં નંબર વન પર : અમિત શાહ


