Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : તો શું 1865 મંદિર તોડી પડાશે ? જાણો કેમ શરૂ થઈ ચર્ચા ?

રાજકોટમાં (Rajkot) ગેરકાયદેસરનાં બાંધકામ સામે મ્યુનિસિપિલ કોર્પોરેશન દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે.
rajkot   તો શું 1865 મંદિર તોડી પડાશે   જાણો કેમ શરૂ થઈ ચર્ચા
Advertisement
  1. Rajkot માં મનપાને બિનઅધિકૃત બાંધકામને બદલે મંદિરો પાડવામાં રસ!
  2. રાજકોટ મનપા 1865 મંદિર પર ડિમોલિશન હાથ ધરશે!
  3. રાજકોટ મનપા દ્વારા 1865 જેટલા મંદિરની યાદી તૈયાર કરાઈ
  4. મામલતદાર બાદ હવે મનપા દ્વારા મંદિરોને નોટિસ આપવાનું શરૂ
  5. TP અધિકારી કે.આર. સુમરા અને હેતલબેને કંઈપણ બોલવા કર્યો ઈન્કાર

Rajkot : રાજકોટમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને (RMC) જાણે બિનઅધિકૃત બાંધકામને બદલે મંદિરો તોડવામાં રસ હોય તેવી ચર્ચાઓ શરૂ થઈ છે. તે પાછળનું કારણ રાજકોટ મનપા દ્વારા તૈયારી કરેલી 1865 જેટલા મંદિરની યાદી છે, જેમની સામે આગામી સમયમાં ડિમોલિશનની કાર્યવાહી થઈ શકે છે. મામલતદાર બાદ હવે મનપા દ્વારા મંદિરોને નોટિસ આપવાનું શરૂ કરાયું છે.

આ પણ વાંચો -ધો- 9 થી 12 માં દરેક વિષયની 25-25 ગુણની એકમ કસોટી લેવાશે

Advertisement

Rajkot મનપા દ્વારા 1865 જેટલા મંદિરની યાદી તૈયાર કરાઈ

રાજકોટમાં (Rajkot) ગેરકાયદેસરનાં બાંધકામ સામે મ્યુનિસિપિલ કોર્પોરેશન દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે. ત્યારે હવે એવી માહિતી છે કે મનપા દ્વારા મંદિરોની પણ યાદી તૈયાર કરી નોટિસ પાઠવાનું શરૂ કરાયું છે. રાજકોટ મનપા દ્વારા 1865 મંદિરની યાદી તૈયારી કરાઈ હોવાની માહિતી છે, જેમની સામે ડિમોલિશનની કાર્યવાહી થવાની સંભાવના છે. ત્યારે મનપાને બિનઅધિકૃત બાંધકામને બદલે મંદિરો પાડવામાં રસ હોય તેવી ચર્ચાઓ વેગવંતી થઈ છે.

Advertisement

આ પણ વાંચો -ભાદરવી પૂનમ મેળો - 2025 : AI નજરે અંબાજી, અસામાજિક તત્વો પર પોલીસની ડિજિટલ પહેરેદારી

TP અધિકારી કે.આર. સુમરા અને હેતલબેને કંઈપણ બોલવા કર્યો ઈન્કાર

માહિતી અનુસાર, મામલતદાર બાદ હવે મનપા દ્વારા મંદિરોને નોટિસ આપવાનું શરૂ કરાયું છે. જો કે, આ મામલે હાલ TP અધિકારી કે.આર. સુમરા અને હેતલબેને કંઈ પણ બોલવાનો ઈન્કાર કર્યો છે. મંદિરોને તોડવા મુદ્દે પૂછાતા મનપા અધિકારીઓએ મૌન સેવ્યું છે. રાજકોટ મનપાને બાંધકામોને બદલે મંદિરોમાં કેમ રસ તેને લઈને ચર્ચા થઈ રહી છે. સાથે જ મપનાનાં કિંમતી પ્લોટ પર મંદિરો હોવાથી ડિમોલિશનની ચર્ચાઓ પણ શરૂ થઈ છે.

આ પણ વાંચો -Surat News: એક જ રાતમાં 8 ગણેશ પંડાલમાં ચોરી, એક પંડાલમાં મૂર્તિને ખંડિત કરાતાં ભક્તોમાં રોષ

Tags :
Advertisement

.

×