Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : જયેશ રાદડિયા સાથેના વિવાદ અંગે નરેશ પટેલનું મૌન! દિનેશ બાંભણિયાની પોસ્ટ ચર્ચામાં!

જયેશ રાદડિયાએ આપેલા નિવેદન અંગે પૂછવામાં આવતા તેમણે બોલવાનું ટાળ્યું હતું અને માત્ર 'નો કોમેન્ટ' કહ્યું હતું.
rajkot   જયેશ રાદડિયા સાથેના વિવાદ અંગે નરેશ પટેલનું મૌન  દિનેશ બાંભણિયાની પોસ્ટ ચર્ચામાં
Advertisement
  1. ખોડિયાર જયંતી નિમિત્તે ખોડલધામમાં કન્વીનર મીટનું આયોજન (Rajkot)
  2. જયેશ રાદડિયા સાથેનાં વિવાદ અંગે નરેશ પટેલે બોલવાનું ટાળ્યું
  3. મીડિયાનાં સવાલનાં જવાબમાં તેમણે કહ્યું કે, "નો કોમેન્ટ"
  4. કન્વીનર મીટ પહેલા પાટીદાર નેતા દિનેશ બાંભણિયાની પોસ્ટ વાઇરલ

Rajkot : ખોડલધામ (Khodaldham) ખાતે યુવા સમિતિ દ્વારા કન્વીનર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ (Naresh Patel) પણ ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન, જયેશ રાદડિયાએ આપેલા નિવેદન અંગે પૂછવામાં આવતા તેમણે બોલવાનું ટાળ્યું હતું અને માત્ર 'નો કોમેન્ટ' કહ્યું હતું. બીજી તરફ કન્વીનર મીટ પહેલા પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ (Dinesh Bambhania) સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રાજકારણ ગરમાયું છે.

આ પણ વાંચો - Rajkot : સમાજની 2 ટકા ટપોરી ટીમ હવનમાં હાડકાં નાખવાનું કામ કરે છે : જયેશ રાદડિયા

Advertisement

જયેશ રાદડિયા સાથેનાં વિવાદ અંગે નરેશ પટેલે બોલવાનું ટાળ્યું

ખોડલધામ ખાતે (Rajkot) આજે યુવા સમિતિ દ્વારા કન્વીનર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. ખોડિયાર જયંતી નિમિત્તે કન્વીનર મીટ સાથે ધ્વજારોહણનો કાર્યક્રમ પણ યોજાયો હતો. કન્વીનર મીટ બાદ જ્યારે મીડિયા દ્વારા નરેશ પટેલને જયેશ રાદડિયા એ (Jayesh Radadiya) આપેલા નિવેદન મુદ્દે પૂછતા તેમને બોલવાનું ટાળ્યું હતું અને માત્ર 'નો કોમેન્ટ થેન્ક યુ...' કહી ચાલ્યા ગયા હતા. જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા જાહેર મંચ પરથી જયેશ રાદડિયાએ કહ્યું હતું કે, આપણાનાં જ સમાજની 2 ટકા ટપોરી ટીમ સમાજનું સારું કામ થતું હોય ત્યાં હવનમાં હાડકાં નાંખવાનું કામ આજની તારીખમાં પણ કરી રહી છે. આવી ટોળકી મને હેરાન કરશે તો પણ હું સમાજની જવાબદારીમાંથી પાછી પાની નહિં કરું. સમાજનાં કામમાં અડચણ ઊભી કરનારાઓ તેમનું કામ કરે. હું મારું કામ કરીશ. સાથે જ આવા લોકોને સીધે રાજકારણમાં આવી ટક્કર આપવા ચેલેન્જ પણ કર્યું હતું.

Advertisement

આ પણ વાંચો - Surat: જયેશ રાદડિયાના નિવેદનને અલ્પેશ કથીરિયાનું સમર્થન, વાંચો શું કહ્યું?

દિનેશ બાંભણિયાની પોસ્ટ વાઇરલ થતાં રાજકારણ ગરમાયું!

બીજી તરફ કન્વીનર મીટ પહેલા પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ (Dinesh Bambhania) તેમનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક પોસ્ટ કરી હતી જે વાઇરલ થતાં પાટીદાર સમાજમાં રાજકારણ ગરમાયું છે. દિનેશ બાંભણિયાએ પોસ્ટ કરી લખ્યું કે, 'પાટીદારનું રાજકીય વર્ચસ્વ ખતમ કરવામાં કોનું પ્લાનિંગ અને કોને ફાયદો ? આગેવાનો એ ચિંતા અને ચિંતન કરવાનો વિષય.. હાર્દિક/વરુણ ..જયેશ/પ્રશાંત .. કોશીક/નારણભાઈ.. હવે મહેસાણા અને સુરતનાં આગેવાનો ટાર્ગેટ...' આ સાથે તેમણે એક ફોટો પણ શેર કર્યો જેમાં લખ્યું હતું કે, 'આ કામ કરવાનું બંધ કરો આપણે ગુજરાતની સૌથી મોટી અને મજબૂત કોમ છીએ. લોકો જોઈ રહ્યા છે અને હંસી પણ રહ્યા છે. આપણને આગળ ન આવવા દેવામાં આપડા પોતાનાં લોકોનું જ યોગદાન છે.'

આ પણ વાંચો - Gandhinagar : કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ માટે પરીક્ષાની તારીખ થઈ જાહેર

Tags :
Advertisement

.

×